આલિયા ભટ્ટ તમારા લગ્નમાં પુષ્પવર્ષા કરે તો કેવું?

29 December, 2018 11:02 AM IST  |  | રુચિતા શાહ

આલિયા ભટ્ટ તમારા લગ્નમાં પુષ્પવર્ષા કરે તો કેવું?

પ્રતીકાત્મક તસવીર

શાદી મેં ઝરૂર આના 

અત્યારે બૉલીવુડમાં જેમ લગ્નોની સીઝન ચાલે છે એમ લગ્નોમાં પણ બૉલીવુડનો દબદબો અકબંધ રહ્યો છે. જોકે વેડિંગના ખેરખાંઓ કહે છે કે સેલિબ્રિટીઝને લગ્નમાં બોલાવવાનો ટ્રેન્ડ વધ્યો છે. બૉલીવુડ સ્ટાર, ટેલિવિઝન સ્ટાર, સિંગર એમ દરેક ક્ષેત્રના જાણીતા ચહેરાઓના જુદા-જુદા રેટ-કાર્ડ છે. પોતપોતાના બજેટ પ્રમાણે લોકો સેલેબ્સને પોતાને ત્યાં બોલાવતા હોય છે. વેડિંગ-પ્લાનર અને સેલિબ્રિટી સાથે કનેક્ટ કરાવી આપતી એજન્સીઓ હોય છે જે એની જવાબદારી સંભાળી લે છે.

શો-ઑફનો શ્રેષ્ઠ પર્યાય

તમારાં લગ્નમાં જ્યારે કોઈ સેલિબ્રિટીઝ આવે ત્યારે એ વ્યક્તિના ગ્લૅમરને કારણે લગ્નમાં પણ વધારાનું ગ્લૅમર ઉમેરાઈ જાય. હિરેન્સ હાર્મની ઇવેન્ટના હિરેન મહેતા કહે છે, ‘પોતાનાં લગ્નમાં કોઈ મોટી જાણીતી વ્યક્તિ આવે તો એ દુલ્હા-દુલ્હનની સાથે તેના પરિવાર માટે સ્ટેટસ સિમ્બૉલની વાત છે. મારવાડી અને ગુજરાતી પરિવારોમાં સેલિબ્રિટીઝને બોલાવવાનું ચલણ વધારે છે. અત્યારે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમના કલાકારોને ગુજરાતી મારવાડી પરિવારો વધુ બોલાવે છે. મને યાદ છે કે એક લગ્નમાં આનંદી તરીકે ઓળખાતી પ્રત્યુષા બૅનરજીને પણ અમે બોલાવી હતી અને લગભગ ત્રણેક લાખ રૂપિયા ચાર્જ તેણે લીધો હતો.’

સેલિબ્રિટીઝના ચાર્જિસ વિશે વાત કરતાં હિરેનભાઈ કહે છે, ‘સામાન્ય રીતે થોડીક જાણીતી ટેલિવિઝન સેલિબ્રિટીઝ ત્રણ લાખથી સાત, આઠ, દસ લાખ રૂપિયા સુધીનો ચાર્જ લેતી હોય છે. ઓછા જાણીતા આર્ટિસ્ટ લાખ અને દોઢ લાખમાં પણ આવતા હોય છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’થી લઈને લગભગ દરેક પૉપ્યુલર ટીવી-સિરિયલો અને ફિલ્મ-આર્ટિસ્ટોના રેટ નક્કી હોય છે. એ સિવાય ક્રિકેટરો પણ ગેસ્ટ અપીરન્સ આપતા હોય છે. દરેકની કિંમત તેમની ડિમાન્ડ અને પૉપ્યુલરિટીને આધારે નક્કી થાય છે.’

આ ચાર્જિસ એક લગ્નમાં અપીરન્સ આપવાના એટલે કે લગ્નમાં જઈને પંદર-વીસ મિનિટ રહીને દુલ્હા-દુલ્હન સાથે ફોટો પડાવવાના અને હાય-હેલો કરવાના છે. એમાં જો તમે કોઈ પર્ફોર્મન્સ કે ડાન્સ કરાવડાવો તો ભાવ ડબલ. મોટા ગજાના સિંગર્સ અને હીરો-હિરોઇન તો એના કરતાં પણ વધુ પૈસા લેતા હોય છે. ૨૦૦૧થી વિવિધ પ્રસંગોમાં આર્ટિસ્ટ પ્રોવાઇડ કરતી કંપની બૉલીવુડ આર્ટિસ્ટ બૅન્કનો જાવેદ અલી કહે છે, ‘મારી દૃષ્ટિએ છેલ્લાં બે વર્ષમાં લોકોમાં આ ક્રેઝ વધ્યો છે. પહેલાં તો મોટા-મોટા બિઝનેસમૅન કે ઇન્ડિસ્ટિÿયલિસ્ટ અથવા પૉલિટિશ્યન જ લગ્નમાં સેલિબ્રિટીઝનો અથવા તેમના પર્ફોર્મન્સનો આગ્રહ રાખતા હતા. હવે હાયર મિડલ ક્લાસ ફૅમિલીમાં પણ આ પ્રકારનો ટ્રેન્ડ વધ્યો છે. અફકોર્સ, બૉલીવુડ સેલિબ્રિટીઝ અને સિંગરના ચાર્જિસ ઘણા વધારે હોય છે. આજે Xતિક રોશન કે રણવીર સિંહ જેવા ટૉપના આર્ટિસ્ટ એક કરોડથી લઈને

