અમે સેક્સમાં ખૂબ જ ઍક્ટિવ હતાં, હવે રસ ઘટી ગયો છે. શું કરવું?

ડૉ.રવિ કોઠારી | Apr 09, 2019, 12:23 IST

કામનું ભારણ અને જવાબદારીઓ વધવાને કારણે જાતીય જીવનમાં પહેલાં જેવું જોશ ન રહેતું હોય તો થોડોક સમય કામમાંથી બ્રેક લઈને રજાઓ સાથે ગાળવાનો સમય થઈ ગયો છે એમ સમજવું.

અમે સેક્સમાં ખૂબ જ ઍક્ટિવ હતાં, હવે રસ ઘટી ગયો છે. શું કરવું?
પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : અમારાં લગ્નને સાત વર્ષ થયાં છે. અત્યાર સુધી સેક્સલાઇફ બહુ સારી નહીં, પણ ઠીકઠાક હતી. વચ્ચે વાઇફને પ્રેગ્નન્સી અને ડિલિવરીનો સમય હતો ત્યારે ખાસ્સા મહિનાઓ સંબંધ નહોતો રાખ્યો. હવે દીકરો સાત મહિનાનો થઈ ચૂક્યો છે. જોકે મેં જોયું છે કે ડિલિવરી પછી અમને બન્નેને સેક્સમાંથી રસ ઓછો થઈ ગયો છે. લગ્નનાં પ્રથમ ત્રણ વર્ષ દરમ્યાન અમે સેક્સમાં ખૂબ જ ઍક્ટિવ હતાં, પણ ડિલિવરી પછી વાઇફને બહુ મજા નથી આવતી. ક્યારેક અમે સમાગમ કરીએ છીએ ત્યારે મને પણ જોઈએ એટલી મજા નથી આવતી. અમારે પાછું પહેલાં જેવું ઍક્ટિવ થવું છે તો એે માટે શું કરવું એનો યોગ્ય ઉપાય બતાવશો.

જવાબ : પ્રેગ્નન્સી અને ડિલિવરી એ સ્ત્રીના જીવનમાં હૉમોર્ન્સની દૃષ્ટિએ બહુ મોટો બદલાવ લાવનારા તબક્કા છે. આ દરમ્યાન સ્ત્રીના હૉમોર્નમાં, હીમોગ્લોબિનમાં અને શરીરના અવયવોમાં ઘણાબધા ફેરફાર થતા હોય છે. જોકે ડિલિવરીના સાતેક મહિના પછી હૉમોર્નલ લેવલમાં સ્થિરતા આવવી શરૂ થઈ જવી જોઈએ. જોકે બાળકના આવ્યા પછી જીવનશૈલીમાં બહુ બદલાવ આવી જાય છે. બન્ને વ્યક્તિના જીવનના કેન્દ્રસ્થાને હવે બન્ને માટે બાળક છે. નવજાત બાળકને આખો દિવસ સંભાળવું અને એના સ્વાસ્થ્ય અને પોષણ બાબતે જાગ્રત કરહેવું એ સહેલું કામ નથી. એમાં પાછું જો જો બાળક રાતે વારંવાર જાગતું હોય અને મોડી રાત સુધી રડ્યા કરતું હોય તો પણ પેરન્ટ્સને ફ્રેશનેસ નથી અનુભવાતી. અપૂરતી ઊંઘના સ્ટ્રેસને કારણે સ્ત્રી અને પુરુષ બન્નેની સેક્સલાઇફ પર અસર પડી શકે છે.

આ પણ વાંચો : શું પાર્ટનરને ડાયાબિટીઝ હોય તો એનાથી પણ શીઘ્રસ્ખલન થાય?

સમાગમમાં પત્ની તરફથી જો મોળો આવકાર મળે તો ધીરે-ધીરે પતિની ઇચ્છા પણ ઓછી અથવા નહીંવત્ થઈ જતી હોય છે. એમ ઘણા બધા ફૅક્ટર્સ કામ કરે છે. આવા સંજોગોમાં તમે ઝટપટ ફિઝિકલ સંબંધો માણી લેવાની પળોજણમાં રહેતા હો તો એનાથી પણ ઇન્ટિમસીનો ચાર્મ ઓછો થઈ જાય છે. બાળકને કેન્દ્રસ્થાને રાખીને પણ બન્ને પાર્ટનર્સ એકમેક સાથે રોમૅન્સ માણી શકાય એવી સરપ્રાઇઝિંગ મોમેન્ટ્સ ઊભી કરી લે એ જરૂરી છે. કામનું ભારણ અને જવાબદારીઓ વધવાને કારણે જાતીય જીવનમાં પહેલાં જેવું જોશ ન રહેતું હોય તો થોડોક સમય કામમાંથી બ્રેક લઈને રજાઓ સાથે ગાળવાનો સમય થઈ ગયો છે એમ સમજવું.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK