સેલફોન અને સેલ્ફીઝથી તમારી સ્કિનને બચાવજો

07 January, 2020 04:02 PM IST  |  Mumbai | RJ Mahek

સેલફોન અને સેલ્ફીઝથી તમારી સ્કિનને બચાવજો

સેલ્ફી

પહેલાં કહેવાતું કે માણસને જીવવા જોઈએ રોટી કપડાં ઔર મકાન, પણ હવે એ બદલીને કહેવું પડશે રોટી, કપડાં, મકાન અને મોબાઇલ ફોન. મોબાઇલ વગરની લાઇફની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, પણ આપણી સ્કિનને ખૂબ નુકસાન કરે છે આ ફોન.

ડ્રાયનેસ અને ખંજવાળ

ફોનના રેડિયેશનની નેગેટિવ અસરથી ઘણી વાર ફેસ પર ડ્રાયનેસ, પૅચિસ કે ખંજવાળની તકલીફ થતી હોય છે. ફોન પર વધુ સમય વાત કરવાથી ફોનની ગરમીથી સ્કિન પર લાલ ચકામાં કે ઍલર્જી પણ થતી હોય છે.

આંખો પાસે કરચલી

ફોનના એકદમ ઝીણા-ઝીણા ફૉન્ટ્સના લીધે આંખોને વધારે સ્ટ્રેસ પડે છે, જેને લીધે ક્રૉ-ફીટ એટલે કે કાગડાના પગના આકારની આંખોની આજુબાજુ કરચલીઓ પડવા માંડે છે.

સ્કિન-બેકિંગ

આપણે ત્યાં મોટે ભાગે ગરમી જ હોય છે અને એમાં ફોનની ગરમી લાગે એટલે આપણી સ્કિન રીતસરની બેક એટલે કે શેકાઈ જતી હોય છે. એટલે ફોનની આ ગરમીથી સ્કિનને થતા નુકસાનથી બચવા હૅન્ડ્સ-ફ્રી વાપરી શકાય.

મોસ્ટ અનહાઇજિનિક

ઘણાં રિસર્ચ થયાં છે અને એમાં દરેક વખતે જાણવા મળ્યું છે કે મોબાઇલ પર ટૉઇલેટ સીટ કરતાં પણ વધુ બૅક્ટેરિયા હોય છે જેનાથી સ્કિન પર ઍક્ને થવાની સંભાવના રહે છે. એટલે ઍક્ને અને પિમ્પલ્સથી બચવા આપણા ફોનની સ્ક્રીન અને કવર થોડા-થોડા દિવસે સાફ કરતાં રહેવાં જોઈએ.

ડબલ ચિન

મોબાઇલ ફોનના ઉપયોગ દરમિયાન સતત આપણી ગર્દન વળેલી રહે છે. સ્કિનના કોલાજન તૂટી જાય છે, જેના લીધે ડબલ ચિનની સમસ્યા થાય છે અને નાની ઉંમરમાં જ કરચલીઓ પડવા માંડે છે જેનાથી વ્યક્તિના આત્મવિશ્વાસ પર પણ અસર થતી હોય છે.

આપણા બધાની ફેવરિટ સેલ્ફીઝ પણ આપણને ઉંમરલાયક બનાવી શકે છે.

ડર્મેટોલૉજિસ્ટ્સના કહેવા પ્રમાણે એ જાણવું બહુ આસાન છે કે તમે ફેસની કઈ બાજુ ફોન મૂકી વાપરો છો. સેલ્ફી લેવા તમે એક બાજુ ગર્દન નમાવો છો ત્યાં કરચલી જલદી આવે છે. એલઈડી, ફોટો ફ્લૅશ અને બ્લુ લાઇટથી ઉંમર વધવાની પ્રક્રિયા ઝડપી બની જતી હોય છે.

એટલે ફોનના દીવાનાઓ અને સેલ્ફી ક્વીન્સ, થોડા સંભલકે...  

skin care columnists