જાણો કઈ રીતે બનાવશે ઘરે ઍપલ-ટમેટાંની ચટણી

12 March, 2019 03:13 PM IST  |  | ધર્મિન લાઠિયા

જાણો કઈ રીતે બનાવશે ઘરે ઍપલ-ટમેટાંની ચટણી

ઍપલ-ટમેટાંની ચટણી

આજની વાનગી

સામગ્રી

* ૨૫ ગ્રામ ટામેટાં

* ૧૫૦ ગ્રામ સફરજન

* ૧૦૦ ગ્રામ ખાંડ

* ૧૦૦ ગ્રામ આદું

* બે નંગ તજ

* ૪ નંગ લવિંગ

* ૪ નંગ એલચી

* મીઠું સ્વાદ મુજબ

રીત

ટમેટાં અને સફરજનને છોલી બારીક સમારવાં. એમાં થોડું પાણી નાખી પાંચ મિનિટ ઉકાળવું. સહેજ ઠંડું થાય એટલે મિક્સરમાં ક્રશ કરી એમાં ખાંડ અને આદું નાખી ફરીથી થોડી વાર ઉકાળો. ઘટ્ટ થવા આવે એટલે આંચ પરથી ઉતારી એમાં બધા મસાલા મિક્સ કરી ડબ્બામાં ભરી લો.

આ પણ વાંચો : બોરિંગ ડાયટ ફૂડને બનાવો ઈન્ટરેસ્ટિંગ ઉમેરો ઓટ્સ ભેળ

indian food mumbai food columnists