બન્ને છોકરીઓની હાઇટ સારીએવી વધી ગઈ છે, પરંતુ બ્રેસ્ટની સાઇઝ જૂદી કેમ

18 November, 2020 02:50 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

બન્ને છોકરીઓની હાઇટ સારીએવી વધી ગઈ છે, પરંતુ બ્રેસ્ટની સાઇઝ જૂદી કેમ

પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારે બે દીકરીઓ છે. મોટીને ત્રણ મહિનામાં પંદર વર્ષ પૂરાં થશે અને નાની દીકરી છે તેર વર્ષની. બન્ને હાલમાં પ્યુબર્ટી-એજમાંથી પસાર થઈ રહી છે. મારે જાણવું એ છે કે છોકરીઓમાં સ્તનનો વિકાસ કઈ ઉંમરે થાય? મારી નાની દીકરીનો છાતીનો ભાગ વધુ ઉભારવાળો છે, જ્યારે મોટી દીકરીની બૉડીમાં હજી એવો ચેન્જ દેખાતો નથી. તેને હજી માસિક આવવાનું પણ શરૂ થયું નથી. કહેવાય છે કે માસિકની શરૂઆત થયા પછી સ્તનનો વિકાસ થતો નથી. શું આ વાત સાચી છે? બન્ને છોકરીઓની હાઇટ સારીએવી વધી ગઈ છે, પરંતુ બ્રેસ્ટની સાઇઝમાં જ ફરક છે. નાની દીકરીના શારીરિક વિકાસને કારણે મારી મોટી દીકરી લઘુતાગ્રંથિ ફીલ કરે છે. તેનો છાતીનો ઉભાર વધારવો હોય તો શું કરી શકાય? કોઈ તેલ કે દવાઓ છે જેનાથી આ શક્ય બને?
જવાબ- પ્યુબર્ટીનો સમય દરેક છોકરીઓમાં અલગ-અલગ હોય છે. એનાં લક્ષણો દેખાવામાં પણ કોઈ નિડ્ઢિત અને ચોક્કસ ક્રમ નથી હોતો. એટલે નાની દીકરીમાં છાતીનો ઉભાર વધ્યો છે અને મોટીમાં નથી થયો એ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. ઇન ફૅક્ટ, તમારા આવા ઑબ્ઝર્વેશનથી અને આ બાબતે ચિંતા-ચર્ચા કર્યા કરવાથી મોટી દીકરીમાં આ વિશે ગ્રંથિ બંધાઈ શકે છે. તમારી નાહકની ચિંતા તેને લઘુતાગ્રંથિ ન આપે એ માટે પણ તમારે આ બાબતને વધુ મહત્ત્વ આપવું ઠીક નથી. બ્રેસ્ટની સાઇઝ જે પણ હોય એનો સહજ સ્વીકાર કરતાં અને એની યોગ્ય કૅર કરતાં શીખવું બહુ જ જરૂરી છે.
બીજું, દરેક સ્ત્રીમાં સ્તનની સાઇઝ પણ સરખી નથી હોતી અને હોવી જરૂરી પણ નથી. નાનાં બ્રેસ્ટ્સ હોય કે મોટાં, એનાથી તેના જાતીય વિકાસનાં પરિમાણોમાં કોઈ જ ફરક નથી પડતો. હા, જો તમે ઇચ્છતા હો કે છાતીનો પ્રદેશ વધુ સારી રીતે વિકસે તો તેના ઊભા રહેવાના અને બેસવાના પૉસ્ચરને ટટ્ટાર રાખો. સારા યોગશિક્ષક કે ફિટનેસ ટ્રેઇનરની મદદથી ખભા, છાતી અને હાથના સ્નાયુઓ સ્ટ્રેચ થાય અને સ્ટ્રેન્ગ્થ વધે એવી કસરતો કરાવો. બેન્ચ પ્રેસ, વૉલ પ્રેસ અને બૉલ એક્સરસાઇઝ દ્વારા અપર બૉડીના સ્નાયુઓને મજબૂત કરી શકાય એમ છે.પ્યુબર્ટી દરમ્યાન હાઇટ વધે, હાડકાં મજબૂત થાય અને ઓવરઑલ બાંધો હેલ્ધી થાય એ માટે સંતુલિત ડાયટ બાબતે પણ કાળજી રાખવી જરૂરી છે.

dr ravi kothari columnists sex and relationships