કથા સપ્તાહ : ડેવિલ્સ ઍડ્વોકેટ (3)

05 June, 2019 12:25 PM IST  |  મુંબઈ | રશ્મિન શાહ - કથા સપ્તાહ

કથા સપ્તાહ : ડેવિલ્સ ઍડ્વોકેટ (3)

ડેવિલ

કથા સપ્તાહ

‘મિયાં, ખુદા જબ અપના ખેલ શુરૂ કરતા હૈ તબ સબ કુછ નૉર્મલ હોતે હુએ ભી પૂરી કાયનાત બદલ દેતા હૈ...’

‘મૈં કુછ સમઝા...’

‘એય...’

તૌસિફ તૌસિફખાન પોતાની અણસમજ હજી તો મૌલવી ઝફર કુરેશી પાસે મૂકે એ પહેલાં તો રૂમમાંથી કાન ફાડી નાખતી ચીસ આવી.

મૌલવીચાચા એકઝાટકે ઊભા થઈ ગયા.

‘ચાચા, બસ ઐસા, ઐસા હી હોતા હૈ...’ તૌસિથફ ખાનના ચહેરા પર આ ચીસની કોઈ અસર વર્તાતીનહોતી, ‘ડૉક્ટરસાહબ કા કહના યહી થા કી બીટિમયા કો...’

‘કહાં હૈ શાઇસ્તા... ’

મૌલવીચાચાના પગમાં ઝડપ આવી ગઈ હતી. તે ઉપર રૂમમાં જવાનાં પગથિયાં તરફ જવા માટે લગભગ દોડી રહ્યા હતા.

‘ઉપર તેની રૂમમાં’

તૌસિઉફ ખાન પણ તેમની પાછળ દોડ્યા.

ઘરના ઉપરના માળે ત્રણ રૂમ હતી. પહેલી રૂમ સામાન્ય રીતે કોઈ વાપરતું નહોતું બીજી રૂમનો ઉપયોગ ગેસ્ટ-રૂમ તરીકે થતો હતો એટલે મોટા ભાગે એ રૂમ પણ ખાલી રહેતી હતી અને ત્રીજી રૂમ, આ ત્રીજી રૂમ શાઇસ્તાની હતી. આ રૂમનો અડધો ભાગ નળિયાથી ઢંકાઈ ગયેલો રહેતો. ગૅલરી રૂમની સાથે જોડી દેવામાં આવી હતી એટલે ગૅલરીની જગ્યાએ એક મોટી બારી હતી. રૂમમાં બાથરૂમનાં બારણાં બાદ કરતાં બીજું કોઈ બારણું હતું નહીં.

‘ચાલ આ... અંદર આ...’

મૌલવીચાચા જેવા ઉપર પહોંચ્યા કે શાઇસ્તાનની રૂમમાંથી અવાજ આવ્યો. આ અવાજ તૌસિકફ ખાને પણ સાંભળ્યો હતો. અવાજ છેક શાઇસ્તાની નાભિમાંથી તણાઈને આવતો હતો. તૌસિિફ ખાન આ અગાઉ અનેક વાર આ અવાજ સાંભળી ચૂક્યા હતા.

ખટાક..

મૌલવીચાચાએ શાઇસ્તાની રૂમના દરવાજાને ધક્કો માર્યો કે તરત જ દરવાજો ઝાટકા સાથે ખૂલી ગયો. દરવાજો એવી રીતે ખૂલ્યો હતો જાણે અંદરથી કોઈકેજ ખેંચ્યો હોય. મૌલવીચાચાએ રૂમમાં દાખલ થવા જેવો પગ ઉપાડ્યો કે એકાએક રૂમનું બારણું ધડાકાભેર બંધ થઈ ગયું.

ધડામ...

અચાનક દરવાજો બંધ થઈા જવાથી દરવાજો મૌલવીચાચા સાથે જોરથી અફળાયો. મૌલવીચાચાએ મહામુશ્કેલીએ પોતાના શરીરનું સંતુલન જાળવ્યું.

‘હા... હા... હા... પાગલ કહીં કા...’

અંદરથી આવતા અટહાસ્યનો અવાજ આખા બંગલામાં રેલાઈ ગયો.

