RBIની જાહેરાત બાદ જો EMI અને ક્રેડિટ કાર્ડનાં બિલ્સ અંગે આટલું જાણો

27 March, 2020 04:45 PM IST  |  Delhi | Gujarati Mid-Day Online Correspondent

RBIની જાહેરાત બાદ જો EMI અને ક્રેડિટ કાર્ડનાં બિલ્સ અંગે આટલું જાણો

રિઝર્વ બેંકે કરી જાહેરાતોની સ્પષ્ટતા

ભારતીય રિઝર્વ બેંકે આજે કરેલી જાહેરાત અનુસાર તમામ નાણાકીય સંસ્થાઓને કોરોનાવાઇરસ જેવી આફતની ઘડીમાં લોકોને લોન્સમાં મુદત રાહત આપવામાં આવશે.આ જાહેરાતને પગલે લોકોમાં ઉત્સાહ પણ છે અને ગુંચવણો પણ.જાણી લો કે તમારે માટે કયા મુદ્દા સમજવા જરૂરી છે.

  1. રિઝર્વ બેંકે વિવિધ બેંકોને છૂટ આપી છે કે તેઓ ધારે તો EMI ન કાપે, હવે તમને તમારી બેંક આ છૂટ આપે છે કે કેમ તે જોવાનું છે. જો તમારી બેંક છૂટ નહીં આપે તો તમારો હપતો કપાશે.
  2. RBIએ હજી જાહેરાત નથી કરી કે કોણે EMI ભરવા અને કોને નહીં, આ અંગે તેની માર્ગદર્શિકા જાહેર થાય તેની રાહ જુઓ.
  3.  જો તમારી બેંક તમને હપ્તા ન ભરવાની છૂટ આપી દેશે તો તમે આગામી ત્રણ મહિના સુધી લોનના EMI નહીં ભરો તો તમારા કર્ડિટ સ્કોર પર કોઇ માઠી અસર નહીં થાય.
  4.  મોટેભાગે રૂરલ બેંક્સ, નાની ફાઇનાન્શિયલ બેંક, સ્થાનિક બેંક, કો-ઓપરેટિવ બેંક્સ, ઓલ ઇન્ડિયા ફાઇન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ અને એનબીએફસી, હાઉસિંગ ફાઇનાન્સિંગ સહિતની બેંક્સ – જે તમામ કોમર્શિયલ બેંક છે તે આ પ્રકારની છૂટ આપી શકે તેમ છે. તેઓ આપશે કે કેમ તે તેમનો નિર્ણય રહેશે.
  5. રખે સમજતા કે તમારા EMI માફ કરાયા છે અને તમારે એ નહીં ભરવા પડે, એમ નથી. જે રીતે મોટે મેચિઝ પોસ્ટપોન્ડ થઇ છે, કેન્સલ નહીં તે જ રીતે આ તમારા EMI મોકૂફ રખાયા છે તેમને મોડા ભરવાની તમને છૂટ અપાઇ છે. તમામ હપ્તા ભરવાની મુદત વગેરેને ત્રણ મહિના પાછા ઠેલવામાં આવ્યા છે.
  6.    EMI મોકૂફીમાં વ્યાજ અને મુદ્દલ બંન્ને સમાવિષ્ટ છે. 1મી માર્ચ 2020 સુધી બાકી હોય તેવી તમામ લોન્સ પર આ માફી લાગુ કરાશે, પણ યાદ રાખજો કે તમારી બેંક આ નિર્ણય લેશે તો જ તમને આમાંથી ત્રણ મહીનાની રાહત મળશે.
  7.   ક્રેડિટ કાર્ડનો સમાવેશ લોન ટર્મમાં નથી થતો માટે આ જાહેરાતને તેની સાથે કોઇ નિસ્બત નથી.
  8. તમે કોઇપણ કારણોસર લોન લીધી હોય અને તેનો સમાવેશ ટર્મ લોનમાં થતો હોય, તમારી બેંક એ બાબતે સંમત હોય કે તમે હપ્તા ભરી શકો તેમ નથી તો તમને તે નહીં ભરવાની છૂટ ત્રણ મહીના સુધી મળશે.
reserve bank of india national news