યસ બેંક પુન:સ્થાપિત થવાનો તબક્કો છે : રવનિત ગિલ

17 June, 2019 04:57 PM IST  |  મુંબઈ

યસ બેંક પુન:સ્થાપિત થવાનો તબક્કો છે : રવનિત ગિલ

યસ બેંક

દરેક સંસ્થા પોતાનાં કાર્યકાળ દરમિયાન પુનઃસ્થાપિત કરે છે અને જ્યાં સુધી યસ બેંકનો સવાલ છે, ત્યાં સુધી આ તેનો પુનઃસ્થાપિત થવાનો તબક્કો છે. અત્યારે બેંક પોતાની કામગીરીઓને નવેસરથી પરિભાષિત કરે છે. આ માટે બેંકની કામગીરીને આગળ ધપાવતાં જવાબદાર પરિબળોની સાથે નાણાકીય બજાર, સ્પર્ધાત્મકતા અને નિયમનોમાં પરિવર્તનો પણ જવાબદાર છે એવું યસ બેંકનાં એમડી અને સીઇઓ રવનીત ગિલે જણાવ્યું છે.

જ્યારે અન્ય બેંકો પર નજર રાખવામાં આવે છે, ત્યારે બેંકિંગ ક્ષેત્રમાં કેવી ઘટનાઓ ઘટે છે એનાં પર બજાર ધ્યાન રાખે છે. અમારાં કેસમાં ગણીગાંઠી કંપનીઓ લિક્વિડિટીની સમસ્યાનો સામનો કરી રહી છે. એમાં કોઈ એક ઉદ્યોગ કે ક્ષેત્ર સામેલ નથી. કેટલાંક કિસ્સાઓમાં અસ્કયામતોનું વેચાણ થાય છે. બજારને આ વેચાણ ધ્યાનમાં ન આવે એવું બની શકે છે. માહિતીની અસમપ્રમાણતા ગૂંચવાડો પેદા કરે છે. અસ્કયામતોની ગુણવત્તાઓ સાથે સંબંધિત સમસ્યાઓમાં વધારો થયો છે. આ માટેનું કારણ પર્યાપ્ત સમાધાનો નથી. જ્યારે એનસીએલટીમાં સમાધાન થાય છે, ત્યારે માહિતીનો પ્રસાર વધારે સારી રીતે થાય છે.


ત્રીજીવાર કટોકટી સર્જાશે તેવી બજારમાં સામાન્ય માનસિકતા છે : રવનીત ગિલ

યસ બેંકના સીઇઓ રવનીત ગિલે ઉમેર્યું હતું કે, એનપીએની સ્થિતિ સંજોગોને ધ્યાનમાં રાખીએ તો, હાલ અમારાં આંકડાઓ વિશ્વસનિય નથી. એનો અમારાં આંકડા સાથે કોઈ સંબંધ નથી. તેમણે બે વાર સમસ્યા જોઈ છે અને સામાન્ય રીતે ત્રીજી વાર પણ કટોકટી સર્જાશે એવી સામાન્ય માનસિકતા જોવા મળે છે. આ સમસ્યા સાથે સંબંધિત સમસ્યા વધારે બારીક છે. માર્ચમાં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં અમારી સબ-સ્ડાન્ડર્ડ બુક રૂ. 6,000 કરોડથી વધીને રૂ. 20,000 કરોડની થઈ હતી. જ્યારે તમે એમાં ત્રણ ગણો વધારો જુઓ છો, ત્યારે આ વધારે ચિંતાજનક બાબત છે. સમજવાની જરૂર એ છે કે, ત્રણથી ચાર સંસ્થાઓ એવી છે કે, જેણે રૂ. 6,000 કરોડથી રૂ. 20,000 કરોડ બનાવ્યાં છે. તેમને લિક્ડિટીની સમસ્યાઓ છે, જેમની મિલકતો એમાં ઇક્વિટી મૂલ્ય ધરાવે છે. ડિસઇન્વેસ્ટમેન્ટ કે હિસ્સાનાં વેચાણ દ્વારા તેઓ લિક્વિડિટીમાંથી બહાર આવી શકે છે.


આ પણ વાંચો :  જે બેંકની સ્થાપના દાદાએ કરી તેણે પૌત્રને જાહેર કર્યો ડિફૉલ્ટર

અંડરરાઇટિંગનાં ધારાધોરણો પર રવનીત ગિલે કહ્યું હતું કે, અગાઉથી બેંકની જોગવાઈઓ અત્યંત કડક છે. જોખમનું મેનેજમેન્ટ બહુ સારું હતું. સમસ્યા એ છે કે, જ્યારે એનબીએફસી કટોકટી ઊભી થઈ હતી, ત્યારે લિક્વિડિટી ટાઇટ થઈ જાય છે એ અમારે સમજવાની જરૂર હતી. અમે અનુભવ્યું છે કે, રિફાઇનાન્સિંગ બહુ સરળ નથી અને જોખમ ખેડવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. અન્ય કંપનીઓની સરખામણીમાં આ કંપનીઓ વધારે નબળી પડી જાય છે. મ્યુચ્યુઅલ ફંડની કટોકટીને કારણે સંપૂર્ણ પ્રમોટર ફંડિંગ દબાણમાં આવ્યું હતું. એકાએક ઓપરેટિંગ કંપની સારું કરતી હતી, પણ વેલ્યુએશન પ્રમોટર તણાવમાં હોવાનું સૂચવતાં હતાં. આ એનબીએફસી ક્ષેત્ર, પ્રમોટર ફંડિંગ અને માળખાગત સુવિધાની નાણાકીય કટોકટીનાં સમન્વયનું પરિણામ હતી.


પબ્લિક માર્કેટ અને પ્રાઇવેટ ઇક્વિટી પર સતત નજર રહેલી છે

ઇક્વિટી વધારવા વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, પ્રાઇવેટ ઇક્વિટી બહારનું વેલિડેશન છે, જેનાં પર કોઈ વ્યક્તિ આકરી નજર રાખે છે, પણ એ પબ્લિક ડોમેનમાં હોતી નથી. આ લાંબા ગાળાની મૂડીનો સ્ત્રોત બને છે અને કેટલીક રીતે તેઓ રોકાણ કરેલી કંપની દ્વારા શ્રેષ્ઠ વહીવટીની પદ્ધતિ લાવી શકે છે. અમે પબ્લિક માર્કેટ અને પ્રાઇવેટ ઇક્વિટી એમ બંને પ્રકારનાં વ્યવહારો પર નજર દોડાવી રહ્યાં છીએ. 

business news