એક વર્ષમાં 10 હજારના થયા 1.3 લાખ, કોરોનાકાળમાં આ શેર્સે કર્યા માલામાલ

29 December, 2020 06:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક વર્ષમાં 10 હજારના થયા 1.3 લાખ, કોરોનાકાળમાં આ શેર્સે કર્યા માલામાલ

પ્રતીકાત્મક તસવીર

વર્ષ 2020 ખરેખર ટી-20 જેવું જ રહ્યું. આ વર્ષે માર્ચ-એપ્રિલના ગાળામાં શેરબજારમાં જેટલો ઝડપી કડાકો બોલાયો, ત્યારબાદ તેટલી જ જોરદાર તેજી જોવા મળી, અને વર્ષના અંત સુધીમાં તો માર્કેટ રેકોર્ડબ્રેક સપાટીએ ટ્રેડ કરી રહ્યું છે. તેવામાં અનેક શેર્સે આ વર્ષ દરમિયાન રોકાણકારોને માલામાલ પણ કરી દીધાઆ વર્ષની શરુઆત બાદ બીએસઈના લગભગ 200 શેર્સે રોકાણકારોના રુપિયા અનેકગણા વધારી દીધા છેસ્થિતિ એ છે કેપેની શેર્સ વિના જ રુપિયા ડબલ કરનારા શેર્સે ડબલ સેન્ચ્યુરી મારી દીધી છે. 2020માં સૌથી જોરદાર રિટર્ન બાયોફિલ કેમિકલ્સે આપ્યું. 21 ડિસેમ્બર 2019માં આ શેર 17.06 રુપિયાના ભાવથી 1207 ટકા રિટર્ન સાથે 23 ડિસેમ્બર 2020ના રોજ 222.95ના લેવલ પર ટ્રેડ કરી રહ્યો હતો. કંપનીમાં જો તમે તે વખતે 10 હજાર રુપિયા પણ રોક્યા હોત તો આજે તેના 1.3 લાખ રુપિયા થઈ ગયા હોત. આ લિસ્ટમાં તાનલા પ્લેટફોર્મ (795 ટકા રિટર્ન), હેથવે ભવાની કેબલટેલ એન્ડ ડેટાકોમ (727 ટકા ઉપર), આલોક ઈન્ડસ્ટ્રીઝ (606 ટકા ઉપર), અદાણી ગ્રીન એનર્જી (527 ટકા ઉપર) અને મેકર્સ લેબ્સ (527 ટકા ઉપર)નો સમાવેશ થાય છે. ગયા વર્ષે 31 ડિસેમ્બર બાદ ભારત ઈમ્યુનોલોજી, વીનસ રેમેડીઝ, વર્ધમાન પોલીટેક્સ, એજીસી નેટવર્ક્સ, સ્ટાન્ડર્ડ બેટરીઝ, આરતી ડ્રગ્સ, સુબેક્સ, લોરસ લેબ્સ, ગુજરાત થેમિસ બાયોસિન, મંગલમ ડ્રગ્સ, આઈઓએલ કેમિકલ્સ અને સીજી પાવરે 280થી 525 ટકા સુધી રિટર્ન આપ્યું છે. 31 ડિસેમ્બર 2019થી 23 ડિસેમ્બર 2020 દરમિયાન બીએસઈ સેન્સેક્સે 13 ટકા તેજી દર્શાવી છે. કોરોના વાયરસ મહામારીને કારણે તે માર્ચમાં 25,639નો 52 સપ્તાહનો લૉ બનાવ્યો હતો. જોકે, ત્યારબાદ તે 83 ટકાની છલાંગ લગાવી 47000નું સ્તર પણ પાર કરી ચૂક્યો છે.સેન્સેક્સના શેર્સમાં ડૉ. રેડ્ડીઝ લેબ્સે સૌથી સારું પ્રદર્શન કરતા 82 ટકાની તેજી બતાવી છે. ત્યારબાદ ઈન્ફોસિસ (71 ટકા ઉપર), એચસીએલ ટેક્નોલોજી (62 ટકા ઉપર), એશિયન પેઈન્ટ્સ (48 ટકા ઉપર), ટીસીએસ (34 ટકા ઉપર)નું નામ આવે છે. આ ઉપરાંત, જો આ વર્ષના સૌથી નીચલા લેવલ બાદ આવેલા સુધારાની વાત કરીએ તો, બજાજ ફાઈનાન્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવા શેર્સમાં પણ રોકાણકારોના રુપિયા બમણાથી વધુ વધ્યા છે..

