વિન્ડફૉલ ટૅક્સ : સરકારને ૧.૩૦ લાખ કરોડની આવક

05 July, 2022 08:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિલાયન્સને પ્રતિ બૅરલ ૧૨ ડૉલરની ખોટ : ઓએનજીસીની કમાણીને પણ મોટો ફટકો પડ્યો

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

સ્થાનિક ક્રૂડ ઑઇલના ઉત્પાદન અને ઇંધણની નિકાસ પર સરકાર દ્વારા લાદવામાં આવેલા વિન્ડફૉલ ટૅક્સને કારણે ઓએનજીસીની કમાણીને ભારે ફટકો પડશે જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના રિફાઇનિંગ માર્જિનમાં પ્રતિ બેરલ ૧૨ ડૉલર સુધીનો ઘટાડો થશે.
નવી વસૂલાતથી સરકારને ૧.૩૦ લાખ કરોડ સુધીની વધારાની આવક મળશે, એમ બ્રોકરેજોએ જણાવ્યું હતું.
આશ્ચર્યજનક પગલામાં, સરકારે પહેલી જુલાઈથી સ્થાનિક ક્રૂડ ઉત્પાદન પર વિન્ડફૉલ ટૅક્સ ૪૦ ડૉલર પ્રતિ બૅરલ અથવા તો પ્રતિ ટન ૨૩,૨૫૦ રૂપિયા લગાવ્યો છે. 

business news reliance