ડિસેમ્બરમાં જથ્થાબંધ ભાવમાં થયો ઘટાડો

15 January, 2021 01:53 PM IST  |  Mumbai | Mumbai correspondent

ડિસેમ્બરમાં જથ્થાબંધ ભાવમાં થયો ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

દેશનો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે જથ્થાબંધ ભાવાંક ડિસેમ્બર મહિનામાં ઘટીને ૧.૨૨ ટકા રહ્યો હોવાનું સરકારે જાહેર કર્યું છે.
આ ભાવાંક ગયા નવેમ્બર મહિનામાં ૧.૫૫ ટકા અને ડિસેમ્બર ૨૦૧૯માં ૨.૭૬ ટકા હતો. અર્થાત્ એક મહિનામાં અને એક વર્ષમાં ભાવમાં એકંદરે ઘટાડો થયો છે.
અહીં જણાવવું રહ્યું કે ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો પણ ઘટીને ૪.૫૯ ટકા રહ્યો હતો. ખાદ્યાન્નના ભાવમાં આવેલી નરમાશને લીધે ફુગાવો ઘટ્યો છે.

business news