યુકેનો હાઇ સ્ટ્રીટ સ્ટોર ડેબનહામ્સ પણ મુકેશ અંબાણી ખરીદશે?

24 September, 2020 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

યુકેનો હાઇ સ્ટ્રીટ સ્ટોર ડેબનહામ્સ પણ મુકેશ અંબાણી ખરીદશે?

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries Limited) હવે યુકેનો ફેમસ ડિપાર્ટમેન્ટલ સ્ટોર ડેબનહામ્સ (Debenhams's) હસ્તગત કરી લે તેવી પુરી શક્યતાઓ છે. તાજા રિપોર્ટસ અનુસાર આ બ્રિટીશ મલ્ટિનેશલન રિટેલઇલર ઑપરેટિંગ ડિપાર્ટમેન્ટ સ્ટોરના અનેક દેશોમાં ફ્રેન્ચાઇઝી સ્ટોર્ઝ છે જે ખરીદવાની રેસમાં મુકેશ અંબાણીના (Mukesh Ambani) રિલાયન્સે પણ દોટ મૂકી છે.

આ પણ વાંચોઃ તમને કોઇ કાફેમાં મુકેશ અંબાણી મળી જાય તો તમે શું કરો? વાંચો આવો જ એક અનુભવ

મુકેશ અંબાણી વિશ્વનાં ચોથા સૌથી ધનિક ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ છે અને તેમની કંપની રિટેલ અને ડિજીટલ પ્લેટફોર્મ પર પોતાની કંપનીના ભવિષ્યની ઇમારત ચણી રહ્યા છે ગયા મહિને રિલાયન્સે રિટેલ અને હોલસેલ બિઝનેસ સહિત ફ્યુચર ગ્રૂપના લોજિસ્ટિક અને વેરહાઉસિંગ બિઝનેસને રૂ. 24 લાખ 713 કરોડમાં ખરીદી લીધો અને પોતાની કંપનીની પહોંચ રિટેલ માર્કેટમાં પહોંચાડી દીધી. જિઓ માર્ટથી તેઓ ઓનલાઇન સ્પેસમાં પણ પહોંચી રહ્યા છે.સ્કાય ન્યૂઝમાં આવેલા રિપોર્ટ અનુસાર રિલાયન્સ રિટેલ એમ્પાયરે ગયા વર્ષે બ્રિટિશ ટોય સ્ટોર હેમલીઝ ખરીદી લીધો હતો અને હવે તેઓ ડેબનહામ્સ ખરીદવા ઇચ્છૂક પાર્ટીઓના લિસ્ટમાં પણ સામેલ છે. ડેબનહામ્સનો અમુક હિસ્સો અથવા તો આખેઆખા ઓપરેશન્સને રિલાયન્સ ખરીદી શકે છે. ડેબનહામ્સ 242 વર્ષ જુનો રિટેલ સ્ટોર છે. હાલમાં તે અનેક ભાગીદારોની માલિકીમાં છે અને લઝાર્ડના બેન્કર્સ તે ખરીદાય તેની તજવીજમાં છે. હજી જુલાઇમાં જ 620 કરોડમાં ટોય સ્ટોર હેમલીઝની ડિલ કરવામાં આવી.

મુકેશ અંબાણીની નેટ વર્થ 85.2 બિલિયન ડૉલર્સ છે અને તેઓ ચીનના અલીબાબા ગ્રૂપની માફક હોમગ્રોન ઓનલાઇન રિટેલમાં મહારથી થવા માગે છે તે સ્પષ્ટ દેખાઇ આવે છે. ડેબનહામ્સ યુકે ફેશન, બ્યૂટી પ્રોડક્ટ, ગિફ્ટ, ફર્નિચર, ઇલેક્ટ્રિકલ્સ વગેરે માટે હાઇએન્ડ સ્ટોર છે. તે એક લેજેન્ડરી બ્રાન્ડ ગણાય છે.

mukesh ambani reliance business news