*****

‘તમને જયારે ખબર પડી કે શાઇસ્તામાં શૈતાનનો વાસ છે ત્યારે તમે શું કર્યું...’

‘પહેલાં તો મને પોતાને મારા વિચારો પર શંકા હતી, પણ રૂમમાં જેકંઈ બન્યું એ જોયા પછી મારા મનની શંકા ચાલી ગઈ. મને ખાતરી થઈ ગઈ, ખાતરી થઈ ગઈ કે શાઇસ્તા પર કોઈ શૈતાને કબજો કરી લીધો છે. એક એવા શૈતાનનો કબજો છે જે ખુદાને પણ ચૅલેન્જ કરવા માટે શક્તિમાન છે...’

મૌલવીચાચાએ અતુલ પરાંજપે સામે જોયું. તેમના ચહેરા પર પરસેવાની બૂંદો બાઝી ગઈ હતી. બાઝી ગયેલી આ બૂંદો વચ્ચે થાક પણ વર્તાતો હતો.

‘ખુદાને પણ ચૅલેન્જ કરી શકે એવો શક્તિમાન! મૈં કુછ સમઝા નહીં ચાચા...’

‘બચ્ચે, હર બાત સમઝને કે લિિએ દિમાગકી ઝુરર઼્ત નહીં હોતી, કભીકબાર દિલ ભી બાત સમઝા દેતા હૈ, દિલ કા ઇસ્તેમાલ કરના પડતા હૈ...’

ચાચા સહેજ અટક્યા પછી તેમણે દરવાજાની બહાર ઊભેલા એક કૉન્સ્ટેબલ સામે ઇશારો કરીને ધીમા અવાજે કહ્યું, ‘જેમ એ જરૂરી નથી કે આ કૉન્સ્ટેબલ તારાથી વધુ શક્તિશાળી ન હોય એમ એ પણ જરૂરી નથી કે દરેક તબક્કે ખુદા કે ભગવાન પણ શૈતાન સામે લડી શકે...’

અતુલ પરાંજપેને ચાચાની આ ફિલસૂફી સ્પષ્ટપણે તો ન સમજાઈ, પણ તેને મન અત્યારે આ ફિલસૂફી કરતાં શાઇસ્તા સાથે ઘટેલી ઘટના અને શાઇસ્તાની થયેલી હત્યા વધુ મહત્ત્વની હતી.

‘ઠીક હૈ, ફિર ક્યા હુઆ...’

*****

‘જુઓ, હું કોઈ અંધશ્રદ્ધાને મહત્ત્વ આપવા માટે આ વાત તમને નથી કહી રહ્યો. તમને પોતાને પણ એ વાતનું આશ્ચર્ય છે કે સીટી સ્કૅન રિપોર્ટ એકદમ નૉર્મલ આવેલો હોવા છતાં શાઇસ્તાનું વર્તન આ પ્રકારનું કેમ છે? હું એ જ કહેવા માગું છું કે તેનું આ વર્તન માત્ર ને માત્ર પરકાયાપ્રવેશને કારણે છે, આત્માએ કરેલો પરકાયાપ્રવેશ. જેમાં...’

‘સ્ટૉપ ધિનસ નૉનસેન્સ...’

ડૉક્ટર કંદર્પ ત્રિવેદીને હવે ખરેખર મૌલવીચાચા પર ગુસ્સો આવતો હતો. મૌલવીચાચા પર પણ અને સાથે-સાથે તૌસિફ ખાન પર પણ. જે બાપની દીકરી ખુદ સાયન્સમાં ભણે છે, સાયન્સમાં ટૉપર છે એ બાપ અત્યારે આવીને એવું કહી રહ્યા છે કે કદાચ તેની દીકરીની અંદર ભૂત છે. કદાચ... નૉનસેન્સ.

‘મિસ્ટર ડૉક્ટર, ફૉર યૉર કાઇન્ડ ઇન્ફર્મેશન, આઇ વૉઝ આ ન્યુક્લિયર એક્સપર્ટ ઇન ઑલ ધિસસ થિંગ્સ...’

