જાણો શું દર્શાવે છે તમારો 10 અંકનો PAN નંબર, એમાં છૂપાઈ છે આ જાણકારી

03 October, 2019 05:15 PM IST  |  મુંબઈ

જાણો શું દર્શાવે છે તમારો 10 અંકનો PAN નંબર, એમાં છૂપાઈ છે આ જાણકારી

પેન કાર્ડ

તમે તમારા PAN કાર્ડ પર 10 અંકનો એક કોડ જરૂર જોયો હશે, જેને પૅન નંબર કહેવાય છે. આ કોઈ સામાન્ય નંબર નથી, પરંતુ આ પૅન કાર્ડધારકના વિશે કેટલીક જાણકારી માટે એક કોડ હોય છે. યૂટીઆઈ અને એનએસડીએલના દ્વારા પેન કાર્ડ જાહેર કરનારા આયકર વિભાગ પેન કાર્ડ માટે એક વિશેષ પ્રક્રિયાનો યૂઝ કરે છે. આ દસ ડિજિટવાળા પ્રત્યેક પેન કાર્ડમાં નંબર અને અક્ષરોનું એક મિશ્રણ હોય છે. એમાં પહેલા પાંચ કેરેક્ટર હંમેશા અક્ષર હોય છે, પછી આગલા 4 કેરેક્ટર નંબર હોય છે અને પછી અંતમાં એક અક્ષર આવે છે.

તમારા માટે આ જાણકારી એટલે પણ જરૂરી છે, કારણકે જો તમારા પેન કાર્ડમાં 'ઓ' અને 'ઝીરો' બન્ને છે, તો તમે એને ઓળખવામાં કન્ફ્યૂઝ થઈ જશો, પરંતુ જો તમને નંબર અને અક્ષરોના પેટર્નની જાણકારી છે, તો તમે એને અલગ-અલગ ઓળખી જશો.

તમને પેન કાર્ડના પહેલા પાંચ કેરેક્ટર્સમાંથી પહેલા ત્રણ કેરેક્ટર અલ્ફાબેટ સીરીઝમાં જોવા મળશે. પેન નંબરનો ચોથો કેરેક્ટર દર્શાવે છે કે તમે આયકર વિભાહની નજરમાં શું છો. જેવી રીતે તમે ઈન્ડિવિજ્યુલ છો તો તમારા પેન કાર્ડનો ચોથો કેરેક્ટર P હશે. આવો જાણીએ બાકીના અક્ષરોનો અર્થ શું છે.-

C- કંપની

H - હિન્દુ અવિભાજિત પરિવાર

A - વ્યક્તિઓનો સંઘ (AOP)

B - બૉડી ઑફ ઈન્ડિવિજ્યુઅલ (BOI)

G - સરકારી એજન્સી

J - આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સન

L - લોકલ ઑથોરિટી

F - ફર્મ/લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ

T - ટ્રસ્ટ

બાદ તમારા પેન નંબરનો પાંચમો કેરેક્ટર તમારી સરનેમનો પહેલો અક્ષર દર્શાવે છે. તો તમારી સરનેમ ગુપ્તા છે, તો તમારા પેન નંબરનો પાંચમો કેરેક્ટર G હશે. જ્યાં નૉન ઈન્ડિવિજ્યુઅલ પેન કાર્ડધારકો માટે પાંચમો કેરેક્ટર એનો નામનો પહેલો અક્ષર દર્શાવે છે.

business news