: તમે બળવાન હો ત્યારે ચિંતા કરવાની પ્રક્રિયા હરીફને સોંપી દેવામાં શાણપણ

02 October, 2020 07:23 PM IST  |  Mumbai | Manoj Joshi

: તમે બળવાન હો ત્યારે ચિંતા કરવાની પ્રક્રિયા હરીફને સોંપી દેવામાં શાણપણ

પ્રતિકાત્મક તસવીર

‘શું લાગે છે, યુદ્ધ થશે?’

સવારના સોસાયટીમાં મૉર્નિંગ વૉક કરતા હોઈએ ત્યારે આ પ્રશ્ન પૂછવામાં આવે અને રાતે ડબિંગ પતાવીને ઘરે પાછા જતા હોઈએ ત્યારે ડબિંગ સ્ટુડિયોના ગેટ પર ઊભેલો સિક્યૉરિટી ગાર્ડ પણ આ જ વાતથી દિવસનું સમાપન કરે છે : ‘ભાઉ, ક્યા લગતા હૈ, હમ યુદ્ધ કરેંગે?’

સવારથી રાત સુધીમાં આ જ પ્રશ્ન પૂછવામાં આવે છે. અત્યારે વાતાવરણ જ એવું છે કે જેમાં વાતો માત્ર અને માત્ર ભારત અને ચાઇનાની થઈ રહી છે. ચાઇના સાથે આમ થશે અને ભારત આવું સ્ટેપ લેશે. ચાઇના પરમાણુ બૉમ્બ ફોડશે અને ભારત પરમાણુ બૉમ્બ ફૂટે એ પહેલાં જ ચાઇનામાં સત્તાપલટો લાવી દેશે. જે થાય એ, સત્તાધીશો અને આપણી સેના જાણે, પણ એક વાત બહુ સ્પષ્ટ છે કે જો ભૂલથી પણ યુદ્ધ થયું તો આપણે જીતવાના છીએ અને આપણે જીતીશું એ પછી દુનિયાભરમાં આપણો ડંકો વાગશે. વાત નંબર બે, આપણી જે ક્ષમતા છે અને આપણી જેવી તૈયારી છે એને જોતાં કહી શકાય કે આપણે શ્રેષ્ઠતમ રીતે વિશ્વભરના શાંતિના દૂત તરીકે પ્રસ્થાપિત થશું, પણ એ પ્રસ્થાપિત થયા પછી પણ આપણે શૂરવીર કહેવાશું.

જો પરિણામ આપણા પક્ષમાં હોય, જો નિર્ણય આપણા હાથમાં હોય અને જો શક્તિ આપણાં બાવડાંમાં હોય તો કોઈ જગ્યાએ ડરવાની કે એની વાતો કરવાની જરૂર નથી. ચાણક્યએ કહ્યું છે : ‘જે સમયે તમે બળવાન હો એ સમયે ચિંતા કરવાની ક્રિયા તમારે હરીફને આપી દેવી જોઈએ.’

બહુ ઉમદા શબ્દો છે આ. જો સમજાય નહીં તો ફરી એક વાર વાંચી લેજો. જે સમયે તમે બળવાન હો એ સમયે ચિંતા કરવાની ક્રિયા તમારે હરીફને આપી દેવી જોઈએ. આપણે બળવાન છીએ, આપણે શક્તિશાળી છીએ અને સૌથી મહત્ત્વનું કે આપણે સાચા છીએ. બસ, વાત પૂરી થઈ ગઈ. આપણે કોઈ જાતનો હવે ડર રાખવાનો નથી. ડર તો ચાઇનાએ રાખવાનો છે. બીક તો એણે મનમાં સાચવી રાખવાની છે. ભય તો એણે પોતાની નસોમાં વહેતો કરવાનો છે. જરા કલ્પના તો કરો કે આપણે તો ઉત્સુકતા સાથે યુદ્ધ વિશે વાત કરીએ છીએ અને પ્રશ્નો પૂછીએ છીએ, પણ ચાઇનામાં આ જ વાત કેવી રીતે જોવામાં આવતી હશે અને કેવી રીતે પૂછવામાં આવતી હશે. ભલું થજો ભારતીય સરકારનું કે અત્યારે એ શાંતિ ધરીને બેઠી છે. તાકાતવાન અને બળવાન જ્યારે શાંત બેઠું હોય ત્યારે હરીફ અંદરથી ફફડવા માંડતો હોય છે. દિમાગ ફાટવા માંડતું હોય છે અને હૃદયની ધડકન બમણી થઈ જતી હોય છે. ચાઇનાની આ જ માનસિકતા છે અત્યારે. કોરોના પછી દુનિયા આખી પાસેથી એને જાકારો મળી ગયો છે અને એ જાકારાના કારણે હવે એવી અવસ્થા છે કે ચાઇનાના હૃદયના ધબકારા ધીમા પડવા માંડ્યા છે. ચાઇનાને હરાવવા, ચાઇનાને તોડવા અને ચાઇનાને ખતમ કરવાની ખેવના માત્ર ભારત એકની નથી અને એ હકીકતને ધ્યાનમાં રાખીને જ કહું છું, ચાઇના અત્યારે એ પરિસ્થિતિમાં છે કે એ ગમે ત્યારે કોમામાં પટકાઈ શકે છે.

ભારત કંઈ કરે નહીં તો પણ...

columnists manoj joshi