લાંબીસ દાઢી, ઘાટા લીલા રંગનો લાંબો ઝભ્ભો, ગળામાં જાતજાતના અને ભાતભાતના રંગબેરંગી પથ્થરોની માળા અને પગમાં સ્લીપર પહેરેલા મૌલવીચાચાના મોઢેથી કડકડાટ અંગ્રેજી સાંભળીને ડૉક્ટર કંદર્પ ત્રિવેદી ક્ષણભર હેબતાઈ ગયા હતા.

આ માણસ એવું કહી રહ્યો છે કે તે એક સમયે ન્યુક્લિયર એક્સપર્ટ હતો. એવું કહી રહ્યો છે કે તે અમેરિકાની સિડનીબૅક યુનિવર્સિટીમાં ભણ્યા છે. તે એવું કહી રહ્યો છે કે તેનાં કપડાં પર જવાને બદલે તે જે હકીકત કહી રહ્યો છે તે હકીકતને સ્વીકારશો તો જ શાઇસ્તાને બચાવી શકાશે...

‘મિસ્ટર, ઝફર કુરેશી આપ...’

કંદર્પ ત્રિવેદીના મનમાં એકસાથે ઘણાબધા સવાલ ફરી રહ્યા હતા. આ માણસ જો ખરેખર આટલો ભણેલો છે તો શું કામ આજે આ લીલાં કપડાં પહેરીને એક મઝારની સામે ધૂપ કરીને આયાત પઢી રહ્યો છે.

‘મિસ્ટર ઝફર કુરેશી આપ... ’

‘વો સબકુછ ભૂલ જાઓ, મુઝે અપની તારીફ નહીં સુનની, મૈં બસ ઇતના ચાહતા હૂં કી બીટિંયા સલામત રહે... ’

‘મુઝ સે આપ ક્યા...’

‘ઔર કુછ નહીં, બસ ઇતના કી આપ વહાં પે હાજીર રહે... ’

*****

‘બતા, ક્યા ચા‌હિય તુઝે...’

‘હુઉઉઉઉ... ’

શાઇસ્તાના ચહેરા પર એક ગજબનાક તણાવ દેખાઈ રહ્યો હતો. તેની આંખો ઉપરની તરફ ખેંચાયેલી હતી, હોઠ એકદમ ભિેડાયેલા હતા અને વાળ સાવ અસ્તવ્યસ્ત થઈ ગયા હતા.

‘બતા... ચલ, અબ બતા... બચ્ચી કો ક્યું પરેશાન કર રહા હૈ... ’

‘હુઉઉઉઉ... ’

શાઇસ્તાના ગળામાંથી નીકળતો વિચિત્ર સૂર ચાલુ જ રહ્યો.

‘નહીં તુઝે જવાબ તો દેના હી પડેગા, તુ તો ક્યા તેરા આકા ભી જવાબ દેગા...’

મૌલવીચાચાએ હથેળીમાં રહેલા લીંબુને બીજા હાથની હથેળીથી દબાવ્યું. લીંબુ પર વજન વધતાંની સાથે બે ઘટના એકસાથે બની, એક તો લીંબુમાંથી રસ ઝરીને નીચે જમીન પર રેલાવા લાગ્યો અને જેમ-જેમ રસ રેલાતો ગયો એમ-એમ શાઇસ્તાના કપાળના બન્ને ભાગ પર લાલાશ ઊભરાવા લાગી.

‘બોલ... કૌન હૈ તુ... ક્યું બચ્ચી કો પરેશાન કર રહા હૈ...’

મૌલવીચાચાના અવાજથી રૂમ આખી ગુંજી ઊઠી. આઇપૅડ હાથમાં લઈને બેઠેલા ડૉક્ટર કંદર્પ ત્રિવેદી પણ એક ક્ષણ ડરી ગયા.

‘આહ... ’

હવે શાઇસ્તાના મોઢામાંથી દરિયાનાં મોજાનાં ફીણ જેવું ઘાટા સફેદ રંગનું થૂંક નીકળવા લાગ્યું.

‘તમને લાગે છે કે... ’

મૌલવીચાચાએ ડૉક્ટર કંદર્પ ત્રિવેદીને હાથના ઇશારાથી જ અટકાવી દીધા.

