શું હાડકાંની હેલ્થ સેક્સલાઇફને ડિસ્ટર્બ કરી શકે?

17 July, 2019 01:31 PM IST  |  મુંબઈ ડેસ્ક | દર્શિની વશી

શું હાડકાંની હેલ્થ સેક્સલાઇફને ડિસ્ટર્બ કરી શકે?

પ્રતીકાત્મક તસવીર

પતિ અને પત્નીના સબંધ આમ તો હૃદયથી જોડાયેલા હોવાનું કહેવાય છે, પરંતુ ઘણી વખત સામાન્ય એવી વાત પણ તેમના સંબંધોમાં ઓટ લાવવાનું કામ કરે છે. પછી એ વાત સામાજિક હોય, કૌટુંબિક હોય કે પછી અંગત. અન્ય મતભેદ તો ઘરના સભ્યોની સાથે બેસીને ઉકેલી શકાય છે, પરંતુ અંગત સમસ્યાઓની ચર્ચા બધાની સાથે થઈ શકતી નથી. એને લીધે આ સમસ્યા વકરી જાય છે. આવી જ કેટલીક સમસ્યાઓમાંની એક સમસ્યા છે આર્થ્રાઇટિસ. હાડકાંની આ બીમારી ઘણી વખત પતિપત્ની વચ્ચેના અંગત સબંધમાં મુશ્કેલી ઊભી કરી શકે છે, જેને લીધે આ કપલ અન્ય સામાન્ય કપલોની જેમ સેક્સ‍લાઇફ એન્જૉય કરી શકતાં નથી. મૂવમેન્ટને લઈને થતી સમસ્યા તેમની અંગત ક્ષણોને હણવાનું કામ કરે છે એવું લગભગ પંચાવન જેટલા અભ્યાસો પછી અમેરિકાની સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટી દ્વારા આર્થ્રાઇટિસ જર્નલમાં પ્રકાશિત થયું છે. આજે આર્થ્રાઇટિસની સમસ્યા ગંભીર રૂપ લઈ રહી છે ત્યારે આ સર્વે વિશે મુંબઈના નિષ્ણાત ડૉક્ટરોના અભિપ્રાય પણ જાણી લઈએ.

