અનીસની મેચ ફિક્સિંગ

08 December, 2019 01:47 PM IST  |  Mumbai | Vivek Agarwal

અનીસની મેચ ફિક્સિંગ

પ્રતીકાત્મક તસવીર

ઇ.સ. 2012માં એક વાતની જાણ થઇ...

... કે દાઉદનો નાનો ભાઇ અનીસ પહેલેથી જ ક્રિકેટમાં રસ ધરાવે છે...

ક્રિકેટની મેચ ફિક્સિંગ અને સટ્ટામાં મોટાપાયે તેની સંડોવણી છે...

... તે રહેતો હતો પાકિસ્તાનના કરાચીમાં, પણ ખાડીના દેશો મારફત સટ્ટાનો ધંધો ચલાવતો રહ્યો. આ જ કારણસર અનીસ અને ડી-કંપનીના સટ્ટા તથા મેચ-ફિક્સિંગની ઘણી બધી વાતો બહાર નથી આવી શકતી. ગુપ્તચર સૂત્રો જણાવે છે કે, બનાવટી પાકિસ્તાની પાસપોર્ટના આધારે અનીસ ઘણી સહેલાઈથી સાઉદીમાં અવર-જવર કરતો. તે જેને મળવા માગતો, તેને નિયત સમયે સાઉદી બોલાવતો. તેના સાગરિતો હોટલથી કોઈ ગુપ્ત સ્થળે લઈ જઈને મુલાકાત ગોઠવી આપતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટના સટ્ટામાં કમાયેલું નાણું મોકલવા માટે અનીસ દુબઇ અને કુવૈતમાં રહેલા હવાલા ધંધાદારીઓની મદદ લેતો. આ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ધંધાદારીઓ એવા છે, જેમના વિશે ગુપ્તચર અધિકારીઓને પણ ગંધ નથી આવતી. સામાન્યપણે તે ટૂર એન્ડ ટ્રાવેલ એજન્સી ચલાવનારા અથવા વિદેશી ચલણ વિનિમય એજન્સીઓ કે કંપનીઓના માલિકો છે. જાણવા મળ્યું છે કે, અનીસ ભારતથી દુબઇ અને કુવૈતમાં ભારતીય રૂપિયામાં હવાલા કરાવે છે. ત્યાંથી પાકિસ્તાન માટે ડોલરોમાં હવાલા કરાવે છે. આ રીતે તેને બેવડી આવક થાય છે. પાકિસ્તાનના ગેરકાયદેસર ચલણ ધંધાદારીઓ વચ્ચે એક ડોલર માટે ચારથી પાંચ રૂપિયાનું પ્રિમીયમ સહેલાઈથી મળી જાય છે. તેમાંથી હવાલા પાછળ કરેલો ખર્ચ નીકાળ્યા પછી પણ અનીસને થોડી કમાણી થઈ જતી. ચારે બાજુ સાવચેતીથી નજર ફેરવ્યા બાદ બાતમીદાર બોલ્યોઃ

ઇસકુ કૈતે હૈં ભાઇ... પત્તા કોઈ બી ફેંકો... ખુલેંગા હુકમ કા એક્કા (આને કહેવાય ભાઇ... પત્તું કોઈ પણ ફેંકો... ખુલશે હુકમનો એક્કો)

columnists weekend guide