અંધારી આલમના જાણ્યા-અજાણ્યા કિસ્સા

19 April, 2020 07:24 PM IST  |  Mumbai | Vivek Agarwal

અંધારી આલમના જાણ્યા-અજાણ્યા કિસ્સા

પ્રતિકાત્મક તસવીર

દાઉદના નામ પર તેના સંબંધીઓ જે પણ કરી છૂટે એ ઓછું છે.

એપ્રિલ ૨૦૦૮માં સમાચાર મળ્યા કે દાઉદનો સંબંધી એક નૌસૈનિકની જમીન હડપ કરી જવા માગે છે. એ સંબંધીનું નામ ખલીલ અલી પૌત્રિક છે અને તે પણ ડી-કંપની માટે કામ કરે છે.  તે દાઉદનો મામો થાય.

નૌસેનાના જે સૈનિકની જમીન હડપ કરવાનું કાવતરું ઘડાયું તેમનું નામ હમીદ ઉસ્માન મુલ્લાજી છે. તેઓ બીજા વિશ્વયુદ્ધના નૌસૈનિક છે.

ચિપલૂણ પ્રદેશના ધામનદેવી ગામના નિવાસી હમીદને ડી-કંપનીના ચેલા ખલીલે પકડી લીધા. તેમણે જમીન તેના નામે કરી દેવા માટે તેમને કહ્યું. હમીદે ઇનકાર કરી દીધો. ખલીલ અને તેના સાથીઓએ હૉકી વડે આ નૌસૈનિકને એવો માર માર્યો કે ઘટનાસ્થળે જ તેમણે દમ તોડ્યો. ત્યારથી ખલીલ ફરાર છે. આ મામલો કોંડિવલી ગામ, ખેડ તાલુકો, રત્નાગિરિ જિલ્લાનો છે.

હમીદના પુત્ર ઉસ્માને -૭૦બીની અરજી આપી, પણ દાઉદની બીકથી સ્થાનિક અધિકારી પણ કશું કરી શક્યા નહીં.

મુંબઈની અંધારી આલમમાં એક કહેવત મશહૂર છેઃ

ચા કરતાં કીટલી ગરમ.

columnists vivek agarwal