સોનું 2019માં વધીને 4500 ડૉલર અને ચાંદી 17 ડૉલર થવાની આગાહી

16 January, 2019 08:53 AM IST  |  | Mayur Mehta

સોનું 2019માં વધીને 4500 ડૉલર અને ચાંદી 17 ડૉલર થવાની આગાહી

ગોલ્ડબાર

બુલિયન બુલેટિન

સ્ટૉકમાર્કેટમાં તેજીનો અતિરેક, બૉન્ડનાં અનાકર્ષક યીલ્ડ અને રિયલ કૅશરેટ ઘટતાં વર્લ્ડના ઇન્વેસ્ટરોમાં ગોલ્ડ ખરીદવાનું આકર્ષણ સતત વધી રહ્યું છે. અધૂરામાં પૂરું, વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોએ પણ ૨૦૧૮થી જ સોનાની ખરીદી વધારી હોવાથી એનો પણ સોનાની માર્કેટને સપોર્ટ મળી રહ્યો છે. આ તમામ કારણોને લઈને સોનું ૨૦૧૯ના અંતે વધીને ૪૫૦૦ ડૉલર અને ચાંદી વધીને ૧૭ ડૉલર થવાની આગાહી પ્રેશિયસ મેટલના ઍનલિસ્ટોએ કરી છે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ચીનની એક્સપોર્ટ ડિસેમ્બરમાં ૪.૪ ટકા ઘટીને બે વર્ષના તળિયે પહોંચી હતી અને ઇમ્પોર્ટ ડિસેમ્બરમાં ૭.૬ ટકા ઘટીને અઢી વર્ષના તળિયે પહોંચી હતી. ચીનમાં ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ૨૦૧૮માં ૦.૯ ટકા વધ્યું હતું અને ડિસેમ્બરમાં ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ૨૪.૯ ટકા વધ્યું હતું. ચીનની મની સપ્લાય ડિસેમ્બરમાં ૮.૧ ટકા વધી હતી જે અગાઉના મહિને આઠ ટકા વધી હતી, પણ માર્કેટની ધારણા ૮.૨ ટકા વધારાની હતી. યુરો એરિયાનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન નવેમ્બરમાં વાર્ષિક ૩.૩ ટકા અને મન્થ્લી ૧.૭ ટકા ઘટ્યું હતું જે ઑક્ટોબરમાં મન્થ્લી ૦.૧ ટકા ઘટ્યું હતું અને માર્કેટની ધારણા ૨.૩ ટકા ઘટાડાની હતી. ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટમાં છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. ભારતનું ઇન્ફ્લેશન નવેમ્બરમાં ઘટીને દોઢ વર્ષના તળિયે ૨.૧૯ ટકા રહ્યું હતું. ચીનના એક્સપોર્ટ-ઇમ્પોર્ટ ડેટા અને યુરો એરિયાના ઇન્ડસ્ટ્રિયલ ડેટા નબળા આવતાં ગ્લોબલ સ્લોડાઉનની શક્યતાને સમર્થનને પગલે સોનું ઘટ્યા ભાવથી સુધર્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

વર્લ્ડના ટૉપ લેવલના ઇન્ડિપેન્ડન્ટ પ્રેશિયસ મેટલ ઍનલિસ્ટ જૉર્ડન એલિયસોએ આગાહી કરી હતી કે વર્લ્ડ માર્કેટમાં સોનું વર્ષાંતે વધીને ૧૪૦૦થી ૧૪૫૦ ડૉલર થશે જે હાલ ૧૩૦૦ ડૉલરની અંદર છે. એલિયસોની દલીલ છે કે ઇન્વેસ્ટમેન્ટ ડાઇવર્સિફિકેશનમાં સોનામાં ઇન્વેસ્ટમેન્ટ વધી રહ્યું છે. મોટા ભાગના સ્ટૉક અત્યારે એકદમ ઊંચા હોવાથી ઇન્વેસ્ટરો સ્ટૉક ખરીદવાનું ટાળી રહ્યા છે, બૉન્ડ યીલ્ડ હવે આકર્ષક રહ્યાં નથી, રિયલ કૅશરેટ ઘણો જ નીચો છે. ૨૦૧૮માં વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોએ ૫૦૦ ટન સોનું ખરીદ્યું હતું જે ટ્રેન્ડ ૨૦૧૯માં પણ ચાલુ રહેશે. અમેરિકન ફેડ દ્વારા ૨૦૧૮માં ચાર વખત ઇન્ટરેસ્ટ-રેટમાં વધારો કરાયો હોવા છતાં સોનાની તેજીને ખાળી શકાઈ નહીં. એ જ રીતે ફેડ ૨૦૧૯માં એક કે બે વખત ઇન્ટરેસ્ટ-રેટ વધારશે તો પણ સોનામાં તેજીની આગેકૂચ ચાલુ રહેશે. ચાંદીના ભાવ પણ ૨૦૧૯માં તેજીમાં રહેવાની આગાહી એક અન્ય ઍનલિસ્ટે કરી હતી. તેણે જણાવ્યું હતું કે ગોલ્ડ-સિલ્વર રેશિયો ૨૦૧૮ના છેલ્લા ક્વૉર્ટરમાં મલ્ટિયર હાઈ લેવલે પહોંચ્યો હતો, જ્યારે ૨૦૧૮માં ચાંદીના ભાવ ૧૦ ટકા ઘટ્યા હતા. ઇલેક્ટ્રિક વેહિકલ રેવલ્યુશન ચાંદીની ડિમાન્ડને આસમાને પહોંચાડશે. છેલ્લા એક મહિનામાં ચાંદીના ભાવ ૧૪.૫૩ ડૉલરથી વધીને ૧૫.૬૦ ડૉલર થયા હોવાથી ચાંદીમાં તેજીનું મોમેન્ટમ વર્ષના આરંભથી જ પકડાયેલું છે. ૨૦૧૯ના અંતે ચાંદી વધીને ૧૭ ડૉલર થવાની આગાહી આ ઍનલિસ્ટે કરી હતી.

columnists