રફ ડાયમન્ડની આયાત સંબંધેના સરકારના નિર્ણયનું સ્વાગત 

24 November, 2021 03:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રફ ડાયમન્ડની આયાત-નિકાસ કરવા માટે આવશ્યક કિમ્બરલી પ્રોસેસ સર્ટિફિકેટ પ્રાપ્ત કરવું હોય તો જીજેઈપીસીનું સભ્યપદ ફરજિયાત બનાવવાના સરકારના નિર્ણયનું જીજેઈપીસીએ સ્વાગત કર્યું છે. 

પ્રતીકાત્મક તસવીર

રફ ડાયમન્ડની આયાત-નિકાસ કરવા માટે આવશ્યક કિમ્બરલી પ્રોસેસ સર્ટિફિકેટ પ્રાપ્ત કરવું હોય તો જીજેઈપીસીનું સભ્યપદ ફરજિયાત બનાવવાના સરકારના નિર્ણયનું જીજેઈપીસીએ સ્વાગત કર્યું છે. 
ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફૉરેન ટ્રેડે ૨૨ નવેમ્બરે નોટિફિકેશન બહાર પાડીને ઉક્ત નિર્ણયની જાહેરાત કરી હતી. કિમ્બરલી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ માટે જીજેઈપીસી નિયુક્ત સંસ્થા છે.  
નોંધનીય છે કે ભારત કટ અને પૉલિશ્ડ ડાયમન્ડ્સનું સૌથી મોટું ઉત્પાદન અને નિકાસ કેન્દ્ર છે.  

business news