મમ્મી-પપ્પા કરતાં વધુ સારા માર્ક આવે તો પુરુષો વધુ પોરસાય

08 April, 2019 11:03 AM IST  | 

મમ્મી-પપ્પા કરતાં વધુ સારા માર્ક આવે તો પુરુષો વધુ પોરસાય

પુરુષોની સફળતા અને ખુશી તેમના પેરન્ટ્સના એકૅડેમિક પર્ફોર્મન્સ પર નર્ભિર કરે છે. યુકેની એક યુનિવર્સિટીએ કરેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે પુરુષોના આત્મવિશ્વાસ પર તેમના પેરન્ટ્સની એજ્યુકેશનલ હિસ્ટરીનો રોલ મહત્વનો હોય છે, જ્યારે સ્ત્રીઓને આ બાબતથી ખાસ ફરક પડતો નથી. યુરોપના ૨૭ દેશોના આશરે પચાસ હજાર લોકો સાથે વાતચીત કર્યા બાદ તારણ નીકળ્યું હતું કે પુત્ર પર પેરન્ટ્સની શૈક્ષણિક લાયકાતનો ખૂબ જ ઊંડો પ્રભાવ પડે છે. પુરુષોના પેરન્ટ્સ કરતાં જો તેઓ વધુ સારું પફોર્મ કરી શકે તો તેમના આત્મવિશ્વાસ પર એનો જોરદાર પૉઝિટિવ પ્રભાવ પડે છે. આ જ વાત ઊંધી પણ લાગુ પડે. જો પેરન્ટ્સના એજ્યુકેશનલ પર્ફોમન્સ કરતાં પુરુષો પાછળ રહી જાય તો તેઓ ભવિષ્યમાં ડિપ્રેશનનો ભોગ બને છે. એટલું જ નહીં, તેમનું અંગત જીવન પણ ડામાડોળ થઈ જાય છે. બ્રિટિશ સોશ્યોલૉજિકલ અસોસિએશન દ્વારા જુદી-જુદી ત્રણ શ્રેણીમાં કરવામાં આવેલા અભ્યાસમાં તારણ નીકળ્યું છે કે પુરુષોની સાઇકૉલૉજિકલ હેલ્થ માટે પેરન્ટ્સનું એજ્યુકેશન હોવું અત્યંત જરૂરી છે.

columnists