નાણાંમંત્રી સીતારમણે કરી બેન્ક સ્ટાફના પેન્શનમાં વધારાની જાહેરાત,જાણો વધુ

25 August, 2021 07:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતના રેવેન્યુ સચિવે નાણાંમંત્રીની હાજરીમાં બુધવારે કહ્યું કે હવે બેન્ક સ્ટાફને મળનારા વેતનનો 30 ટકા ભાગ તેમના પરિવારજનોને પેન્શન તરીકે મળી શકશે.

નિર્મલા સીતારમણ

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે દેશના PSU બેન્કના ખૂબ જ વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે દેશની બધી PSU બેન્ક કોરોના સંકટના સમયમાં મજબૂત બન્યા છે. તાજેતરમાં જ અનેક બેન્કનું વિલય પણ થયું છે અને હવે બેન્ક આ કારણસર ગ્રાહકોને કોઇપણ મુશ્કેલી થવા દેતી નથી.

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે બેન્ક સ્ટાફના પરિવાર જનોને મળનારા પેન્શન પર અત્યાર સુધી 9,284 રૂપિયા દર મહિનાનો કૅપ લાગૂ પાડવામાં આવી હતી, જેને હવે હટાવી દેવામાં આવી છે. ભારતના રેવેન્યુ સચિવે નાણાંમંત્રીની હાજરીમાં બુધવારે કહ્યું કે હવે બેન્ક સ્ટાફને મળનારા વેતનના 30 ટકા તેમના પરિવારજનોને પેન્શન તરીકે મળી શકશે. તેમણે કહ્યું કે હવે બેન્ક સ્ટાફના પરિવારજનોને મળનારી પેન્શનની રકમ 30-35000 રૂપિયા સુધી થઈ શકશે.

PSU બેન્કના પ્રદર્શનની સમીક્ષા
નાણાંમંત્રી નિર્મલા સીતારમણ 2 દિવસના પ્રવાસે મુંબઇ ગયાં હતાં. ત્યાં તેમણે સાર્વજનિક ક્ષેત્રને બેન્કના વાર્ષિક પ્રદર્શનની સમીક્ષા કરી. સાર્વજનિક ક્ષેત્રના બેન્કના પ્રદર્શનની સમીક્ષા કર્યા પછી બુધવારે બપોરે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે મીડિયાનો સંબોધિત કરી.

આત્મનિર્ભર ભારતની યોજની પ્રગતિ તરફ
દેશના સાર્વજનિક ક્ષેત્રના વાર્ષિક પ્રદર્શનની સમીક્ષા કર્યા પછી નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કોરોના સંક્રમણના બીજા ચરણ પછી દેશમાં બેન્કિંગ કામકાજની પણ સમીક્ષા કરી અને તેનું નિરીક્ષણ કર્યું. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બેન્ક સાથે કરેલી વાતચીતમાં આત્મનિર્ભર ભારત યોજના સાથે સંબંધી કામકાજની પ્રગતિનું પણ નિરીક્ષણ કર્યું.

વેપારની જરૂર પ્રમાણે મળશે લોન
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કોરોના સંકટના બીજા ચરણ પછી બેન્કોને નિર્યાતકો અને ઇન્ડસ્ટ્રી ચેમ્બર સાથે વાતચીત કરી તેમની જરૂરિયાત પ્રમાણે લોન ઉપલબ્ધ કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. બેન્કે આ દિશામાં પણ ઘણી પ્રગતિ કરી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે બેન્ક સાતે વાતચીત બાદ આ હવે સમજાયું છે કે લોકો ન્યૂ એજ બેન્કિંગમાં વધારે રસ લઈ રહ્યા છે અને બેન્ક પણ આ માટે ઘણાં પ્રયત્નો કરે છે.

business news nirmala sitharaman