કચ્છી કક્કાક્ષરી

31 December, 2019 02:57 PM IST  |  Kutch | Rashmin Khona

કચ્છી કક્કાક્ષરી

કક્કા કુડા કજે ન કમ

ખખ્ખા ખમ્યા ધરજે મન

ગગ્ગા ગાજે ગોવિંદ ગીત

ઘઘ્ઘા ઘરમેં રખજે પ્રીત

ચચ્ચા ચોરીનું રો દૂર

છછા મનમેં રખજે ન છૂર

જજા જમજો રખજે ડર

ઝઝા ઝઘડો કજે ન પર

ટટા ટાબરિયેંસે પ્યાર

ઠઠા ઠલા ન કઢજે ખાર

ડડ્ડા ખોટી ન હણજે ડિંગ

ઢઢ્ઢા ઢોલ વજાય ધણીંગ

તત્તા તરજે ભવસર પાર

થથ્થા થલ થલ પોખજે ડાળ

દદ્દા દાન કરે થીજે દાતાર

ધધ્ધા ધર્મજી કજે સંભાળ

નન્ના નારાયણકે ન્યાર

જેમ્યાં તોજી આય ભલીવાર

પપ્પા પરાઈ કજે ન પંચાત

ફફફા બોલજે કડે ન ફાગ

બબ્બા બૂરી કજે ન નજર

ભભ્ભા ભયકે દિલમ્યાં હર

મમ્મા મનકે રખજે સાફ

યય્યા યમ કંધે ઇન્સાફ

રરા રટજે આતમરામ

લલા લખ્ખસેં ભીડજે હામ

વવા વધારીજે ના વેર

શશા શકનમેં થીજે ન ઝેર

ષષા ષટ અવગુણે કે છડ્ડ

સસ્સા સારે રસ્તે પગલાં મંડ

હહા મારજે કડે ન હેણ

ક્ષક્ષા ક્ષત્રિય રખજે વટ્ટ

જ્ઞજ્ઞા જ્ઞાન જા ભરજે ઘટ્ટ

“કક્કાક્ષરી” જો જપજે જપ

“રશ્મિન” સફળ થીંધો ત તપ

columnists