Vodafone યૂઝર્સને મળ્યો મિનિમમ રિચાર્જથી છૂટકારો

03 November, 2019 08:38 PM IST  |  મુંબઈ ડેસ્ક

Vodafone યૂઝર્સને મળ્યો મિનિમમ રિચાર્જથી છૂટકારો

ટેલિકૉમ સેક્ટરમાંચાલતાં પ્રાઇસ વૉર અને ઘટતાં યૂઝર બેઝને કારણે વૉડાફોને પોતાના યૂઝર્સ માચે નવા રિચાર્જ પૅક્સની જાહેરાત કરી છે. પહેલા યૂઝર્સને રૂ।. 35, રૂ।.65 અથવા રૂ।.95ના મિનિમમ રિચાર્જ પૅક્સ સાથે પોતાના નંબરને રિચાર્જ કરાવવું પડતું હતું. જો યૂઝર્સ આમાંથી કોઈ એક મિનિમમ રિચાર્જ અથવા કોઇ અન્ય વેલિડીટિવાળા રેગ્યુલર પૅક્સનું રિચાર્જ નથી કરાવતા તો 45 દિવસ પછી તેમના ઇનકમિંગ કૉલ્સ પણ બંધ થઈ જાય છે. એવામાં વોડાફોને યૂઝર્સેને રાહત આપતાં ઓછી કિંમતવાળા મિનિમમ રિચાર્જ પૅક્સ લૉન્ચ કર્યા છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વોડાફોને રૂ।. 20, રૂ।. 30 અને રૂ।. 50વાળા નવા રિચાર્જ પૅક્સ લૉન્ચ કર્યા છે. આ બધાં રિચાર્જ પૅક્સમાં યૂઝર્સને 28 દિવસની વેલિડિટી સાથે ફૂલ ટૉકટાઇમ પણ ઑફર કરવામાં આવી રહ્યા છે. આ સિવાય રૂ।. 10નું નાનકડું રિચાર્જ પૅક પણ લૉન્ચ કર્યું છે. જો કે, આ પૅકમાં યૂઝર્સને રૂ।. 7.47નું ટૉક ટાઇમ મળે છે. તો કંપનીએ છેલ્લા કેટલાક મહિનામાં અનેક રિચાર્જ પૅક્સ લૉન્ચ કર્યા છે. જેમાંથી રૂ।. 45વાળા ઑલ રાઉનંડર પ્લાન સામેલ છે. આ પ્લાનમાં યૂઝર્સને 1 પૈસા પ્રતિ સેકેન્ડના દરે કૉલ ચાર્જ લેવામાં આવે છે. આ સિવાય રૂ।. 95ના ઑલ રાઉન્ડર પૅકમાં પણ યૂઝર્સને 1 પૈસો પ્રતિ સેકેન્ડના દરે કૉલ ચાર્જ લેવામાં આવે છે. આમાં પણ યૂઝરને ફૂલ ટૉક ટાઇમ ઑફર કરવામાં આવે છે.

આ પણ વાંચો : વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, દરેક અવતારમાં શોભી ઉઠે છે અલીશા પ્રજાપતિ

Vodafoneના Rs 145વાળા પ્લાનની વાત કરીએ તો આમાં યૂઝર્સને પણ ફુલ ટૉક ટાઇમનો લાભ મળે છે. સાથે જ યૂઝર્સમે આ પ્લાનમાં 1GB ડેટાનો પણ લાભ મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને 30 પૈસા પ્રતિ મિનિટના દરે કૉલિંગ ચાર્જ આપવાનું હોય છે. આ સિવાય આમાં 42 દિવસોની વેલિડિટીનો લાભ મળે છે. તો, Rs 245વાળા પ્લાનની વાત કરીએ તો આમાં 2GB ડેટાની સાથે 84 દિવસની વેલિડિટીનો લાભ પણ મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને ફુલ ટૉક ટાઈમ સાથે 30 પૈસા પ્રતિ મિનિટના દરે કૉલિંગ ચાર્જ લેવામાં આવે છે.

vodafone tech news business news