ચાલીસ વર્ષ પછી ભારતમાં વૃદ્ધો અને યુવાનોની સંખ્યા સરખી હશે

05 June, 2019 12:14 PM IST  | 

ચાલીસ વર્ષ પછી ભારતમાં વૃદ્ધો અને યુવાનોની સંખ્યા સરખી હશે

વૃદ્ધો અને યુવાનોની સંખ્યા સરખી

આપણા દેશની ગણના વિશ્વના સૌથી યુવા દેશમાં થાય છે એ વાત સો ટકા ગર્વ લેવા જેવી છે, પરંતુ વૃદ્ધોની સંખ્યામાં પણ એટલી જ ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે એવા અહેવાલ આવ્યા છે. થોડા સમય પહેલાં પ્રકાશિત હેલ્પ એજ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર ૨૦૫૦ સુધીમાં ભારતમાં વૃદ્ધો અને યુવાનોની સંખ્યા લગભગ સરખી હશે. દેશની રાજધાની અને અન્ય શહેરોમાં વૃદ્ધાશ્રમોમાં રહેતા વૃદ્ધોની ગણતરી, તેમના સ્વાસ્થ્યની કાળજી રાખતી સંસ્થાઓ અને અન્ય આંકડાના આધારે ઉપરોક્ત રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. એકવીસમી સદીની શરૂઆતમાં દેશની રાજધાની દિલ્હીની કુલ વસ્તીના છ લાખ (લગભગ ૫.૨ ટકા) લોકો સાઠ વર્ષની ઉપરના હતા. ૨૦૧૧ના સેન્સસમાં આ સંખ્યા વધીને ૮ લાખ ૭૫ હજાર થઈ ગઈ હતી. આગામી ૨૦૨૧ના સેન્સસમાં આ આંકડો સોળ લાખની નજીક પહોંચી જશે એવી અપેક્ષા છે. અન્ય રાજ્યોમાં પણ આ જ પરિસ્થિતિ હોવાનું અનુમાન છે. વૃદ્ધોની વસ્તીમાં થઈ રહેલા સતત વધારાને ધ્યાનમાં રાખી તેમની કાળજી અને સુરક્ષાને લઈને અનેક સમસ્યાઓ સામે આવી છે. આ દિશામાં યોગ્ય પગલાં લેવા સરકારી અને બિનસરકારી સંસ્થાઓએ પ્રયાસો શરૂ કરી દીધા છે.

આ પણ વાંચો : વૃદ્ધાશ્રમ વેલકમ

columnists