ડિપ્રેશનને કારણે કંઈ જ કરવાની ઇચ્છા નથી થતી, શું કરું?

12 February, 2021 01:43 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

ડિપ્રેશનને કારણે કંઈ જ કરવાની ઇચ્છા નથી થતી, શું કરું?

ડિપ્રેશનને કારણે કંઈ જ કરવાની ઇચ્છા નથી થતી, શું કરું?

સવાલ : મારી ઉંમર ૪૭ વર્ષની છે. લગ્નને વીસ વરસ થઈ ગયાં છે. ડિપ્રેશનને કારણે કંઈ જ કરવાની ઇચ્છા નથી થતી. સાઇકોલૉજીનું ભણેલી મારી એક ફ્રેન્ડને મળવાનું થયું ત્યારે મેં જરાક મનની વાત કરેલી તો તેણે કહેલું કે સેક્સલાઇફમાં ઓટ આવવી શરૂ થાય એટલે તને એકલવાયાપણું લાગતું હશે. જોકે સમસ્યા એ છે કે મને સેક્સમાં રસ નથી પડતો અને મજા પણ નથી આવતી. પતિને હવે મારામાં ખાસ રસ નથી રહ્યા. અમે માંડ મહિને એક કે બે વાર સમાગમ કરીએ છીએ અને એ પછી પણ જાણે એકની એક જ ક્રિયાને કારણે કોઈ જ એક્સાઇટમેન્ટ નથી રહ્નાં. ગંદી ક્લિપ્સ જોઈને તેઓ જાતે સંતોષ લઈ લે છે અને મને સાવ જ ઇગ્નોર કરે છે. એટલે જ હવે તો હું બીજા રૂમમાં છોકરાંઓ સાથે સૂવા જતી રહું છું.
જવાબ : આપણે સેક્સલાઇફ અને ડિપ્રેશનને સંબંધ ચોક્કસપણે હોય છે. જોકે તમારા કેસમાં મને એટલું સમજાય છે કે તમે માત્ર સેક્સલાઇફમાં જ નહીં, તમારા સહજીવન એટલે કે લગ્નજીવનમાં પણ તકલીફ અનુભવી રહ્ના છો. તમારા મનમાં એવું ઘર કરી ગયું છે કે હવે પતિને મારામાં રસ નથી રહ્ના. જરાક શક્યતા વિચારજો કે એવું બની શકે ખરું કે તમે એવું માનીને સેક્સલાઇફ બાબતે ઉદાસિન રહેવા લાગ્યા છો એટલે તમારા પતિને બીજી ચીજોમાં રસ પડવા લાગ્યો છે? આ પહેલાં ઇંડું કે પહેલાં મરઘી જેવો કૉમ્પ્લેક્સ સવાલ છે.
મિડએજમાં સ્ત્રીઓ જાતે જ પોતે જ બે ડગલાં પાછળ હટી જાય છે અને પછી પતિને રસ નથી એમ માનીને દુઃખી થાય છે. તમે કહો છો કે તમારા પતિ તમને ઇગ્નોર કરે છે અને બીજેથી સંતોષ મેળવી લે છે. આ બાબતે તમને દુઃખ થાય છેને? જો તેઓ જાતે એકલા જ સંતોષ મેળવી લે એવું ન ઇચ્છતા હો તો તમે તેમને સાથ કેમ નથી આપતાં? બીજા રૂમમાં સૂવા જઈને તમે જાતે જ તેમને બીજા રસ્તાઓ ખોલી આપ્યા છે. એને બદલે જરાક ઉત્સાહપૂર્વક સામેથી ઇન્ટિમસીની પહેલ કરી શકો? સૌથી પહેલાં તમે પતિમાં રસ લેતા થાઓ તો બની શકે કે સામેથી પણ તે તમારી નજીક આવશે. રતિક્રીડા દરમ્યાન પેદા થતા લવહૉર્મોન્સથી ઑટોમેટિકલી ફીલગુડ ફીલિંગ થશે.

dr ravi kothari sex and relationships columnists