HIV પૉઝિટિવ હોય તે વ્યક્તિ લગ્ન કરી શકે?

02 November, 2020 09:51 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

HIV પૉઝિટિવ હોય તે વ્યક્તિ લગ્ન કરી શકે?

પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારી ઉંમર ૩૪ વર્ષ છે. મારાં લગ્ન હજી નથી થયાં. યંગ એજથી જ મને કૉલગર્લ પાસે જવાનો ચસકો હતો. ત્રણ વર્ષ પહેલાં મને HIVનો ચેપ લાગી ગયો છે. એને કારણે અત્યાર સુધી મેં લગ્ન કરવાનું ટાળ્યું છે. એની ટ્રીટમેન્ટ ચાલુ છે અને હવે મારા રિપોર્ટ્સ પણ ઘણા સારા આવ્યા છે. મારે જાણવું છે કે HIV પૉઝિટિવ હોય તે વ્યક્તિ લગ્ન કરી શકે? હાલમાં હું માત્ર હસ્તમૈથુન જ કરું છું. લગ્ન પછી હંમેશાં કૉન્ડોમ પહેરીને સમાગમ કરવામાં આવે તો શું બીજા પાર્ટનરને એનો ચેપ લાગી શકે?
જવાબ- માત્ર સમાગમના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો HIV પૉઝિટિવ વ્યક્તિ તેની ઇમ્યુન સિસ્ટમ જ્યાં સુધી સંપૂર્ણપણે ખોરવાઈ નથી જતી ત્યાં સુધી સેક્સલાઇફ માણી શકે છે. જોકે તમે પ્રભુતામાં પગલાં માંડવાનું નક્કી કરો ત્યારે સામેવાળી વ્યક્તિને તમારી બીમારી વિશે વાકેફ કરીને પછી જ લગ્ન કરવાં જોઈએ; કારણ કે સુખી લગ્નનો પાયો વિશ્વાસ, સચ્ચાઈ અને પ્રેમ પર આધારિત હોય છે. સામાજિક અને નૈતિક રીતે એ યોગ્ય નથી કે તમે એવી કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરો જે નૉર્મલ હોય એટલે કે HIV પૉઝિટિવ ન હોય. તમે જરૂર અન્ય કોઈ HIV પૉઝિટિવ હોય એવી પાર્ટનર પસંદ કરીને લગ્ન કરી શકો છો. એનાથી તમને એકમેકને આ તકલીફ સામે લડવામાં સપોર્ટ પણ મળશે. ધારો કે તમે HIV પૉઝિટિવ વ્યક્તિ સાથે લગ્ન કરો તો પણ સમાગમ વખતે કૉન્ડોમ પહેરવું અત્યંત આવશ્યક છે. જો કૉન્ડોમ પહેર્યા વગર તમે સમાગમ કરશો તો એકમેકમાં વાઇરસ લોડ એટલે કે વાઇરસનો જથ્થો વધવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોય છે. તમારી ટ્રીટમેન્ટમાં જરાય ગાબડું પાડશો નહીં. નવી સારવાર-પદ્ધતિને સ્ટ્રિક્ટ્લી ફૉલો કરશો તો આ જ રીતે ચેપ કાબૂમાં રહેશે અને તમે પ્રમાણમાં સ્વસ્થતા સાથે જીવન જીવી શકશો.

dr ravi kothari sex and relationships columnists