ચોમાસામાં આ રીતે ગ્રિલ્ડ કૉર્ન સૅલડ બનાવો અને ખાઓ, લાગશે ચટાકેદાર

18 June, 2019 11:53 AM IST  |  | ઘ‌ર્મિન લા‌ઠિયા - આજની વાનગી

ચોમાસામાં આ રીતે ગ્રિલ્ડ કૉર્ન સૅલડ બનાવો અને ખાઓ, લાગશે ચટાકેદાર

ગ્રિલ્ડ કોર્ન સલાડ

આજની વાનગી

સામગ્રી

☞ ૧ પૅકેટ અથવા ૧ મકાઈ શેકેલી

☞ ૧ કપ બ્રેડ ક્રુટોન્સ

☞ ૧ ટી-સ્પૂન ઑલિવ ઑઇલ

☞ મીઠું-મરી

☞ અડધો કપ લાલ કાંદા (દેશી)

☞ અડધો કપ ચેરી ટમેટાં

☞ અડધો કપ કાકડી ચોરસમાં કાપેલી

☞ ૧ કૅપ્સિકમ ચોરસમાં કાપેલું (લાલ/ પીળું/ ગ્રીન)

☞ અડધો કપ મોઝરેલા ચીઝ બૉલ શેપમાં અથવા ચોરસ

અથવા

☞ પનીર ક્યુબ્ડ

☞ ૩ ટેબલ-સ્પૂન બેસિલ લીવ્ઝ

ડ્રેસિંગ

☞ ૧/૩ કપ ઑલિવ ઑઇલ

☞ બે ટી-સ્પૂન રાઇસ વાઇન વિનેગર

☞ અડધો ટી-સ્પૂન મસ્ટર્ડ પેસ્ટ

☞ ૧ કળી લસણ

☞ ૧/૪ ટી-સ્પૂન ઑરેગાનો

☞ ૧/૪ ટી-સ્પૂન મીઠું

☞ ૧/૮ ટી-સ્પૂન મરી

રીત

☞ ૧. એક બોલમાં શેકેલા મકાઈના દાણા લેવા.

☞ ૨. એક પૅનમાં તેલ ગરમ કરી એમાં એક દિવસ જૂની બ્રેડના પીસ (ચોરસ) લઈ એમાં મીઠું-મરી નાખી ક્રિસ્પ કરવા. સાઇડમાં રાખવા.

☞ ૩. ડ્રેસિંગની સામગ્રી મિક્સ કરવી.

☞ ૪. એક બોલમાં મકાઈના દાણા, ચૉપ્ડ વેજિટેબલ્સ, ચીઝ અથવા પનીર, બ્રેડ ક્રુટોન્સ લઈ મિક્સ કરવું. સૅલડ પત્તાં પણ લઈ શકાય છે.

☞ ૫. એના પર ડ્રેસિંગ રેડી બરાબર મિક્સ કરી તરત જ સર્વ કરવું.

આ પણ વાંચો : આવી રીતે બનાવો ચટપટો શેઝવાન સૉસ

columnists Gujarati food mumbai food indian food