દેશમાં બાઈકની સરખામણીએ સ્કૂટરનો ટ્રેન્ડ વધ્યો હોવાના સંકેત

21 November, 2020 07:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દેશમાં બાઈકની સરખામણીએ સ્કૂટરનો ટ્રેન્ડ વધ્યો હોવાના સંકેત

ફાઈલ ફોટો

ભારતીય ઓટોમોબાઈલ બજારમાં દાયકાઓથી બાઈક/મોટરસાયકલનો ક્રેઝ હતો. જોકે સમય જતા લોકોની પસંદ પણ બદલાઈ છે. તાજેતરના આંકડા જોઈએ તો બાઈક કરતા લોકો સ્કૂટર્સને વધુ પ્રાધાન્ય આપતા હોવાનું જણાય છે.

ભારતમાં ટુ-વ્હિલરના ઑક્ટોબર મહિનાના વેચાણની વાત કરીએ તો પાંચ એવી સ્કૂટર છે જેનું વેચાણ અન્ય બાઈક્સ કરતા પણ વધુ થયુ છે. આ પાંચ સ્કૂટરમાં હોન્ડા એક્ટિવા, ટીવીએસ જુપીટર, સુઝુકી એક્સેસ, હોન્ડા ડિઓ અને ટીવીએસ એનટોર્કનો સમાવેશ થાય છે.

મોટા શહેરોમાં પીક અવર્સમાં ટ્રાફિકની સમસ્યા હોય છે તેથી બાઈકની સરખામણીએ સ્કૂટરને લોકો વધુ પસંદ કરે છે કારણ કે આ સ્કૂટરમાં ગિયર હોતા નથી તેથી બાઈકની સરખામણીએ આમાં થાક પણ ઓછો લાગે છે.

હોન્ડા એક્ટિવાની વાત કરીએ તો ઑક્ટોબરમાં આના 2,39,570 યુનિટ્સ વેચાયા હતા. જોકે વાર્ષિક ધોરણે આ પ્રચલિત સ્કૂટરનું વેચાણ ઘટ્યુ છે. ટીવીએસ જુપીટરનું વેચાણ 74,159 યુનિટ્સનું થયુ છે. ઑક્ટોબરમાં સૌથી વધુ વેચાણ થનાર સ્કૂટરમાં જુપીટરનો બીજો ક્રમાંક આવે છે. સુઝુકી એક્સેસનું સૂચિત મહિનામાં વેચાણ 52,441 યુનિટ્સ, હોન્ડા ડિઓનું 44,046 યુનિટ્સ અને ટીવીએસ એનટોર્કનું 31,524 યુનિટ્સનું વેચાણ થયુ છે.

business news automobiles