Personal Loanના બદલે પસંદ કરો આ વિકલ્પ, નહીં ચૂકવવું પડે વ્યાજ

17 July, 2019 05:54 PM IST  |  મુંબઈ

Personal Loanના બદલે પસંદ કરો આ વિકલ્પ, નહીં ચૂકવવું પડે વ્યાજ

જો કોઈને અચાનક પૈસાની જરૂર પડે તો સૌથી પહેલા મનમાં જે વિચાર આવે તે હોય છે પર્સનલ લોન. પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે હવે લોકો એ નથી જોતા કે તેમને પર્સનલ લોનમાં કેટલું વધુ વ્યાજ ચૂકવવું પડશે. આ એક એવી લોન છે, જેના માટે કોઈ જામીન નથી આપવા પડતા. એટલે જ તેનો વ્યાજ દર સૌથી વધુ હોય છે. જો કે જ્યારે પૈસાની તાત્કાલિક જરૂરિયાત હોય, ત્યારે કોઈ વ્યક્તિ વ્યાજ દર પર ધ્યાન નથી આપતું, તેને તો બસ પૈસાની ચિંતા હોય છે. પણ જો તમે થોડી ધીરજ કે વિવેકથી ખામ લો તો પર્સનલ લોનની તુલનામાં ખૂબ જ ઓછા વ્યાજ દરમાં પૈસાની વ્યવસ્થા કરી શકો છો.

નોકરિયાત છો તો EPFમાંથી કરો ઉપાડ

જો તમે નોકરી કરો છો તો એમ્પલોઈ પ્રોવિડન્ટ ફંડ ખાતા એટલે કે EPF અકાઉન્ટ પણ હશે. ઈમરજન્સીમાં તમે EPFમાંથી પૈસા ઉપાડી શકો છો. મહત્વની વાત એ છ કે તમે ચાલુ નોકરીએ EPF ખાતામાંથી બધી જ રકમ નથી ઉપાડી શક્તા. EPFમાંથી પૈસા ઉપાડવા માટે જરૂરી છે કે તમે છેલ્લા 5 વર્ષતી સતત નોકરી કરી રહ્યા હો. 5 વર્ષ બાદ કેટલીક વિશેષ જરૂરિતાયો માટે તમે EPFમાંથી 50 ટકા રકમ ઉપાડી શકો છો.

વીમા પોલિસીના બદલામાં લોન

લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસીના બદલે લોન લેવી એ પર્સનલ લોનની સરખામણીએ સસ્તું પડે છે. મની બેક કે એન્ડોમેન્ટ જેવી પોલિસીને તમે બેન્ક પાસે ગિરવે મૂકીને લોન લઈ શકો છો. ટર્મ ઈન્સ્યોરન્સ તો હાલ ખૂબ જ લોકપ્રિય છે. જો તમારી પાસે પણ એન્ડોમેન્ટ પોલિસી છે, તો પર્સનલ લોનની જગ્યાએ તેને આપીને તમે લોન લઈ શકો છે, જે ખૂબ સસ્તું પડશે.

આ પણ વાંચોઃ આ રીતે ઓનલાઈન ખોલો NPS અકાઉન્ટ, આ છે પ્રક્રિયા

ગોલ્ડ લોન

ભારતમાં લોકોને હંમેશા સોના સાથે ખાસ લગાવ રહ્યો છે. દરેક પરિવારમાં મહિલાઓ પાસે સોનાના દાગીના હોય જ છે. જો તમને પણ પૈસાની અચાનક જરૂર પડે તો ઘરમાં પડેલા સોનાને ગિરવે મૂકીને ગોલ્ડ લોન લઈ શકો છો. બિન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ ઉપરાંત મોટા ભાગની સરકારી અને પ્રાઈવેટ બેન્ક પણ ગોલ્ડ લોન આપે છે. જેમના વ્યાજ દર પર્સનલ લોન કરતા ઓછા હોય છે. એટલે કે તમારા પર EMIનો વધુ બોજ નહીં પડે.

business news