ઘઉંની એપ્રિલમાં નિકાસ આગલા મહિના કરતાં ત્રણગણી વધી ગઈ

24 May, 2022 04:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરેરાશ માર્ચની તુલનાએ એપ્રિલની નિકાસ ત્રણ ગણી જેવી વધી હતી.

ઘઉંની એપ્રિલમાં નિકાસ આગલા મહિના કરતાં ત્રણગણી વધી ગઈ

દેશમાંથી ઘઉંની એપ્રિલમાં સારી માત્રામાં નિકાસ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. અન્ય દેશોની ખાદ્ય કટોકટી દૂર કરવામાં મદદ કરવા માટે ફેબ્રુઆરીના અંતમાં રશિયા-યુક્રેન સંઘર્ષ શરૂ થયા પછી પણ ભારતે માર્ચમાં ૧૭.૭૦ કરોડ ડૉલર અને એપ્રિલમાં નિકાસ વધીને ૪૭.૩૦ કરોડ ડૉલરની થઈ હતી. આમ 
યુક્રેન, બેલારુસ, ટર્કી, ઇજિપ્ત, કઝાકિસ્તાન અને કુવૈત સહિત લગભગ આઠ દેશોએ ઘઉંની નિકાસ પર નિયંત્રણો લાદ્યાં હતાં ત્યારે પણ ભારતે ઘઉંની નિકાસ કરી હતી. ભારતમાં માર્ચમાં વધુ પડતી ગરમીને કારણે ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થવા છતાં પણ ઘઉંની વિક્રમી નિકાસ કરવાની ચાલુ રાખી હતી, જેને પગલે દેશમાં ઘઉંના ભાવમાં ઝડપી વધારો થયો હતો. દેશમાં ઘઉં અને તેની પ્રોડક્ટના ભાવ છેલ્લા એક વર્ષમાં ૧૪થી ૨૦ ટકા જેવા વધી ગયા હોવાથી સરકારે નિકાસ પર શરતી પ્રતિબંધ લાદી દીધો હતો. ઘઉંની નિકાસ કરતા દેશોમાં ભારત ૨૦૨૦માં ૧૯મા ક્રમે, ૨૦૧૯માં ૩૫મું, ૨૦૧૮ અને ૨૦૧૭માં 36મા ક્રમે હતું, જે દર્શાવે છે કે તેનો હિસ્સો નજીવો (૦.૪૭ ટકા) છે, જ્યારે સાત દેશો (રશિયા, યુએસ, કૅનેડા, ફ્રાન્સ, યુક્રેન, છેલ્લાં પાંચ વર્ષમાં ઘઉંની નિકાસના એકંદર જથ્થામાં ઑસ્ટ્રેલિયા અને આર્જેન્ટિના)નો સૌથી મોટો હિસ્સો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

business news