તમે ગમે ત્યારે ઉપાડી શકો છો PFની પૂરી રકમ, આટલું રાખો ધ્યાન

19 June, 2019 07:14 PM IST  |  મુંબઈ

તમે ગમે ત્યારે ઉપાડી શકો છો PFની પૂરી રકમ, આટલું રાખો ધ્યાન

PF એટલે કે પ્રોવિડન્ટ ફંડને જિંદગી ભરની બચત તરીકે જોવામાં આવે છે. પ્રોવિડન્ટ ફંડ એવી બચત છે, જે જીવનની પાછલી અવસ્થાએ કામ આવે છે. એટલે મોટા ભાગના લોકો તેન ઘડપણનો ટેકો ગણીને ઉપાડવાનું ટાળે છે. જો કે જીવન દરમિયાન કેટલીક પરિસ્થિતિ એવી પણ આવી જાય છે, જ્યારે તમારે પીએફની રકમ ઉપાડવી પડે. મોટા ભાગે ઈમરજન્સીની સ્થિતિમાં આવું કરવું પડતું હોય છે. જો કે મોટા ભાગે લોકોને ખ્યાલ નથી હોતો કે પીએફની પૂરી રકમ પણ ઉપાડી શકાય છે. બસ કેટલાક મુદ્દાઓ ધ્યાન રાખવાના હોય છે. કેટલી સ્થિતિમાં તમે પીએફની તમામ રકમ ઉપાડી શકો છો તો કેટલીક સ્થિતિમાં પીએફની કુલ રકમનો અમુક હિસ્સો જ ઉપાડી શકો છો.

જમીન ખરીદવા માટે

જી હાં, ફક્ત ઈમરજન્સી માટે જ નહીં જમીન ખરીદવા જેવા ઉદ્દેશ્ય માટે પણ પીએફની રકમ ઉપાડી શકાય છે. જો કે આ માટે તમારી નોકરીને 5 વર્ષ થયા હોવા જોઈએ. સાથે જ પ્લોટ તમારા અને તમારી પત્ની એમ બંનેના નામ પર રજિસ્ટર્ડ હશે તો જ તમે પીએફની રકમ ઉપાડી શક્શો. આ ઉપરાંત પ્લોટ કે પ્રોપર્ટી કોઈ પ્રકારના વિવાદમાં સંકળાયેલી ન હોવી જોઈએ, સાથે જ તેના પર કોઈ કાયદાકીય કાર્યવાહી ન ચાલતી હોવી જોઈએ. અહીં પણ રકમની મર્યાદા મૂકાયેલી છે. જમીન ખરીદવા માટેત મે તમારી સેલરીના મેક્સિમમ 24 ગણી રકમ ઉપાડી શકો છો.

લગ્ન પ્રસંગ અથવા શિક્ષણ

જો તમારા ઘરમાં લોહીના સંબંધમાં કોઈના લગ્ન થઈ રહ્યા હોય, તો તમે પીએફની રકમ ઉપાડી શકો છો. અથવા તો પોતાના બાળકોના કે તમારા પોતાના અભ્યાસ માટે તમે પીએફમાંથી ઉપાડ કરી શકો છો. બસ આ માટે એક જ કંડીશન જરૂરી છે. કે તમારી નોકરીને ઓછામાં ઓછા ઓછા 7 વર્ષ થયા હોવા જોઈએ. આ ઉપરાંત મે જે કારણ માટે પૈસા ઉપાડો છો તેનું પ્રૂફ પણ આપવું જરૂરી છે. શિક્ષણ માટે પૈસા ઉપાડતા હો તો તમારે એમ્પલોયરએ આપેલું ફોર્મ 31 ભરીને અરજી કરવી પડશે. તમે પીએફ ઉપાડવાની તારીખ સુધી કુલ જમા થયેલી રકમના 50 ટકા જ પીએફ ઉપાડી શકો છો.

સારવાર માટે

જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ જેમ કે પત્ની કે બાળકો અથવા માતા પિતા બીમાર હોય તો સારવાર માટે પીએફ ઉપાડી શકો છો. આ કારણ માટે પૈસા ઉપાડવા તમારી નોકરીની લઘુત્તમ મર્યાદા જરૂરી નથી. જો કે તમારે હોસ્પિટલમાં દાખલ થયા હોવાના અને એક મહિનાથી વધુ સમય સુધી રહ્યા હોવાના પુરાવા આપવા જરૂરી છે. આ ઉપરાંત જો તમે પોતે દાખલ થયા હો તો એમ્પલોયરે અપ્રૂવ કરેલું લીવ સર્ટિફિકેટ પણ આપવું પડશે. આ કારણ માટે કોઈ પણ વ્યક્તિ પોતાની સેલરીના છ ગણા કે પછી જમા તમામ પીએફની રકમ આ બેમાંથી જે રકમ ઓછી હોય તે ઉપાડી શકે છે.

આ પણ વાંચોઃ તમે નોકરી કરો છો ? તો આ ચાર રીતે બચાવો ટેક્સ

નિવૃત્તિ પહેલા

આ કારણથી પીએફના પૈસા ઉપાડવા માટે તમારી ઉંમર 54 વર્ષ હોવી જરૂરી છે. આ સ્થિતમાં તમે કુલ પીએફની જમા રકમમાંથી 90 ટકાની રકમ ઉપાડી શકો છે, પરંતુ આ વિથ ડ્રો ફક્ત એક જ વાર કરી શકાય છે.

business news