જાન્યુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી દર 3.1 ટકા, 10 માસની ટોચે

15 February, 2020 07:49 AM IST  |  Mumbai

જાન્યુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી દર 3.1 ટકા, 10 માસની ટોચે

પ્રતીકાત્મક તસવીર

કાંદાના ભાવ વધ્યા બાદ ચોતરફ દેશમાં શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓના ભાવ વધતા જાન્યુઆરી માસનો ગ્રાહક સ્તરનો મોંઘવારી દર નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એટલે કે મે, ૨૦૧૪ બાદના ઉચ્ચતમ સ્તર ૭.૫૯ ટકા પર પહોંચ્યો હતો. દેશના જથ્થાબંધ મોંઘવારી દરમાં પણ નોંધપાત્ર વધારો થવાની આશંકા સેવાઈ રહી હતી.

સરકારે આજે જાહેર કરેલ જાન્યુઆરી, ૨૦૨૦ના જથ્થાબંધ મોંઘવારી દરના આંકડા પર સરકાર, આરબીઆઇ માટે ચિંતાજનક છે. ગત મહિને મોંઘવારી ઈન્ડેકસ ૩.૧ ટકા રહ્યો છે, જે ડિસેમ્બર, ૨૦૧૯માં ૨.૫૯ ટકા અને જાન્યુઆરી, ૨૦૧૯માં ૨.૭૬ ટકા રહ્યો હતો.

જાન્યુઆરી માસનો જથ્થાબંધ ખાદ્ય મોંઘવારી દર ૧૧.૯૫ ટકાથી માસિક દૃષ્ટિએ ઘટીને ૧૦.૧૨ ટકા થયો છે. ખાદ્ય ચીજવસ્તુઓનો દર ૧૩.૨૪ ટકાથી ઘટીને ૧૧.૫૧ ટકા થયો છે.

જોકે પ્રાઈમરી આર્ટિકલ ઇન્ફલેશન ૧૦.૦૧ ટકાથી વધીને ૧૧.૪૬ ટકા થયો છે. જથ્થાબંધ ઉત્પાદિત ચીજવસ્તુઓનો ફુગાવો - ૦.૨૫ ટકાથી વધીને ૦.૩૪ ટકા થયો છે.

ગત મહિને ફ્યુલ અને પાવર સેક્ટરનો જથ્થાબંધ મોંઘવારી દર -૧.૪૬ ટકાથી વધીને ૩.૪૨ ટકા થયો છે.

business news