પાકિસ્તાનના જન્મ પાછળ કે બંગલા દેશના ઉદ્ભવ પાછળનો હેતુ શું હતો

22 December, 2019 01:20 PM IST  |  Mumbai | Manoj Joshi

પાકિસ્તાનના જન્મ પાછળ કે બંગલા દેશના ઉદ્ભવ પાછળનો હેતુ શું હતો

કૉમન અમેન્ડન્ટ ઍક્ટની વાત જ્યારે ચાલી રહી છે ત્યારે એનો વિરોધ કરનારા સૌકોઈએ એટલું સમજવું જોઈશે કે તેમના વિરોધનો હેતુ શું છે અને તેમના ‌વિરોધનું કારણ શું છે? શું કામ અફઘાનિસ્તાન, તાલિબાન, પાકિસ્તાન કે બંગલા દેશના નાગરિકોને ભારતનું નાગરિકત્વ આપવામાં આવે, શું કામ એ દેશની આ પ્રજાને ભારતીયોને મળે છે એવો હક્ક-હિસ્સો આપવામાં આવે? એક તરફ તેમનું કહેવું છે કે એ લોકોને ત્યાં સુખ અને શાંતિ નથી મળતાં એટલે તેઓ સૌ અહીં આવી ગયા છે, પણ મારું કહેવું એ છે કે પાકિસ્તાનના જન્મ પાછળ તેમનો ધર્મ જ જવાબદાર હતો.

મુસ્લિમોને અલગ રાષ્ટ્ર મળે એવી માગણી સાથે જ બ્રિટિશરોને કહેવામાં આવ્યું હતું કે હિન્દુઓને અલગ અને મુસ્લિમોને અલગ રાષ્ટ્ર આપો, અમે સુખ-શાંતિથી રહીશું. બંગલા દેશના જન્મ પાછળ પણ આ જ વાત કારણભૂત હતી. શિયા અને સુન્ની મુસ્લ‌િમ સાથે રહી શકતા ન હોવાથી બે અલગ દેશનું કારણ જવાબદાર બન્યું અને બંગલા દેશ બન્યું. આજે બંગલાદેશીઓને જો તેમના જ દેશમાં ન ફાવતું હોય તો હિન્દુસ્તાન એમાં શું કરી શકે? પારકા દેશમાં હક્ક-હિસ્સો મેળવવા માટે તોફાને ચડનારા આ બંગલાદેશી, પાકિસ્તાની લોકોની ફિતરત તો જુઓ તમે કે તેઓ ખોટી રીતે હક લેવા માટે રાજી છે, પણ પોતાના દેશને સ્વીકારવા રાજી નથી.

આ તે ક્યાંનો ન્યાય, આ તે ક્યાંની સિસ્ટમ?

બંગલા દેશ કે પાકિસ્તાનને કેવી રીતે આ દેશમાં રાખી શકાય? જેને આજ સુધી આ દેશે સહન કરી લીધા, આજ સુધી જેને સાચવી રાખ્યા એ લોકો જો બધાં ઋણ ભૂલીને લડવા માટે બહાર ઊતરી આવતા હોય, ઘરના દીકરા જેવાં જ ત્રાગાં કરતા હોય તો આ લોકોને નાગરિકત્વ આપ્યા પછી એ આ દેશની કેવી વલે કરશે?

ન મળવું જોઈએ આ કોઈને નાગરિકત્વ અને એ ન મળે એવા જ હેતુથી કૉમન અમેન્ડમેન્ટ ઍક્ટને અમલમાં મૂકવામાં આવ્યો છે. તમારી પાસે તમારો દેશ છે અને તમારી પાસે તમારું રાષ્ટ્ર છે. એ રાષ્ટ્ર સામે બળવો પોકારવો હોય તો તમારી પાસે તમારી ધરતી પણ છે અને તમારી પાસે તમારી છત પણ છે. ત્યાં જઈને કરો ત્રાગાં, ત્યાં જઈને કરો બધા નાટક. અહીં નહીં, કોઈ કાળે નહીં. આ હિન્દુસ્તાન છે, હિન્દુ રાષ્ટ્ર છે અને એ હિન્દુ રાષ્ટ્ર જ રહેવાનું છે. જો તમે ઇચ્છતા હો તો પણ એ પાકિસ્તાન બનવાનું નથી અને બનવા દઈશું પણ નહીં. આ દેશને પોતાનો માનીને રહે છે એ મુસ્લિમો અહીં રહે જ છે અને એની સામે અમારો કોઈ વિરોધ પણ નથી. વિરોધ એની સામે છે જે વિધર્મી પોતાનું વતન છોડીને આ દેશમાં આવી ગયા છે. સૉરી, આવી નહીં, આ દેશમાં ઘૂસી ગયા છે. તમારા દેશમાં મળનારો એક પણ હિન્દુ તમને સામાન્ય નાગરિક નથી લાગતો, એક પણ હિન્દુ તમને દુખિયારો નથી લાગતો. એ બધા હિન્દુઓ તો તમને જાસૂસ જ લાગે છે અને એવી અપેક્ષા અમારી પાસેથી રાખો છો કે અહીં આવીને તમે વસો અને અમારો દેશ તમને નાગરિકત્વ આપી દે?

ધૂળ અને ઢેફા.

નાગરિકત્વ હોવું, હિન્દુસ્તાનનું નાગરિકત્વ હોવું એ પુણ્યશાળી આત્માનું કામ છે સાહેબ, અને આ વાંચનારો એકેએક નાગરિક એવાં પુણ્ય કરીને આ પુણ્યભૂમિ પર આવ્યો છે.

manoj joshi columnists