કૉલમઃબોલો, કાઉન્સેલિંગ કરાવનારા પુરુષો વધુ કમાય

15 April, 2019 11:47 AM IST  | 

કૉલમઃબોલો, કાઉન્સેલિંગ કરાવનારા પુરુષો વધુ કમાય

પ્રતીકાત્મક તસવીર

 મનોચિકિત્સાની દૃષ્ટિએ જોઈએ તો કોઈ પણ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય માટે સાઇકોથેરપી શ્રેષ્ઠ અને અસરકારક સારવાર છે. જોકે એ બહુ જ ખર્ચાળ અને સમય માગી લેતી સારવાર હોવાના કારણે એટલી પ્રચલિત નથી, પરંતુ થોડા સમય પહેલાં બ્રિટનમાં કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે સાઇકોથેરપીની સારવાર કરાવનારા પુરુષોનું માનસિક સ્વાસ્થ્ય જ નહીં, ફાઇનૅન્શિયલ સ્વાસ્થ્ય પણ સારું રહે છે. બ્રિટિશ હાઉસહોલ્ડ પૅનલ સર્વેના અર્થશાસ્ત્રીઓએ અંદાજે ત્રણ હજાર પુરુષો અને પાંચ હજાર મહિલાઓ સાથે વાત કરી તેમના માનસિક સ્વાસ્થ્ય સંબંધિત એક રસપ્રદ સર્વે કર્યો હતો. સર્વેમાં જાણવા મળ્યું હતું કે સાઇકોથેરપીની સારવાર લીધા બાદ પ્રોફેશનલ લેવલ પર પુરુષોનું પર્ફોર્મન્સ સારું રહ્યું હતું અને તેમની આવકમાં ૧૩ ટકા જેટલો વધારો થયો હતો, જ્યારે સાઇકોથેરપી સારવાર લેનારી મહિલાઓની આવકમાં માત્ર ૮ ટકાનો જ વધારો નોંધાયો હતો. આ દિલચસ્પ માહિતી મેળવ્યા બાદ કદાચ હવે પુરુષો આ સારવાર પ્રત્યે ગંભીરતા દાખવશે એમ લાગે છે.

columnists