લગ્ન પછી પણ હસ્તમૈથુનના બંધાણી બનીને રહેવું પડશે?

09 March, 2021 02:12 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

લગ્ન પછી પણ હસ્તમૈથુનના બંધાણી બનીને રહેવું પડશે?

લગ્ન પછી પણ હસ્તમૈથુનના બંધાણી બનીને રહેવું પડશે?

સવાલ : મારી ઉંમર ૨૯ વરસની છે. તમારી કૉલમમાં ઘણી વાર કહેવાયું છે કે નિયમિત હસ્તમૈથુન કરવાથી વ્યક્તિ સંતોષી અને સુખી રહે છે. જોકે સ્વાનુભવે મને લાગે છે કે વારંવાર હસ્તમૈથુન કરવાથી એનું વ્યસન થઈ જાય છે. એકલો હતો ત્યારે તો મને રોજેરોજ કરવાનું મન થતું. જોકે ગર્લફ્રેન્ડ સાથે સંબંધો શરૂ થયા પછી મેં મૅસ્ટરબેશન કરવાનું શરૂ કરેલું. એને કારણે મારી હાલત વધુ બગડી છે. કામ કરવાનું મન નથી થતું. વજન પણ ઘટી ગયું છે. હસ્તમૈથુન ચાલુ રાખીએ ત્યાં સુધી વાંધો નથી આવતો, પણ બંધ કરવાથી એની વિપરીત અસરો પડવા લાગે છે. શું એનો મતલબ એ કે લગ્ન પછી પણ હસ્તમૈથુનના બંધાણી બનીને રહેવું પડશે? આમાંથી છુટકારો મેળવવા કંઈક માર્ગ બતાવો, પ્લીઝ.
જવાબ : કામુક આવેગોને સંતુષ્ટ કરવા માટે જ્યારે પાર્ટનર ન હોય ત્યારે ખોટા રસ્તે ભટકવાને બદલે હસ્તમૈથુનથી સંતોષ મેળવી લેવો જોઈએ. હસ્તમૈથુન કરવું હેલ્ધી છે, પરંતુ લગ્ન પછી પત્ની બાજુમાં સૂતી હોય ત્યારે પણ હસ્તમૈથુન જ કરવું એવું કહેવાનો આશય ક્યારેય નહોતો. હસ્તમૈથુનને ઊંઘની ગોળીની જેમ વાપરવું યોગ્ય નથી. પત્ની સાથે સુખરૂપ મૈથુન માણશો તો તમને હસ્તમૈથુન ન કર્યાનું યાદ નહીં રહે. એટલે લગ્ન પછી શું થશે એની ચિંતા અત્યારે કરવાની જરૂર નથી. વ્યક્તિ જાતીય સંતૃષ્ટિ હસ્તમૈથુનથી પામે કે મૈથુનથી એ વાત બહુ મહત્ત્વની નથી રહેતી. અમુક-તમુક ચીજો ન કરાય એવું માનવાને બદલે કુદરતી આવેગોને અનુસરશો તો હાલની આ બધી તકલીફો ચૂટકીમાં હવા થઈ જશે.
સુખી દામ્પત્યજીવન માણનારને હસ્તમૈથુનનું વ્યસન લાગી ગયું હોય એવું હજી સુધી સાંભળ્યું નથી. તમને જે તકલીફો થઈ છે એ પણ કાગનું બેસવું ને ડાળનું પડવું જેવો યોગ છે. બને કે એ મનનો વહેમ માત્ર જ હોય. વજન કેમ ઘટ્યું છે અને કામમાં કેમ મન નથી લાગતું એનું કારણ શોધવાની જરૂર છે. હા, એટલું જરૂર કહી શકું કે જે ક્રિયાથી શરીરને અને મનને ખૂબ આનંદ મળતો હોય એવી ક્રિયાથી પરાણે વંચિત રહેવામાં આવે તો મન ઉદ્વિગ્ન રહે એ સ્વાભાવિક છે. જ્યારે તમને ગમતી પ્રવૃત્તિ બળજબરીપૂર્વક છીનવી લેવામાં આવે તો જીવનમાંથી ઉત્સાહ ઘટી જાય અને નીરસતા આવી જવાને કારણે થાક અને સુસ્તી અનુભવાય એવું બની શકે છે. વ્યક્તિ જીવનને રસપૂર્વક જીવતો હોય એ જરૂરી છે

dr ravi kothari columnists sex and relationships