ટેકનિકલ સમસ્યાના કારણે મોબાઇલ પોર્ટેબિલીટીના નવા નિયમો હાલ લાગુ નહી થાય

07 November, 2019 07:35 PM IST  |  Mumbai

ટેકનિકલ સમસ્યાના કારણે મોબાઇલ પોર્ટેબિલીટીના નવા નિયમો હાલ લાગુ નહી થાય

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (MNP)ના સુધારેલા નિયમો હવે 11 નવેમ્બરથી લાગુ નહીં થાય. ટેક્નિકલ કારણોસર TRAIએ નવી સિસ્ટમ શરૂ કરવાનું મુલતવી રાખવામાં આવ્યું છે. નવા નિયમો 11 નવેમ્બરથી અમલમાં આવવાના હતા, જેના કારણે 4થી 10 નવેમ્બરની વચ્ચે MNP માટેની અરજીઓ પણ બંધ કરી દેવાઈ હતી. એટલે કે, યુઝર્સ હવે આ દરમિયાન નંબર પોર્ટેબિલિટી કરાવી શકે છે. અત્યારે TRAIએ નવી તારીખ અંગે કોઈ માહિતી આપી નથી.

જાણો, શું કહ્યું ટ્રાઇએ...
TRAIએ જણાવ્યું કે, જે સમયમર્યાદા જણાવવામાં આવી હતી તેમાં ટેલિકોમ ઓપરેટર્સ અને MNP સેવા પ્રદાતાઓના સ્તરે કેટલીક ટેક્નિકલ સમસ્યાઓ આવતા સમયરેખાઓનું પાલન કરી શકાયું નથી.


નવી સિસ્ટમમાં ઝડપી કામ થશે
TRAIના અધિકારીના જણાવ્યા અનુસાર, જો કોઈ નવી સિસ્ટમ લાગુ થયા પછી MNP કરાવે તો તેની પ્રક્રિયા 2 કાર્યકારી દિવસોમાં પૂર્ણ થઈ જશે. તેમજ, એક સર્કલમાંથી બીજા સર્કલ માટે નંબર પોર્ટેબિલિટી માટેની વિનંતી 5 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. અત્યારે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં 7 દિવસનો સમય લાગે છે.


પોર્ટીંગ એપ્લિકેશન નકારવા બદલ 10,000 રૂપિયા દંડ
નવા નિયમો અનુસાર, જો ખોટા કારણોસર પોર્ટિંગ એપ્લિકેશન નામંજૂર કરવામાં આવે તો TRAI મોબાઇલ ઓપરેટર પર 10,000 રૂપિયા સુધીનો દંડ લાદશે. નવા નિયમો અંતર્ગત TRAIએ કોર્પોરેટ પોર્ટિંગને પણ સરળ બનાવ્યું છે. સિંગલ ઓથોરાઇઝેશન લેટરનો ઉપયોગ કરીને હવે એકસાથે 100 મોબાઇલ નંબર પોર્ટ કરી શકાશે. અગાઉ, આ લિમિટ 50 મોબાઇલ નંબરની હતી.

આ પણ જુઓ : ટ્રેકિંગના શોખીનોએ ગુજરાત બહાર જવાની નથી જરૂર, આ રહ્યા ઓપ્શન્સ

ટેલિકોમ ઓપરેટર્સને ફાયદો થશે
ટેલિકોમ ઓપરેટર્સે દરેક મોબાઇલ નંબર પોર્ટેબિલિટી ટ્રાન્ઝેક્શન માટે વિવિધ એજન્સીઓને ચૂકવણી કરવાની રહેશે. TRAI દ્વારા નક્કી કરવામાં આવેલી નવી ફી હવે ઘટાડીને માત્ર 5.74 રૂપિયા કરી દેવામાં આવી છે, ત્યારબાદ દરેક ટેલિકોમ ઓપરેટરને દરેક ટ્રાન્ઝેક્શનમાં બચત થશે. અત્યારે ટેલિકોમ ઓપરેટર્સે દરેક નવા ગ્રાહક માટે 19 રૂપિયા ચૂકવવા પડશે.

technology news tech news trai