આ રીતે ઘરે બનાવો બ્રેડ-વેજિટેબલ ઢોકળાં

11 July, 2019 10:50 AM IST  |  મુંબઈ ડેસ્ક | ધર્મિન લાઠિયા - આજની વાનગી

આ રીતે ઘરે બનાવો બ્રેડ-વેજિટેબલ ઢોકળાં

બ્રેડ વેજિટેબલ ઢોકળાં

આજની વાનગી

સામગ્રી

☞ ૮ નંગ બ્રેડ

☞ ૧૦૦ ગ્રામ રવો

☞ ૧ કપ મિક્સ વેજિટેબલ (વટાણા, ગાજર, કાંદા, કૅપ્સિકમ)

☞ ૩ નંગ લીલાં મરચાં

☞ ૩ ટી-સ્પૂન તેલ

☞ ૧ ટી-સ્પૂન બેકિંગ સોડા

☞ મીઠું સ્વાદાનુસાર

☞ પાણી જરૂર મુજબ

☞ ૧ કપ દહીં

રીત

બ્રેડની કિનારી કાપી બ્રેડનો ભૂકો કરી દહીંમાં વીસ મિનિટ પલાળવું. પેસ્ટમાં રવો નાખી વેજિટેબલ ઉમેરવાં. એમાં તેલ, સોડા, મીઠું, લીલાં મરચાંની પેસ્ટ નાખી મિક્સ કરવું. જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું. ૩૦ મિનિટ માટે ઢાંકીને રાખવું. થાળીમાં તેલ લગાડી ખીરું નાખી વરાળમાં ૧૦ મિનિટ માટે બાફવું. ગ્રીન ચૂંટણી સાથે ગરમ-ગરમ ઢોકળાં સર્વ કરો.

આ પણ વાંચો : આ રીતે બનાવો ગાજરનાં મૂઠિયાં

columnists Gujarati food indian food mumbai food