બૅક માટેનો બૅકઅપ પ્લાન

14 June, 2021 03:27 PM IST  |  Mumbai | Jigisha Jain

ફોલ્ડેબલ આર્મ રિસ્ટ સપોર્ટર આજકાલ ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ પર ધૂમ વેચાઈ રહ્યા છે ત્યારે જાણીએ કાંડા અને હાથને સપોર્ટ આપતો આ ટેબલ એક્સ્ટેન્શન જેવો હાથો કેટલો ઉપયોગી છે ને એ કઈ રીતે વાપરવો

બૅક માટેનો બૅકઅપ પ્લાન

વર્ક ફ્રૉમ હોમને કારણે અનેક લોકોને બૅકપેઇન, શોલ્ડરપેઇન અને હાથના જૉઇન્ટ્સમાં પેઇન થવાની સમસ્યામાં ધરખમ વધારા થયો છે. મોટા ભાગે ઑફિસમાં પ્રૉપર સીટિંગ અરેન્જમેન્ટ હોય છે ત્યારે આવી તકલીફ ઓછી થાય છે, પરંતુ ઘરે જો ડેડિકેટેડ અને લાંબો સમય કમ્ફર્ટેબલી કામ કરવા માટે જ બનાવેલું વર્ક-સ્ટેશન ન હોય તો આ મુસીબત પ્રોફેશનલ્સ અને સ્ટુડન્ટ્સ બન્નેને વધારે નડે છે. આ જ સમસ્યાના ઉકેલ માટે આજકાલ ટેબલ અને ચૅર બન્નેના એક્સ્ટેન્શનની ગરજ સારે એવાં આર્મરેસ્ટનું ચલણ વધ્યું છે. ટેબલની કિનારી પર સ્ક્રૂ વડે ભરાવી શકાય અને પછી એનો હાથો જરૂરિયાત મુજબ ઊંચોનીચો કરી શકાય એવું આ ફ્લૅક્સિબલ હૅન્ડલ છે જેની પર કાંડાથી લઈને કોણી સુધીનો ભાગ આરામથી પ્લેસ કરી શકાય છે. એક નહીં, અનેક કંપનીઓએ આ આર્મરેસ્ટ બહાર પાડ્યાં છે જેની કિંમત લગભગ ૪૯૦ રૂપિયાથી લઈને ૧૨૫૦ રૂપિયા સુધીની છે. પ્લાસ્ટિક, ફાઇબરના પ્લૅટફૉર્મ અને સ્ટીલના હાથાવાળું આ એક્સ્ટેન્શન વાપરવાથી ગરદન અને ખભાની અનેક સમસ્યાઓનું નિરાકરણ બની શકે છે એવો દાવો થઈ રહ્યો છે. 
ખભા પરનો સ્ટ્રેસ
અંધેરીમાં લગભગ દાયકાથી વધુનો અનુભવ ધરાવતા ઑર્થોપેડિક સર્જ્યન ડૉ. સચિન ભાટ આજકાલ વધી રહેલા બૅક અને નેક પેઇનનું કારણ પ્રૉ પર સીટિંગ અરેન્જમેન્ટ છે એવું માને છે. તેઓ કહે છે, ‘ઑફિસ અને કમ્પ્યુટર વર્ક માટે સ્યુટેબલ હોય એવી ચૅર અને ડેસ્કની હાઇટ ન હોય તો ખભા, ગરદન અને બૅકની તકલીફો વધે છે. આર્મ રેસ્ટ માટેની જે પ્રોડક્ટ હાલમાં ચલણી બની છે એને જો પ્રૉપરલી યુઝ કરવામાં આવે તો એનાથી ખભા પર આવતો સ્ટ્રેસ ચોક્કસ ઘટી શકે છે.’
સપોર્ટ ચોક્કસ મળે
જ્યારે ખુરસીના હાથા અને ટેબલની હાઇટ વચ્ચે યોગ્ય તાલમેળ ન હોય ત્યારે કીબોર્ડ પર ટાઇપ કરતી વખતે કે માઉસ ઑપરેટ કરતી વખતે કોણીથી આગળનો ભાગ નીચે ઝૂલતો રહે છે, એને કારણે શોલ્ડર પર વધુ સ્ટ્રેસ આવે છે. એમ જણાવતાં ડૉ. સચિન ભાટ કહે છે, ‘હાથને યોગ્ય સપોર્ટ મળી જાય તો સ્ટ્રેસ ઘટે છે. અલબત્ત, માત્ર આર્મરેસ્ટ લાવીને લગાવી દેવાથી સમસ્યાનું સૉલ્યુશન નથી આવી જવાનું. તમારી ચૅર અને ટેબલની હાઇટનું ઍડજસ્ટમેન્ટ પણ એટલું જ જરૂરી છે. સ્ક્રીન અને આંખ વચ્ચેનું અલાઇન્મેન્ટ પણ એટલું જ જરૂરી છે અને હાથને પ્રૉપર ફ્રીડમ સાથેનો રેસ્ટ મળે એ પણ એટલું જ જરૂરી છે. હા, જો આ પ્રકારનું ડિવાઇસ વાપરવામાં આવે તો એનાથી શોલ્ડરના મસલ્સને સપોર્ટ મળી જાય છે અને સમસ્યા વકરતી અટકી શકે છે.’

આર્મરેસ્ટની ખાસિયતો શું?

 ડ્યુરેબલ એબીએસ મટીરિયલ અને પ્લાસ્ટિકની પેડેડ મેમરી ફોમ ધરાવતી સરફેસ છે.
 ફોલ્ડેબલ, ડીટૅચેબલ અને કમ્પ્યુટર બૅગમાં સાથે લઈને ફરી શકાય એવું કૉમ્પેક્ટ ડિઝાઇન ચારેકોર ફરી શકે એવી ૧૮૦ ડિગ્રી રોટેટેબલ મૂવમેન્ટ
 પાંચ સેન્ટિમીટર જેટલું જાડું ડેસ્ક હોય તો એની પર લગાવી શકાય. 
 ડાબા કે જમણા કોઈ પણ હાથ માટે વાપરી શકાય એવું ઍડજસ્ટેબલ છે.
ક્યાં મળશે?: અમૅઝોન અને ઍલીએક્સપ્રેસ
કિંમતઃ ૪૯૦ રૂપિયાથી 
૧૨૫૦ રૂપિયા

 હાથને યોગ્ય સપોર્ટ મળી જાય તો સ્ટ્રેસ ઘટે છે. અલબત્ત, માત્ર આર્મરેસ્ટ લાવીને લગાવી દેવાથી સમસ્યાનું સૉલ્યુશન નથી આવી જવાનું. તમારી ચૅર અને ટેબલની હાઇટનું ઍડજસ્ટમેન્ટ પણ એટલું જ જરૂરી છે.
ડૉ. સચિન ભાટ, ઑર્થોપેડિક સર્જ્યન

Jigisha Jain columnists