બે ગર્લફ્રેન્ડ સાથેના બ્રેકઅપ પછી મૅસ્ટરબેશનનું મન નથી થતું

09 February, 2021 08:37 AM IST  |  Mumbai | Dr. Ravi Kothari

બે ગર્લફ્રેન્ડ સાથેના બ્રેકઅપ પછી મૅસ્ટરબેશનનું મન નથી થતું

પ્રતીકાત્મક તસવીર

સવાલ: હું ૨૯ વર્ષનો છું. દસ-બાર વરસ પહેલાંથી હસ્તમૈથુન શરૂ કરેલું. એ વખતે જાણે નશો ચડી ગયેલો. ક્યારેક તો દિવસમાં બે-બે વાર કરતો. કૉલેજમાં ગર્લફ્રેન્ડ પણ હતી, એની સાથે પણ મેં અનેકવાર એન્જૉય કર્યું. જોકે અંગત ઝઘડા અને મતભેદોને કારણે તે મને છોડીને જતી રહી. છેક ચાર વર્ષ પછી એના ગમમાંથી બહાર આવ્યો. આ સમય દરમ્યાન હસ્તમૈથુનની આદત સાવ જ ઘટી ગયેલી. મને મન જ નહોતું થતું. એક વરસ પહેલાં ઑફિસની બીજી છોકરી સાથે પ્રેમ થયો. અફેર શરૂ થયું એ પછી ફરીથી મને ખૂબ તીવ્ર કામેચ્છાના ઊભરા આવવા લાગ્યા. હસ્તમૈથુનની ફ્રીક્વન્સી તો વધી જ, સાથે સેક્સની ઇચ્છા પણ તીવ્ર થઈ ગઈ. છ મહિના પહેલાં બીજી છોકરી પણ મારા જીવનમાંથી ચાલી ગઈ અને ફરીથી શૂન્યાવકાશ સર્જાઈ ગયો. હવે મને મૅસ્ટરબેશનનું મન પણ ભાગ્યે જ થાય છે. સુંદર છોકરીને જોઉં તોય કંઈ એક્સાઇટમેન્ટ નથી થતું. નાઇટફૉલ થઈ જાય છે. પેનિસ સંકોચાઈ ગઈ છે, ઉત્તેજના વખતે પણ ઘણી નાની દેખાય છે. શું કરું?

જવાબ: મને લાગે છે કે બે-બે વાર પ્રેમમાં મળેલી નિષ્ફળતાને કારણે અત્યારે તમને માનસિક રીતે અસ્વસ્થતા અનુભવી રહ્યા છો. જ્યારે વ્યક્તિ નકારાત્મક સોચ ધરાવતી હોય ત્યારે તેને બધું જ ખરાબ થઈ રહ્યું હોય એવું લાગ્યા કરે છે. એને જ કારણે સેક્સલાઇફમાંથી રસ ઘટી ગયો હોવાનું ફીલ થાય છે. જીવનમાં જે શૂન્યાવકાશ પ્રસરી ગયો છે એના પરિણામો તમને અંગત લાઇફમાં વર્તાઈ રહ્યા છે. મને લાગે છે કે આ લક્ષણોને માત્ર સેક્સલાઇફની સમસ્યા તરીકે ન જોતાં તમે કોઈ સારા મિત્ર સમાન સાઇકોલૉજિસ્ટની હેલ્પ લો.

જો તમારું ડિપ્રેશન દૂર થશે તો સેક્સલાઇફ પહેલાં જેવી જ થઈ જશે એની મને ખાતરી છે. ઇન્દ્રિય નાની લાગે છે એ તમારો ભ્રમ છે. અત્યારે કદાચ ઉત્તેજના ઓછી આવતી હોય એ માટે શારીરિક સમસ્યા નહીં, પણ માનસિક અસ્વસ્થતા કારણભૂત હોવાની શક્યતાઓ વધુ છે. નાઇટફૉલ થઈ જાય છે એ બતાવે છે કે હૉર્મોન સિસ્ટમ પણ વ્યવસ્થિત ચાલી રહી છે. માત્ર આઘાત અને ગમમાંથી બહાર આવશો તો સેક્સલાઇફ એકદમ નૉર્મલ લાગશે. 

columnists dr ravi kothari sex and relationships