શાઇસ્તાના ચહેરા પર કોઈ સાવ જુદા જ ભાવ હતા. તે જમીન પર, ભીંતને ટેકો દઈને બેઠી હતી. તેના બન્ને પગ પહોળા થઈ ગયા હતા અને તેના વર્તન પરથી એવું લાગી રહ્યું હતું કે તેના બન્ને પગને કોઈ પરાણે ખેંચી રહ્યું હોય.

‘ક્યું ખુદા કે ઇસ જહાં મેં ભટક રહા હૈ તુ... બતા, બતા તુઝે અબ કિસ બાત કી તકલીફ હૈ... અપને મૌતકો ઉજાગર કા...’

‘તું કોણ છે મને સલાહ આપનારો સાલા... (ગાળ)’

અચાનક શાઇસ્તાએ રાડ પડી. ગળું શાઇસ્તાનું હતું, ઉપયોગ એમાં રહેલી શ્વરપેટીનો જ થતો હતો, પણ અંદરથી આવનારો અવાજ કોઈ ત્રાહિત વ્યક્તિનો હતો.

શાઇસ્તાએ જવાબ આપ્યો કે તરત જ ડૉક્ટર કંદર્પ ત્રિવેદીનું ધ્યાન અને આઇપૅડની સ્ક્રીનપર ગયું. બન્નેમાં રેકૉર્ડિંગચાલુ હતું.

‘યહી માન લે તુ કિ મેં ઇસ બીટિિયા કા બાપ હૂં, મૈં ઇસ બીટિનયા કો...’

‘ભૂલ જા બીટિતયા કો... (ગાળ) અબ વો મેરી હે...’

‘નહીં, ઐસા નહીં હો સકતા, તુમ મર ચૂકે હો ઔર બચ્ચી...’

‘અબ વો ભી મરેગી.... દેખ લે સાલે તું અબ... દેખ...’

અચાનક શાઇસ્તા ઊભી થઈ અને માથું જોરથી ભીંત સાથે અફળાવ્યું.

એક, બે...

શાઇસ્તા જેવું માથું ત્રીજીવાર અફળાવા જતી હતી કે મૌલવીચાચાએ ઊભા થઈને શાઇસ્તાને પકડવાની કોશિશ કરી, પણ શાઇસ્તામાં ગજબની તાકાત આવી ગઈ હતી. તેણે એકઝાટકે મૌલવીચાચાને નીચે જમીન પર પછાડી દીધા. રૂમમાં રહેલા ડૉક્ટર કંદર્પત્રિવેદીઅને શાઇસ્તાના અબ્બાજાન તૌસિીફ ખાન કંઈ સમજે એ પહેલાં તો શાઇસ્તા નીચે પડેલા મૌલવીચાચાની છાતી પર ચડી બેઠી. શાઇસ્તામાં આવું ઝનૂન અગાઉ કોઈએ ક્યારેય જોયું નહોતું. તે અસ્પષ્ટપણે અસ્ખલિોત ગાળ બોલી રહી હતી. તૌસિવફમિયાં અને કંદર્પ ત્રિવેદી ઊભા થઈને શાઇસ્તાને મૌલવીચાચાની છાતી પરથી નીચે ઉતારે એ પહેલાં તો શાઇસ્તાએ મૌલવીચાચાના કપાળ પર પોતાનું માથું જોરથી અફળાવ્યું.

ધડામ...

આ પણ વાંચો : કથા સપ્તાહ : ડેવિલ્સ ઍડ્વોકેટ (2)

મૌલવીચાચાની આંખ સામે અંધકાર છવાઈ ગયો.

કઈંક એવો જ અંધકાર શાઇસ્તાની આંખ સામે ધસી રહ્યો હતો.

ફરક માત્ર એટલો હતો કે મૌલવીચાચાની આંખ સામેનો અંધકાર ચોક્કસ સમય પૂરતો જ હતો, પણ શાઇસ્તા સામે ધસી રહેલો અંધાકર કાળમીંઢ અને કાયમી હતો.

Rashmin Shah columnists