દરેકના કેસ અલગ
હાડકાંની સમસ્યા અંગત ક્ષણોને અસર કરે કે નહીં એ વ્યક્તિગત બાબત છે એમ જણાવીને ઑર્થોપેડિક ડૉક્ટર ડૉ. ડી. પટેલ કહે છે, ‘આર્થ્રાઇટિસ હોય કે અન્ય કોઈ હાડકાંની તકલીફ, થોડી સાવચેતીની સાથે યોગ્ય માર્ગદર્શન બાદ જ ફિઝિકલ રિલેશન બાંધવા જોઈએ એવું હું માનું છું; કારણ કે આ સમસ્યા તમારી મૂવમેન્ટને અસર કરે જ એ સ્વાભાવિક છે. જો પ્રૉપર ધ્યાન ન અપાય તો તકલીફનો સામનો કરવો પડી શકે છે. બેશક, આર્થ્રાઇટિસમાં મેડિસિનનો કોર્સ ચાલુ થઈ જાય એના થોડા સમય બાદ આગળ વધી શકાય છે. બીજું એ કે દરેકના કેસ અલગ-અલગ હોય છે, જેથી પર્સનલ હિસ્ટરી જાણ્યા બાદ જ આમાં વધુ કહી શકાય છે.’
પેઇનકિલરનું કામ કરે
સેક્સલાઇફને લઈને કપલ્સ વચ્ચે ઘણી વખત એવા સવાલો હોય છે જેના વિશે કોઈને પૂછવામાં ખચકાટ અનુભવાતો હોય છે. આમાં શું પૂછવાનું? આવો જ એક સાઇલન્ટ સવાલ છે કે આર્થ્રાઇટિસ હોય તો કપલને ફિઝિકલ સૅટિસ્ફેક્શન મળી શકે કે નહીં? લોકોની સાઇકોલૉજીને પૉઇન્ટ આઉટ કરીને સેક્સોલૉજિસ્ટ ડૉ. હેતલ ગોસલિયા કહે છે, ‘હાડકાંની સમસ્યા સેક્સલાઇફને ડાયરેક્ટ લેવલે અફેક્ટ કરે એવી સંભાવના ઓછી છે. એનું કારણ છે. ચોખ્ખી ભાષામાં એક્સપ્લેન કરું તો જેમ શરીરમાં અનેક હાડકાં આવેલાં છે એવી રીતે સેક્સ માણવાની પોઝિશન પણ અનેક છે. મતલબ કે આવાં કપલ અફેક્ટેડ હાડકાંને અસર નહીં થાય એ પ્રકારની પોઝિશન અપનાવી શકે છે અને સેક્સલાઇફ એન્જૉય કરી શકે છે. પરંતુ કપલને એ વિશે જ્ઞાન હોવું જરૂરી છે. અમારી પાસે ડાયરેક્ટ હાડકાંને સંબધિત તો નહીં, પરંતુ એવાં ઘણાં કપલ આવતાં હોય છે જેઓમાં સેક્સને લઈને જ્ઞાનનો ખૂબ અભાવ હોય છે અને એથી તેઓ ખોટાં હેરાન થતાં હોય છે જેને અમે યોગ્ય માર્ગદર્શન આપીએ છીએ.’
ધારો કે સમસ્યા હોય તો પણ એના પર્યાયો પણ છે એમ જણાવીને ડૉ. ગોસલિયા કહે છે, ‘ઑર્ગેઝમ રિલેશનને ડેવલ્પ કરવા માટે ફિઝિકલ ઇન્ટરકોર્સ હોવો જરૂરી નથી. સૅટિસ્ફેક્શન મેળવવા માટે બીજા અનેક વિકલ્પ છે. ટૂંકમાં કહીએ તો કોઈ પણ પ્રૉબ્લેમ હોય તો પણ પરિણીતો ફિઝિકલ રિલેશનશિપમાં પ્રવેશી શકે છે. એનું સાયન્ટિફિક કારણ આપું તો જ્યારે કપલ ઇન્ટરકોર્સમાં પ્રવેશે છે ત્યારે તેમના શરીરમાં હૅપી હૉર્મોન્સનું નિર્માણ થાય છે, જે એ સમયે એક નૅચરલ પેઇનકિલરનું કામ કરે છે, જેને લીધે ઇન્ટરકોર્સ સમયે શરીરમાં થઈ રહેલા દરદને રાહત આપવાનું કામ કરે છે. આપણા મગજમાં પહેલાંથી વાત ઠસી ગઈ છે કે આમ હોય કે તેમ હોય તો શારીરિક સબંધ નહીં બંધાય વગેરે-વગેરે. આવી ખોટી અને અપૂરતી માહિતીના લીધે કેટલાય સંબંધો તૂટી જતા હોય છે અને બીજું એ કે બેમાંથી એકને હાડકાંની જ નહીં પરંતુ કોઈ પણ સમસ્યા અથવા બીમારી હોય તો એ વિશે બન્નેને જાણ હોવી જોઈએ જેથી રિલેશનશિપ બાંધતી વખતે કોઈ મુશ્કેલી આવે નહીં.’
થોડું પેઇન થઈ શકે
આર્થ્રાઇટિસ અને સેક્સની વચ્ચે કોઈ સબંધ નથી એવું ગાયનેકોલૉજિસ્ટ ડૉ. મનીષા દેસાઈ કહે છે. તેઓ આ વિશે આગળ જણાવતાં કહે છે, ‘આર્થ્રાઇટિસ અથવા તો હાડકાંની કોઈ બીમારીને કારણે ફિઝિકલ રિલેશનશિપ ક્રીએટ કરવામાં હસબન્ડ-વાઇફને સાયન્ટિફિક રીતે કોઈ અસર થતી નથી. આવા કેસમાં ફિઝિકલ રિલેશનશિપ વખતે થોડું પેઇન થઈ શકે છે બાકી કોઈ વાંધો નથી. આ સમસ્યાને લીધે કન્સીવ કરવામાં પ્રૉબ્લેમ થતો હોય એવા કોઈ કેસ મારી પાસે આવ્યા નથી અને હું માનતી પણ નથી કે આવી સમસ્યાને લીધે આવાં કપલ્સ ડૉક્ટર પાસે આવતાં હોય. બીજું કે ગાયનેકની દૃષ્ટિએ મેનોપૉઝ કે પછી બીજી કોઈ હૉર્મોન્સની અપડાઉન થતી સમસ્યાને લીધે ઘણી વખત આ સમયે સ્ત્રીઓની સેક્સ પ્રત્યેની રુચિ ઘટી જતી હોય છે. વર્તણૂક પણ બદલાય છે, જેને લીધે ઘણી વખત પાર્ટનર પણ કંટાળી જતા હોય છે. પરંતુ જ્યારે મેનોપૉઝનો પિરિયડ પૂરો થઈ જાય ત્યાર પછી હૉર્મોન્સનું લેવલ પ્રૉપર બને. પરંતુ ત્યાં સુધી રિલેશનશિપ પર અસર પડે છે. ગાયનેકની રીતે જોઈએ તો ઘણી વખત એવું જોવાયું છે કે મેનાપૉઝ બાદ સ્ત્રીઓનાં હાડકાં નબળાં પડી જાય છે જેને લીધે સાધારણ ઘા થાય તો પણ હાડકાંમાં ફ્રૅક્ચર આવી જાય છે, જે ઇશ્યુ ઊભા કરી શકે છે  આ સિવાય હાડકાંની બીજી કોઈ તકલીફમાં એવું નથી. હા, પણ કોઈ સિરિયસ પ્રૉબ્લેમ હોય જેમ કે મોટું ફ્રૅક્ચર આવ્યું હોય કે પછી લૉન્ગ ટાઇમનો બેડ રેસ્ટ આવ્યો હોય ત્યારે પાટર્નરને રિલેશનશિપમાં કો-ઑપરેટ કરવામાં સફળતા મળતી નથી અને પ્રૉબ્લેમ આવે છે.’

આ પણ વાંચો : Seema Bhanushali:પરિવારની સાથે પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે આ જાણીતા બ્યુટિશિયન

‘આર્થ્રાઇટિસ હોય કે અન્ય કોઈ હાડકાંની તકલીફ, થોડી સાવચેતીની સાથે યોગ્ય માર્ગદર્શન બાદ જ ફિઝિકલ રિલેશન બાંધવા જોઈએ. - ડૉક્ટર ડૉ. ડી. પટેલ
હાડકાંની સમસ્યા સેક્સલાઇફને ડાયરેક્ટ લેવલે અફેક્ટ કરે એવી સંભાવના ઓછી છે. - ડૉ. હેતલ ગોસલિયા
આર્થ્રાઇટિસ અથવા તો હાડકાંની કોઈ બીમારીને કારણે ફિઝિકલ રિલેશનશિપ ક્રીએટ કરવામાં હસબન્ડ-વાઇફને સાયન્ટિફિક રીતે કોઈ અસર થતી નથી. - ડૉ. મનીષા દેસાઈ

columnists