મૅસ્ટરબેશન બાદ ઇન્દ્રિયની આજુબાજુમાં સફેદ દાણા ચોંટેલા હોય છે

19 February, 2021 07:39 AM IST  |  Mumbai | Dr. Ravi Kothari

મૅસ્ટરબેશન બાદ ઇન્દ્રિયની આજુબાજુમાં સફેદ દાણા ચોંટેલા હોય છે

પ્રતીકાત્મક તસવીર

સવાલ: ૨૭ વર્ષનો સિંગલ યુવક છું. કોઈ રિલેશનશિપમાં હોવાથી સંતોષ માટે મૅસ્ટરબેશન કરતો હોઉં છું. મોટા ભાગે રાત્રે આ ક્રિયા પતાવ્યા પછી એટલો થાક લાગી જાય છે કે એમ જ ઊંઘ આવી જાય છે. વીર્ય મારા અન્ડરવેઅરથી જ સાફ કરી લઉં છું. સવારે ઊઠીને જ્યારે બાથરૂમમાં જોઉં છું ત્યારે ઇન્દ્રિયની આજુબાજુમાં સફેદ દાણા ચોંટેલા હોય છે. શું વીર્ય પણ દૂધની જેમ ફાટી જાય? કે પછી આ દાણા એ કોઈક ઇન્ફેક્શનનું લક્ષણ છે? મારા વીર્યની ક્વૉન્ટિટી પૂરતી છે અને રંગ પણ સફેદ જ હોય છે. એમાંથી વાસ પણ નથી આવતી, પરંતુ સવારે જ્યારે સાફ કરું ત્યારે ઇન્દ્રિયના ફોલ્ડ કરેલા ભાગમાંથી ભયંકર વાસ આવે છે. પહેલાં આવું નહોતું થતું, તો શું વારંવાર હસ્તમૈથુન કરવાને કારણે તો આવી મુસીબત નહીં હોયને?

જવાબ: પ્રાઇવેટ પાર્ટ ઢંકાયેલો રહેતો હોવાથી એમાં ગરમી વધુ રહે છે અને જ્યાં ગરમી વધુ હોય ત્યાં ભેજ અને વાસની સમસ્યા રહેવાની. તમે જે વર્ણન કર્યું એ મુજબ વીર્યમાંથી ગઠ્ઠા કે દાણા નથી નીકળતા, પણ સવારે ઇન્દ્રિયની સફાઈ દરમ્યાન દાણા જેવું નીકળે છે બરાબર? તમારી સમસ્યાનું કારણ પણ તમે જ જણાવી દીધું છે. વીર્ય નીકળ્યા પછી તમે અન્ડરવેઅરથી જ સાફ કરી લો છો એને કારણે ઇન્દ્રિયની યોગ્ય સફાઈ નથી થઈ હોતી અને એટલે ઇન્દ્રિયની ફોરસ્કિનની અંદરના ભાગમાં વધુ કચરો જમા થાય છે જે સવારે તમને દાણા જેવો દેખાય છે. વીર્યની પોતાની કોઈ તીવ્ર ગંધ નથી હોતી, પરંતુ એ ફોરસ્કિનમાં ભરાઈ રહે તો એમાં સ્મેલ આવી શકે છે.

ફોરસ્કિન આગળ-પાછળ કરીને અંદરના ભાગને રોજ બરાબર સાફ કરવામાં ન આવતો હોય તો એ જગ્યાએ સફેદ છારી જેવો કચરો બાઝે છે. એને સ્મેગ્મા કહે છે. એની સ્મેલ પણ ખરાબ હોય છે. તમે દિવસમાં બે વાર સ્વચ્છ પાણી અને સાબુથી ઇન્દ્રિયના ભાગને સાફ કરો એ જરૂરી છે. સફાઈને કારણે સ્મેગ્માની જમાવટ નહીં થાય. હવેથી હસ્તમૈથુન કર્યા પછી જો ઊભા થવાનો કંટાળો આવતો હોય તો અન્ડરવેઅરથી જ એ ભાગ સાફ કરવાને બદલે બીજો સ્વચ્છ નૅપ્કિન હાથવગો રાખો. બીજા દિવસે સવારે એને ધોઈ નાખો. સૌથી સારી આદત છે પાણીથી સફાઈ કરી લેવાની. ‌દિવસમાં બે વાર સાબુ અને સ્વચ્છ પાણીથી એ ભાગને ચોળીને ફોરસ્કિનને પાછળ ખેંચીને એ ભાગ સાફ કરવાની આદત રાખશો તો સમસ્યા સૂલઝી જશે.

વધુપડતું હસ્તમૈથુન કરવાથી થાક લાગે અથવા તો ઇન્ફેક્શન થાય એવી માન્યતા સાવ જ પાયા વિનાની છે. 

columnists dr ravi kothari sex and relationships