વૉટ્સઍપે ઑક્ટોબરમાં ૨૩.૨૪ લાખ ભારતીય અકાઉન્ટ બંધ કર્યાં

02 December, 2022 06:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑક્ટોબર ૨૦૨૨માં ૨૩.૨૪ લાખ અકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લૅટફૉર્મ વૉટ્સઍપે જણાવ્યું હતું કે તેણે ઑક્ટોબરમાં ભારતમાં ૨૩.૨૪ લાખ અકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં ૮.૧૧ લાખ અકાઉન્ટ્સનો સમાવેશ થાય છે જેને વપરાશકર્તાઓ દ્વારા ફ્લૅગ કર્યા પહેલાં સક્રિયપણે પ્રતિબંધિત કરવામાં આવ્યાં હતાં.

સપ્ટેમ્બરમાં મેસેજિંગ પ્લૅટફૉર્મ દ્વારા પ્રતિબંધિત કરાયેલાં ૨૬.૮૫ લાખ અકાઉન્ટ્સ કરતાં ઑક્ટોબરમાં બ્લૉક કરાયેલાં અકાઉન્ટ્સની સંખ્યા લગભગ ૧૩ ટકા ઓછી હતી. ઑક્ટોબર ૨૦૨૨માં ૨૩.૨૪ લાખ અકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આમાંથી ૮.૧૧ લાખ અકાઉન્ટ પર સક્રિયપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

business news whatsapp