વર્ષ 2020 ખરેખર ટી-20 જેવું જ રહ્યું. આ વર્ષે માર્ચ-એપ્રિલના ગાળામાં શેરબજારમાં જેટલો ઝડપી કડાકો બોલાયો, ત્યારબાદ તેટલી જ જોરદાર તેજી જોવા મળી, અને વર્ષના અંત સુધીમાં તો માર્કેટ રેકોર્ડબ્રેક સપાટીએ ટ્રેડ કરી રહ્યું છે. તેવામાં અનેક શેર્સે આ વર્ષ દરમિયાન રોકાણકારોને માલામાલ પણ કરી દીધા. આ વર્ષની શરુઆત બાદ બીએસઈના લગભગ 200 શેર્સે રોકાણકારોના રુપિયા અનેકગણા વધારી દીધા છે. સ્થિતિ એ છે કે, પેની શેર્સ વિના જ રુપિયા ડબલ કરનારા શેર્સે ડબલ સેન્ચ્યુરી મારી દીધી છે. 2020માં સૌથી જોરદાર રિટર્ન બાયોફિલ કેમિકલ્સે આપ્યું. 21 ડિસેમ્બર 2019માં આ શેર 17.06 રુપિયાના ભાવથી 1207 ટકા રિટર્ન સાથે 23 ડિસેમ્બર 2020ના રોજ 222.95ના લેવલ પર ટ્રેડ કરી રહ્યો હતો. કંપનીમાં જો તમે તે વખતે 10 હજાર રુપિયા પણ રોક્યા હોત તો આજે તેના 1.3 લાખ રુપિયા થઈ ગયા હોત. આ લિસ્ટમાં તાનલા પ્લેટફોર્મ (795 ટકા રિટર્ન), હેથવે ભવાની કેબલટેલ એન્ડ ડેટાકોમ (727 ટકા ઉપર), આલોક ઈન્ડસ્ટ્રીઝ (606 ટકા ઉપર), અદાણી ગ્રીન એનર્જી (527 ટકા ઉપર) અને મેકર્સ લેબ્સ (527 ટકા ઉપર)નો સમાવેશ થાય છે. ગયા વર્ષે 31 ડિસેમ્બર બાદ ભારત ઈમ્યુનોલોજી, વીનસ રેમેડીઝ, વર્ધમાન પોલીટેક્સ, એજીસી નેટવર્ક્સ, સ્ટાન્ડર્ડ બેટરીઝ, આરતી ડ્રગ્સ, સુબેક્સ, લોરસ લેબ્સ, ગુજરાત થેમિસ બાયોસિન, મંગલમ ડ્રગ્સ, આઈઓએલ કેમિકલ્સ અને સીજી પાવરે 280થી 525 ટકા સુધી રિટર્ન આપ્યું છે. 31 ડિસેમ્બર 2019થી 23 ડિસેમ્બર 2020 દરમિયાન બીએસઈ સેન્સેક્સે 13 ટકા તેજી દર્શાવી છે. કોરોના વાયરસ મહામારીને કારણે તે માર્ચમાં 25,639નો 52 સપ્તાહનો લૉ બનાવ્યો હતો. જોકે, ત્યારબાદ તે 83 ટકાની છલાંગ લગાવી 47000નું સ્તર પણ પાર કરી ચૂક્યો છે.સેન્સેક્સના શેર્સમાં ડૉ. રેડ્ડીઝ લેબ્સે સૌથી સારું પ્રદર્શન કરતા 82 ટકાની તેજી બતાવી છે. ત્યારબાદ ઈન્ફોસિસ (71 ટકા ઉપર), એચસીએલ ટેક્નોલોજી (62 ટકા ઉપર), એશિયન પેઈન્ટ્સ (48 ટકા ઉપર), ટીસીએસ (34 ટકા ઉપર)નું નામ આવે છે. આ ઉપરાંત, જો આ વર્ષના સૌથી નીચલા લેવલ બાદ આવેલા સુધારાની વાત કરીએ તો, બજાજ ફાઈનાન્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવા શેર્સમાં પણ રોકાણકારોના રુપિયા બમણાથી વધુ વધ્યા છે.

 

 

 

 

 

business news coronavirus bombay stock exchange