તમને દાઢી કરતાં આવડે છે?

29 April, 2019 09:25 AM IST  |  મુંબઈ

તમને દાઢી કરતાં આવડે છે?

બિઅર્ડ એ આજના પુરુષોમાં સ્ટાઇલ-સ્ટેટમેન્ટ છે, પરંતુ અત્યારની મુંબઈની પસીનો પાડતી ગરમીમાં દાઢીની સ્વચ્છતા મેઇન્ટેન કરવાનું ન ફાવતું હોય તો શેવિંગ બેસ્ટ ઑપ્શન છે, પરંતુ વષોર્થી રોજ શેવિંગ કરનારા પુરુષો પણ કેવી ભૂલ કરતા હોય છે અને એ કઈ રીતે નુકસાનકારક છે એ વિષય પર વાત કરીએ

પુરુષોની દાઢીમાં એક કૂતરાના રૂંછામાં હોય એના કરતાં વધુ બૅક્ટેરિયા હોય છે, એવું તાજેતરમાં યુરોપિયન સંશોધકોએ કરેલા અભ્યાસમાં સ્પષ્ટ થયું છે. યુરોપિયન રેડિયોલૉજી જર્નલમાં ફેબ્રુઆરી ૨૦૧૯માં પ્રકાશિત થયેલા આ અભ્યાસના સંશોધકોએ ૧૮ વર્ષથી લઈને ૭૬ વર્ષ સુધીના ૧૮ દાઢીધારી પુરુષોની સ્કિન અને સલાઇવાનાં સૅમ્પલનો અભ્યાસ કયોર્ અને સામા પક્ષે ૩૦ કૂતરાઓના ફર એટલે કે રૂંછા અને સલાઇવાનો અભ્યાસ કયોર્. અભ્યાસકોને આ બન્ને સૅમ્પલમાં હ્યુમન પેથોજેનિક બૅક્ટેરિયા મળ્યા. ઇનફૅક્ટ માનવ-સૅમ્પલમાં આ ખાસ પ્રકારના બૅક્ટેરિયાનું પ્રમાણ વધારે હતું અને કૂતરાના રૂંછા કરતાં એ વધુ જોખમી અને ઇન્ફેક્સિયસ હતા. વેલ, આ રિસર્ચમાં હજીયે ઘણાંબધાં નવાં સંશોધનોને સ્કોપ છે એવું વૈજ્ઞાનિકોએ છેલ્લે કહી દીધું છે એટલે આપણે એમાં ઊંડાણમાં ન જતાં ગરમીમાં પજવણીનું કામ કરી શકતી પુરુષોના ચહેરા પરની દાઢીના પ્રશ્ન પર ફોકસ કરીએ. એક જમાનો ક્લીન-શેવ્ડનો હતો જેમાં મૅચોમૅન દેખાવું હોય તેણે પોતાની દાઢીની ચમકને કાયમ રાખવી પડતી અને એટલે જ રોજેરોજ એક વાર તો દિવસમાં શેવિંગ કરવાનો સમય પુરુષો કાઢી લેતા હતા. એ સમય હવે બદલાયો. હવે છે મેસી લુકનો જમાનો. ચહેરા પર થોડી બિઅર્ડ રાખીને સ્ટાઇલિશ દેખાવાનું. બિયર્ડમાં જ ટ્રિમિંગ કરીને બિઅર્ડને સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવવાનો. મુંબઈની ગરમીમાં જોકે દાઢી રાખવી એ સારો આઇડિયા ન કહેવાય. યુરોપિયન રિસર્ચરોની વાત બાજુએ મૂકીને માત્ર કૉમન સેન્સની વાત કરીએ તો પણ ગરમીમાં પસીનો અને સતત હવામાં રહેલી વિવિધ રજકણોનો સંપર્ક થતાં દાઢી ફંગસ અને અન્ય ઇન્ફેક્સિયસ બૅક્ટેરિયાનું ઘર બની જાય એવી શક્યતા વધી જાય છે. એવા સમયે શેવિંગ એ સારો ઑપ્શન છે. જોકે વષોર્થી શેવિંગ કરનારા ઘણા પુરુષો એની સાચી મેથડથી પરિચિત નથી. આજે કેટલાક મહત્વના મુદ્દા પર ધ્યાન દઈએ.

