વ્યભિચાર ક્યારે ગુનો ગણાય, ક્યારે નહીં?

08 January, 2019 10:53 AM IST  |  | Taru Kajaria

વ્યભિચાર ક્યારે ગુનો ગણાય, ક્યારે નહીં?

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

સપ્ટેમ્બર મહિનામાં આપણી સર્વોચ્ચ અદાલતે એક કિસ્સામાં ચુકાદો આપેલો કે ઍડલ્ટરી એટલે કે વ્યભિચાર ગુનો નથી. અલબત્ત, એ ચુકાદો કાયદાની એક ખાસ કલમ સંદર્ભે હતો. પરંતુ હા, શબ્દો તો આ જ પ્રયોજાયા હતા. એ વખતે કેટલાક લોકોએ ઊહાપોહ પણ કરેલો કે હવે શું બાકી રહ્યું? આ તો દેશની સર્વોચ્ચ અદાલતે વ્યભિચારીઓને કાનૂની લાઇસન્સ આપી દીધું.

ખેર! ત્યારે સર્વોચ્ચ અદાલતે વ્યભિચાર વિશેના ચુકાદામાં એક ટિપ્પણી ઉમેરેલી. પાંચ ન્યાયમૂર્તિની બનેલી એ બેન્ચે કહેલું કે કોઈ પણ પતિ કે પત્ની તેના જીવનસાથીની વ્યભિચારી વર્તણૂકને કારણે આત્મહત્યા કરે તો તેને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા બદલ કે એમ કરવામાં મદદરૂપ થવા બદલ દોષિતની સામે કાનૂની કારવાહી કરી શકાય છે.

પરંતુ હમણાં બૉમ્બે હાઈ કોર્ટે તેનાથી વિપરીત એક ચુકાદો આપ્યો છે. એ વાંચીને આપણા ‘સારા-નરસા’ના કે ‘ઉચિત-અનુચિત’ના ખ્યાલો ઉપરતળે થઈ જાય. એના પર મોટો પ્રfનાર્થ લાગી જાય. ત્રણેક વરસ પહેલાં થાણેમાં એક બૅન્કના અધિકારીએ આત્મહત્યા કરી હતી. એના કારણમાં એવું હતું કે તેની પત્ની તેની પીઠ પાછળ તેના જ મિત્રો સાથે અfલીલ વાતો કરતી હતી અને સસ્તા જોક કરતી હતી. પોતે જેને પ્રેમ કર્યો હોય, પોતાના ઘરમાં લાવ્યો હોય અને પોતાના ઘર-પરિવાર તેના હવાલે કર્યા હોય એ વ્યક્તિ પોતાની પીઠ પાછળ આપણને છેતરતી હોય એ કેટલી દુ:ખદ અને આઘાતજનક ઘટના છે એ તો જેના પર વીતી હોય એ જ સમજે, બરાબરને? એ બૅન્કરને પણ પોતાની સાથે થયેલા વિશ્વાસભંગનો ઊંડો આઘાત લાગ્યો હશે. શક્ય છે કે એ કદાચ લાગણીશીલ વ્યક્તિ હોય. પત્નીના એ વર્તનને પરિણામે તેને જીવન જીવવા જેવું ન લાગ્યું હોય અને એ આઘાતમાં તેણે પોતાને આગ ચાંપીને આત્મહત્યા કરી લીધી. પોલીસે એ કિસ્સામાં પત્ની પર પતિને આત્મહત્યા કરવા પ્રેરવાનો કેસ નોંધ્યો હતો.

હમણાં ત્રણ વરસ પછી મુંબઈ હાઈ કોર્ટમાં આ કેસનો ચુકાદો આવ્યો. તેમાં એ સ્ત્રી નિર્દોષ ઠરી છે, કારણ કે ન્યાયમૂર્તિઓના મતે તેણે કંઈ પોતે પતિના દોસ્તો સાથે ફોનસેક્સ કરે છે એવું પતિને કહ્યું નહોતું. મતલબ કે પોતાનાં છાનગપતિયાંની જાણ કરીને તેણે પતિને ઉશ્કેર્યો નહોતો. મહિલાના વકીલે દલીલ કરી કે તેણે તો છાનામાના પતિના મિત્રો સાથે એવી વાતો કરી હતી. એટલે તેણે તેના પતિને આત્મહત્યા માટે ઉશ્કેર્યો ન કહેવાય. એ વકીલની દલીલને માન્ય રાખતાં ન્યાયમૂર્તિઓએ કહ્યું કે પતિની ચેતવણીને અવગણીને તેના દોસ્તો સાથે પત્નીએ ફોન પર સેક્સી વાતો ચાલુ રાખી હોય અને પતિને પાછી જણાવતી હોય કે મેં તો આમ કયુર્ંે છે તો તેણે પતિને આત્મહત્યા માટે ઉશ્કેર્યો એમ કહી શકાય!

