અનાજ મોંઘુ થતા હોલસેલ ફુગાવામાં વધારો

14 October, 2020 04:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અનાજ મોંઘુ થતા હોલસેલ ફુગાવામાં વધારો

ફાઈલ તસવીર

અનાજના ભાવમાં વધારો થતા સપ્ટેમ્બરમાં હોલસેલ ભાવ આધારિત ફુગાવો વધીને 1.32 ટકા થયો હતો. સરકારી આંકડા દર્શાવે છે કે હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ બેઝ્ડ ઈન્ફ્લેશન (WPI) ગત વર્ષના સમાન મહિનામાં 0.33 ટકા હતો. ઑગસ્ટમાં હોલસેલ ફુગાવો 0.16 ટકા હતો.

સતત ચાર મહિનાથી હોલસેલ ફુગાવો નકારાત્મક હતો. એપ્રિલમાં -1.57 ટકા, મે મહિનામાં -3.37 ટકા, જૂનમાં -1.81 ટકા અને જુલાઈમાં -0.58 ટકા હતો.  

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર, અનાજમાં ફુગાવો 8.17 ટકા હતો, જે ઑગસ્ટમાં 3.84 ટકા હતો. કઠોળમાં ફુગાવો 12.53 ટકા વધ્યો હતો, જ્યારે શાકભાજીમાં ફુગાવો 36.54 ટકા હતો. સૌથી વધુ બટાટામાં ફુગાવો વાર્ષિક ધોરણે 107.63 ટકા વધ્યો હતો. જોકે કાંદાના ફુગાવામાં 31.64 ટકાનો ઘટાડો થયો હતો.

ઉત્પાદિત પ્રોડકટ્સમાં ફુગાવો 1.27 ટકાથી વધીને 1.61 ટકા થયો હતો. 

business news inflation national news