રોકાણ માટે પોસ્ટ ઑફિસની આ સ્કીમ છે બેસ્ટ, પૈસા ડૂબવાનો પણ ખતરો નથી

06 July, 2019 04:00 PM IST  |  નવી દિલ્હી

રોકાણ માટે પોસ્ટ ઑફિસની આ સ્કીમ છે બેસ્ટ, પૈસા ડૂબવાનો પણ ખતરો નથી

રોકાણ માટે પોસ્ટ ઑફિસની આ સ્કીમ છે બેસ્ટ

ભારતીય પોસ્ટ કે પોસ્ટ ઑફિસ દેશભરમાં અલગ અલગ પોસ્ટની સેવાઓની સાથે સેવિંગ્સની સ્કીમ પણ રજૂ કરે છે, જેમાં અલગ-અલગ વ્યાજ ડર આપવામાં આવે છે. પોસ્ટ ઑફિસની સ્કીમ પર મળતું વ્યાજ સરકાર તરફથી સ્મૉલ સેવિંગ સ્કીમ પર નક્કી કરેલા વ્યાજના અનુસાર હોય છે, જે ત્રિમાસિક આધાર પર બદલાય છે. ગયા અઠવાડિયે સરકારે સ્મૉલ સેવિંગ્સ સ્કીમ માટે વ્યાજ દરોને પરિવર્તિત કર્યા છે. આજે અમે તમને પોસ્ટ ઑફિસની તરફથી રજૂ કરવામાં આવેલા ટાઈમ ડિપોઝિટ અથવા ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટની વિશે જણાવી રહ્યા છે, જેના પર વ્યાજ દર ત્રિમાસિક આધાર પર નક્કી થાય છે, પરંતુ ચુકવણી વાર્ષિક આધાર પર થાય છે.

જો તમે પોસ્ટ ઑફિસ ટાઈમ ડિપોઝિટ અકાઉન્ટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યું છો તમારે તેની સાથે જોડાયેલી 5 વાતો જાણવું જોઈએ.

આવી રીતે ખોલો અકાઉન્ટઃ પોસ્ટ ઑફિસ ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટને પણ વ્યક્તિ રોકડા અથવા ચેકના માધ્યમથી ખોલાવી શકાય છે. ચેકની વાત કરવામાં આવે તો સરકારના અકાઉન્ટમાં ચેક જમા થવાની તારીખને અકાઉન્ટ ખોલવાની તારીખ માનવામાં આવશે.

અમાઉન્ટઃ પોસ્ટ ઑફિસ એફડીમાં ઓછામાં ઓછું 200 રૂપિયાનું અકાઉન્ટ ખોલાવી શકાય છે. ઈન્ડિયા પોસ્ટના અનુસાર, આ જમા કરવામાં કોઈ મહત્તમ લિમિટ નથી.

વ્યાજ દર અને કાર્યકાળઃ પોસ્ટ ઑફિસની આ સ્કીમમાં 6.9 થી 7.7 ટકાના દરથી વ્યાજ 1 થી 5 વર્ષના કાર્યકાળ માટે આપવામાં આવી રહ્યું છે.

ટેક્સ બેનિફિટઃ જો પોસ્ટ ઑફિસની આ સ્કીમમાં 5 વર્ષ માટે રોકાણ કરવામાં આવે છે તો ટેક્સ બેનિફિટ પણ મેળવી શકાય છે.

અન્ય સુવિધાઓઃ પોસ્ટ ઑફિસની આ સ્કીમમાં નૉમિનેશનની સુવિધા અકાઉન્ટ ખોલાવતા સમયે અને અકાઉન્ટ ખોલાવ્યા બાદ મળે છે.

business news