મારી પત્નીને ગમે એ રીતે સ્પર્શ કરું તો પણ અધવચ્ચેથી હાથ ખસેડી લે છે

21 October, 2020 03:45 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

મારી પત્નીને ગમે એ રીતે સ્પર્શ કરું તો પણ અધવચ્ચેથી હાથ ખસેડી લે છે

પ્રતીકાત્મક તસવીર

સવાલ- હું ને મારી વાઇફ સેક્સલાઇફને ખૂબ સારી રીતે એન્જૉય કરીએ છીએ. તમે કહો છો એમ અમે બન્ને એકબીજાના ગમા-અણગમા વિશે પૂછી લઈએ છીએ જેને કારણે બેડરૂમમાં બને ત્યાં સુધી ઑકવર્ડ સિચુએશન ઊભી ન થાય. એમ છતાં ક્યારેક તેને ગમતી ચેષ્ટા પર પણ તે અકળાઈ ઊઠે ત્યારે શું કરવું? મોટા ભાગે તેને ગમે એવું હું કંઈક કરું તો તે એકદમ એક્સાઇટ થઈ જાય છે ને એ પછી હું મારી કોઈ માગણી મૂકું તો તરત તૈયાર થઈ જાય છે. ક્લિટોરિસ પર સ્ટિમ્યુલેશન તેને ગમે છે એ તેના ચહેરા પરથી પણ જણાઈ આવે છે. જોકે અમુક સમય પછી તે અચાનક જ મારો હાથ પકડીને દૂર કરવા લાગે છે. ક્યારેક મને ન સમજાય ને હું જોર કરું તો અકળાઈ ઊઠે છે. તેને ગમતો સ્પર્શ કરવાથી પણ તે અકળાઈ જાય છે એ મારી સમજમાં નથી આવતું.
જવાબ- તમે એકમેકના ગમા-અણગમા વિશે વાતચીત કરો છો ને એ મુજબ પરસ્પરને પ્લીઝ કરવાની ચેષ્ટા કરો છો એ ખૂબ જ હેલ્ધી નિશાની છે. કોઈ પણ ઉંમરે સેક્સલાઇફને તરોતાજા રાખવા માટે આ ખૂબ જરૂરી છે. ઉંમર અને અવસ્થા બદલાતાં ગમા-અણગમાઓમાં પણ પરિવર્તન આવે છે એટલે રોમૅન્ટિક શૅરિંગ કદી બંધ ન કરવું.
સેક્સની બાબતમાં એવું જરૂરી નથી કે કોઈક ચેષ્ટા એક સમયે ગમી એ ચેષ્ટા હરહંમેશ ગમતી જ રહે. અમુક સ્થિતિમાં જે ચેષ્ટા ગમતી હોય એ જ કદાચ અન્ય સ્થિતિમાં એટલીબધી ન પણ ગમે.
હવે સમજીએ સ્ત્રીઓની ક્લિટોરિસની વાત. સ્ત્રીના શરીરમાં ક્લિટોરિસ ખૂબ જ સંવેદનશીલ પાર્ટ છે. ત્યાં આંગળીથી મર્દન કરવાથી સ્ત્રીને ખૂબ જ ગમે છે અને એનાથી તે ચરમસીમાનો અનુભવ પણ કરે છે. જોકે એક વાર પરાકાષ્ઠાનો અનુભવ થઈ જાય એ પછી કેટલીક સ્ત્રીઓમાં એ પાર્ટ અત્યંત સંવેદનશીલ થઈ જાય છે એટલે એ પછી જો તમે પહેલાં જેટલી જ ગતિથી આંગળીની મૂવમેન્ટ ચાલુ રાખો તો પત્નીને એનાથી અસુખ થાય છે. તે તમારો હાથ હટાવવાની કોશિશ કરે છે એનો મતલબ એ છે કે તેને ઑર્ગેઝમ અનુભવાઈ ચૂક્યું છે અને હવે તે સ્પર્શ પ્રત્યે વધુ સંવેદનશીલ થઈ ગઈ છે. જો આ વાત તેને પૂછશો તો તે પણ કંઈક આમ જ વર્ણન કરશે.

dr ravi kothari columnists sex and relationships