અઢી-ત્રણ કરોડ રૂપિયાનો ચાર્જ પણ વેડિંગમાં હાજરી આપવાના લેતા હોય છે. અપીરન્સનો જે ચાર્જ હોય એના કરતાં પર્ફોર્મન્સનો ચાર્જ ડબલ હોય. ગયા મહિને અમે હિના ખાનને ભોપાલમાં લઈ ગયા હતા એક પ્રસંગમાં હાજરી આપવા. તેણે ચાર લાખ રૂપિયા લીધા. દિલીપ જોશી ઉર્ફે‍ જેઠાલાલ લગભગ છ લાખ રૂપિયા ચાર્જ કરે છે. ડેઇઝી શાહે થોડાક મહિના પહેલાં એક લગ્નમાં ડાન્સ-પર્ફોર્મન્સ આપ્યો હતો. તો એ અપીરન્સના ચાર્જ કરતાં વધારે પૈસા લે. સોનુ નિગમ, શાન, કૈલાશ ખેર, ઉદિત નારાયણ, જાવેદ અલી જેવા સિંગરો પંદરથી ચાલીસ લાખ રૂપિયા એક લગ્નમાં હાજરી આપવાના અને પફોર્મન્સના લેતા હોય છે. કપિલ શર્મા એક સમયે એક કરોડ રૂપિયા લેતો થઈ ગયો હતો. જોકે હવે તેણે પોતાના ચાર્જ ઘટાડ્યા છે. રાજુ શ્રીવાસ્તવ સાત લાખ રૂપિયા લે છે. સેલિબ્રિટીના ગેસ્ટ અપીરન્સથી પણ વેડિંગને ચાર ચાંદ લાગી જતા હોય છે અને વધુ રૉયલ અને મેમરેબલ બનતા હોય છે. આ વાત સેલિબ્રિટીઝ પોતે પણ જાણે છે એટલે તેમને એની કિંમત પણ મળી જાય છે.’

અહીં ઉલ્લેખનીય છે કે સેલિબ્રિટીઝના ચાર્જ માત્ર તેમની પૉપ્યુલરિટી પર જ નહીં પણ લગ્નપ્રસંગના સ્થળ અને તારીખ પર પણ નિર્ભર કરે છે. જાવેદ અલી કહે છે, ‘કોઈક આર્ટિસ્ટની તારીખ અવેલેબલ ન હોય અને છતાં સામેવાળી પાર્ટીને એ તારીખ પર એ વ્યક્તિ જોઈતી જ હોય તો તેઓ વધુ પૈસા આપીને પણ તેમને બોલાવી લે છે. મારી પાસે ગુજરાતીઓમાં પટેલ અને જૈન કમ્યુનિટીના ક્લાયન્ટ વધારે છે. સેલિબ્રિટીઝની એન્ટ્રી પણ ઘણી વાર અમે થોડીક હટકે કરાવીએ છીએ જેથી લોકોનું તેમના પર પૂરતું ધ્યાન જાય. મોટા ભાગે સેલિબ્રિટીઝને કારણે આ લગ્નો ટૉક ઑફ ધ ટાઉન બનતાં હોય છે અને પૂરતું મીડિયા અટેન્શન પણ વેડિંગને આપોઆપ મળી જતું હોય છે.’

સેલિબ્રિટીઝથી લઈને મ્યુઝિશ્યન અને કૉમેડિયન સુધી આજે લગ્નોમાં હાજરી આપીને વધારાની આવક રળી લે છે. એ જ દિશામાં કેટલાક લોકો એવું પણ માને છે કે લગ્નમાં સેલિબ્રિટીઝને લાવીને લોકો પોતાનું મહત્વ ઘટાડી દેતા હોય છે. હકીકતમાં દરેક લગ્નમાં અસલી સેલિબ્રિટી તો દુલ્હા-દુલ્હન છે તો બીજી સેલિબ્રિટીની જરૂર શું છે એ વાત સાવ કાઢી નાખવા જેવી તો નથી જ.

સામાન્ય રીતે થોડીક જાણીતી ટેલિવિઝન સેલિબ્રિટીઝ ત્રણ લાખથી સાત, આઠ, દસ લાખ રૂપિયા સુધીનો ચાર્જ લેતી હોય છે. ઓછા જાણીતા આર્ટિસ્ટ લાખ અને દોઢ લાખમાં પણ આવતા હોય છે. એ સિવાય ક્રિકેટરો પણ ગેસ્ટ અપીરન્સ આપતા હોય છે. દરેકની કિંમત તેમની ડિમાન્ડ અને પૉપ્યુલરિટીને આધારે નક્કી થાય છે

- હિરેન મહેતા, વેડિંગ પ્લાનર

આ પણ વાંચો : આંખને દૃષ્ટિ હોય, પણ યાદ રહે કે દિમાગને વિઝન હોય અને આવશ્યક એ જ છે

બૉલીવુડ સેલિબ્રિટીઝ અને સિંગરના ચાર્જિસ ઘણા વધારે હોય છે. આજે Xતિક રોશન કે રણવીર સિંહ જેવા ટૉપના આર્ટિસ્ટ એક કરોડથી લઈને અઢી-ત્રણ કરોડ રૂપિયાનો ચાર્જ પણ વેડિંગમાં હાજરી આપવાના લેતા હોય છે. અપીરન્સનો જે ચાર્જ હોય એના કરતાં પર્ફોર્મન્સનો ચાર્જ ડબલ હોય

જાવેદ અલી , બૉલીવુડ આર્ટિસ્ટ બૅન્ક નામની કંપનીનો માલિક

columnists