આ બેંકોની હોમ લોનથી સૌથી સસ્તી, EMI નહીં બને બોજ

01 June, 2019 07:17 PM IST  |  મુંબઈ(બિઝનેસ ડેસ્ક)

આ બેંકોની હોમ લોનથી સૌથી સસ્તી, EMI નહીં બને બોજ

અહીંથી તમે લઈ શકો છો સસ્તી હોમ લોન

હરકોઈનું સપનું હોય છે કે તેમની પાસે પોતાનું ઘર હોય અને આજના સમયમાં આ સપનાને લોન લઈને પુરું કરી શકાય છે, જેને હોમ લોન કહે છે. હોમ લોન કોઈ પણ વ્યક્તિ તરફથી લેવામાં આવતી સૌથી મોટી લોન હોય છે જેની અવધિ 15 વર્ષથી લઈને 30 વર્ષની હોય છે. એક સમય પર હોમ લોન અંતર્ગત જેટલી લોન લેવામાં આવે છે તે ચુકવણીની છેલ્લી તારીખ સુધી લગભગ ડબલ થઈ જાય છે. દેશમાં મોટા ભાગના બેન્ક અને NBFC હોમ લોનની રજૂઆત કરે છે. હોમ લોન લેતા સમયે આવેદકની માસિક આવક અને તેની લોન લેવાની ક્ષમતા જોવામાં આવે છે અને એ પણ જોવામાં આવે છે કે કેટલા મૂલ્યની પ્રોપર્ટી માટે લોન લેવામાં આવી રહી છે. તે બાદ તેને પ્રોસેસ કરવામાં આવે છે.

જો તમે હોમ લોન લેવાનો વિચાર કરી રહ્યા છો તો અમે તમને કહીશું ભારતના 15 લોકપ્રિય બેંકોએ આપેલા હોમલોન અને તેના વ્યાજદર અને તેના EMI.

 

બેંક                                 વ્યાજદર                EMI

સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા            8.55-9.40           23,174-27,768

સેન્ટ્રલ                            8.55-9.55           23,174-25,335

યૂકો                               8.55-11.80         23,174-32,615

યૂનાઈટેડ બેંક ઑફ ઈન્ડિયા       8.60-9.10           26,225-24,335

કોર્પોરેશન બેંક                    8.60-9.60           26,225-27,476

ઈલાહાબાદ બેંક                   8.60-9.60           26,225-28,160

HDFC                            8.65-9.15           26,320-27,282

સિંડિકેટ બેંક                       8.65-9.75          26,320-28,456

ઈન્ડિયા ઓવરસીઝ બેંક          8.65-8.90           26,320-26,799

PNB                              8.65-9.85           26,320-28,653

યૂનિયન બેંક                      8.70-8.85           26,416-26,703

કેનરા બેંક                        8.70-9.45           26,416-27,866

BOB                             8.70-9.70           26,416-28,357

ઓરિએન્ટલ બેંક                 8.75-8.85           26,511-26,703

પંજાબ એન્ડ સિંધ બેંક            8.75-9               26,511-26,992

આ ગણનામાં હોમ લોનની રકમ 30 લાખ અને મુદ્દત 20 વર્ષ માનવામાં આવી છે.

business news