કાનૂન અંધા હૈ એવું આપણે વાંચ્યું અને સાંભYયું છે, પણ આમ કોઈ-કોઈ વાર જોવા પણ મળી જાય છે! પતિ-પત્નીના સંબંધો પરસ્પર વિશ્વાસ પર ટકેલા હોય છે. એક પતિને તેની પત્ની પર અને પત્નીને પતિ પર ભરોસો હોય એ અપેક્ષિત છે. અલબત્ત, આજના આધુનિક સમયમાં અનેક કિસ્સામાં પતિ અને પત્ની એકમેકની જાસૂસી કરતાં જોવા મળે છે. એ માટે પ્રોફેશનલ્સની સેવાઓ તેઓ લેતાં હોય છે. આમ છતાં પોતાના પર ભરોસો હોય એવા માણસની પત્ની જ્યારે પતિને છેતરીને તેના જ મિત્રો સાથે સેક્સ-ટૉક કરતી હોય તો એ બાબત કોઈ સેન્સિટિવ વ્યક્તિને ભાંગી પાડવા માટે પૂરતી નથી? એ દુ:ખી પતિએ પત્નીને શું એ બંધ કરવા સમજાવી ન હોય? તેમ છતાં પત્નીએ જ્યારે એ પ્રવૃત્તિ ચાલુ રાખી હશે એ સંજોગોમાં માનસિક રીતે ભાંગી પડેલા પતિને એ સ્થિતિમાં મૃત્યુ જ વિકલ્પ લાગ્યો હોય એ શક્ય છે. આમાં ચોક્કસપણે પત્નીની વર્તણૂકને પતિને એ પગલું ભરવા માટે મજબૂર કરનાર ગણી જ શકાય. પરંતુ સામાન્ય માનવીને તેની કૉમન સેન્સથી જે સમજાઈ જાય છે એ કાનૂનને નથી દેખાતું! કાનૂનની દલીલ તો ગજબની છે કે પત્નીએ પતિથી છાના-છાના એ સેક્સ-ટૉક કરી હતી એટલે તે પતિની આત્મહત્યા માટે કસૂરવાર ન ગણાય!

હકીકતમાં તો ખોટું કરવું અને વળી છુપાવવું એે વધારે મોટો ગુનો છે. જોગાનુજોગ એક અખબારમાં આ કિસ્સાના સમાચાર છપાયા હતા એની બરાબર ઉપર એક બીજા સમાચાર છપાયા હતા. એમાં પતિની હત્યા કરવા બદલ એક શિક્ષિકા અને તેના પ્રેમીને આજીવન કેદની સજા થઈ હતી. એ વાંચતાં વિચાર આવ્યો કે આ બન્ને કિસ્સામાં પત્ની વ્યભિચાર કરતી હતી. એકની બેવફાઈ પતિને આત્મહત્યા કરવા ભણી દોરી ગઈ અને બીજા કિસ્સામાં બેવફા સ્ત્રીએ પ્રેમીની સાથે મળીને પતિને મારી નાખ્યો. બન્ને કિસ્સામાં દગાબાજ સ્ત્રીઓના પતિઓને મરવું પડ્યું. પરંતુ એક સ્ત્રીને સજા થઈ, બીજી નિર્દોષ છૂટી! આ બે ઘટનાઓનો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે દુરાચરણ કરનારા આમાંથી એક ભયંકર પાઠ લઈ શકે : ધાર્યું ખોટું કામ કરવામાં અડચણરૂપ હોય તે વ્યક્તિને માર્ગમાંથી હટાવીશું તો સજા થશે. એના બદલે આડકતરી રીતે એવી સ્થિતિ ઊભી કરી દઈએ કે તે પોતે જ પોતાનો માર્ગ કરીને દૂર થઈ જાય તો સજા નહીં થાય!

આ પણ વાંચો : તાત્કાલિક વેચવાના છે : હિન્દુ તહેવારો, જેની સામે વૉટ્સઍપ-બહાદુરોને બહુ તકલીફો છે

બહુ નિમ્ન કક્ષાની લાગે એવી દલીલ છે, પણ જ્યારે-જ્યારે નરી આંખે દેખાય એવા ગુનાઓ કરનારા પણ કાનૂનના આંગણે નિર્દોષ ઠરે છે ત્યારે-ત્યારે કાયદો પણ જ આવી દલીલો અને તર્કનો સહારો લે છેને! એમાં પણ આવી જ નિમ્નતાનો આધાર લેવાયો હોય છે. કાયદો નિર્દોષની રક્ષા અને ગુનેગારોને સજા અપાવવા માટે છે એ બધી વાતો તો સ્કૂલનાં પાઠuપુસ્તકોમાં જ પુરાઈને રહી ગઈ છે એવું લાગ્યા વગર રહે? હરીન્દ્ર દવેની એક સુંદર નવલકથાનું ર્શીષક યાદ આવી જાય : મોટા અપરાધી મહેલમાં!

columnists