છેલ્લાં ચારેક વરસથી મારી સેક્સ-ડ્રાઇવ ઘણી જ લો રહી છે

15 April, 2019 12:10 PM IST  |  | સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

છેલ્લાં ચારેક વરસથી મારી સેક્સ-ડ્રાઇવ ઘણી જ લો રહી છે

સવાલ : મારી ઉંમર ૩૨ વર્ષ છે. લવ-મૅરેજને છ વરસ થયાં છે. બે વરસના કોર્ટશિપ પિરિયડ દરમ્યાન રૂઢિગત નિયમોને કારણે અમે સેક્સથી દૂર જ રહેલાં. લગ્ન પછી શરૂઆતનાં બે વરસ સેક્સલાઇફ સારી રહી, પણ છેલ્લાં ચારેક વરસથી મારી સેક્સ-ડ્રાઇવ ઘણી જ લો રહી છે. પેરન્ટ્સથી છૂટાં પડીને નવેસરથી દુનિયા વસાવવાની લાયમાં અઠવાડિયાંઓ સુધી ટ્રાવેલિંગ અને બહાર રહેવાનું થાય છે. હવે એને કારણે મારી વાઇફ સાથે પણ ઝઘડા થાય છે. તેને લાગે છે કે મને તેનામાં રસ નથી રહ્યો. પહેલાં સ્ટ્રેસને કારણે મન નહોતું થતું, હવે રોજેરોજની બબાલને કારણે ઇચ્છા નથી થતી. શું સેક્સ જ લગ્નને ટકાવવા માટે જરૂરી છે?

જવાબ : સેક્સ વિના લગ્ન ન ટકી શકે એવું નથી, પણ જ્યારે બે પાર્ટનરની જરૂરિયાતોમાં મતભેદ હોય ત્યારે જરૂર તકલીફ થઈ શકે. જો બન્ને વ્યક્તિઓની સેક્સ-ડ્રાઇવ લો હોય તો ચાલી જાય, પણ એકની હાઈ અને બીજાની લો હોય તો એક પ્રકારનું ઘર્ષણ અચૂક રહેવાનું.

કદાચ તમારા કેસની વાત કરીએ તો મને લાગે છે કે તમે સેટલ થવા માટે અથવા તો દુન્યવી સુખ-સુવિધાઓ પરિવારને રળી આપવા માટે એટલું સ્ટ્રેસ ઉઠાવી લીધું છે કે હવે તમને તમારી ખુદની લાઇફ જીવવામાં, એને એન્જૉય કરવામાં રસ નથી રહ્યો. તમે સેટલ થવા માટે મહેનત કરો છો એ બરાબર છે, પણ જસ્ટ વિચાર કરો કે તમે પૈસા અને એશઆરામમાં આળોટતા હો ત્યારે તમે સાવ એકલા પડી ગયા હો તો એ સુખ-સુવિધાઓ ભોગવવી ગમશે?

આ પણ વાંચોઃ અમે સેક્સમાં ખૂબ જ ઍક્ટિવ હતાં, હવે રસ ઘટી ગયો છે. શું કરવું?

તમે લવ-મૅરેજ કયાર઼્ છે, મતલબ કે તમને વાઇફ ગમે છે. માત્ર જરૂર છે સ્ટ્રેસનો ભાર ઘટાડવાની. જસ્ટ એક વીકની છુટ્ટી લઈને જ્યાં ફોન, ઇન્ટરનેટ કશું જ ન ચાલતું હોય ત્યાં જતાં રહો, જસ્ટ તમે અને તમારી વાઇફ. બધી જ ચિંતાઓને કોરાણે મૂકીને માત્ર એકમેકની કંપની માણો. મસ્તમજાના વેકેશન પછી પણ ઍટલીસ્ટ અઠવાડિયામાં એક દિવસ માત્ર ને માત્ર તમારી પત્ની માટે ફાળવો.

sex and relationships columnists