ઊંધું શેવિંગ નહીં

મહિલાઓએ શરીર પરના વાળ કાઢવા માટે વૅક્સ કરતી વખતે કેટલાક ખાસ ડુઝ ઍન્ડ ડોન્ટ્સનું ધ્યાન રાખવું પડતું હોય છે અને એ વાત પુરુષોની દાઢી માટે પણ લાગુ પડે છે. જાણીતા સ્ટાઇલિશ મિહિર સોનાવણે કહે છે, ‘ઘણા પુરુષો ઉતાવળમાં શેવિંગ કરવાના ચક્કરમાં શેવિંગની દિશા બદલી નાખે છે. તમે કઈ રીતે શેવ કરો છો એના પર તમારા ફ્યુચર હેરનો ગ્રોથ નર્ભિર કરે છે. જો ખોટી મેથડ વાપરી તો વાળનો ગ્રોથ પણ કાબરચીતરો આવશે. સામાન્ય રીતે ઊંધા ડાયરેક્શનમાં શેવ કરવાથી વાળ જલદી નીકળી જાય છે, પરંતુ એ તમારા અંદરના ફોલિકલ્સને નુકસાન કરે છે. એનાથી તમારી સ્કિન કઠણ થવા લાગે છે. વાળનો ગ્રોથ ખોટી દિશામાં થવાથી આવનારા સમયમાં શેવિંગમાં તકલીફ ઊભી થશે.’

મોઢું ધુઓ છો?

શેવિંગ પહેલાં વાળને ભીના કરી દેવાથી એ સરળતાથી કપાઈ જાય છે. આ સામાન્ય જ્ઞાન લગભગ દરેક પુરુષને હોય જ છે. આમાં ઉમેરો કરતાં મિહિર સોનાવણે કહે છે, ‘મોટા ભાગે લોકો મોઢું ધોઈને દાઢી પર જેલ લગાવીને તરત જ રેઝર ફેરવવા માંડે છે. આજકાલના અલ્ટ્રા મૉડર્ન રેઝરમાં તો શેવિંગ જેલની જરૂર જ નથી એવો દાવો પણ થાય છે. જોકે શેવિંગ જેલ જરૂરી છે અને શેવિંગ જેલ લગાવ્યાની કમસે કમ ત્રણથી પાંચ મિનિટ પછી જ રેઝર ફેરવવામાં આવે તો વાળ ખૂબ જ સ્મૂધલી નીકળી જશે અને કાપા પડવાના કે ઘા વાગવાના ચાન્સ ઘટી જશે.’

રેઝર યોગ્ય છે?

આજકાલ માર્કેટમાં તમારી સ્કિન ટાઇપ મુજબના રેઝર અવેલેબલ છે. જેને લીધે કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનથી તમે બચી શકશો. તમારી સ્કિન પર પિંપલ્સ હોય, સ્કિન સેન્સિટિવ છે, સ્કિન પર હાર્ડ હેર ઊગતા હોય એમ દરેક પ્રકારની સમસ્યા માટે વિશેષ રેઝરને કારણે તમે પૂરા પ્રોટેક્શન સાથે પેઇનલેસ શેવિંગ કરી શકો છો. ઇન્ફેક્શન અને ઍલર્જીથી બચવા માટે ટિટેનિયમનાં રેઝર અવેલેબલ છે.

આફ્ટર શેવ

શેવિંગ કર્યા પછી આફ્ટર શેવ યુઝ કરવો એ પણ સ્ટાઇલ સ્ટેટમેન્ટનો જ એક ભાગ છે. જોકે શેવિંગની ખુશ્બૂને દૂર-દૂર સુધી લઈ જનારા આ આફ્ટર શેવ ત્વચામાં રહેલી સ્નિગ્ધતાને હરી લે છે. કેટલાંક કેમિકલ સ્કિનને ડૅમેજ કરવાનું કામ કરે છે. સેન્સિટિવ સ્કિન હોય તેમને માટે તો ચોખ્ખી મનાઈ છે આફ્ટર શેવની.

columnists fashion heath ledger