ભારતમાં રિયલ્ટી ક્ષેત્રનું મૂલ્ય જીડીપીના ૧૮થી ૨૦ ટકા થશે

23 October, 2021 02:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેપાર-ઉદ્યોગ સંગઠન સીઆઇઆઇના એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલી તેમણે કહ્યું હતું કે ગત ૧૮ મહિના ભારત માટે પડકારરૂપ બન્યા છે.

પ્રતિકાત્મક તસવીર

રિયલ એસ્ટેટ ક્ષેત્ર વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧ ટ્રિલ્યન ડૉલરનું અર્થાત્‌ ભારતની કુલ રાષ્ટ્રીય પેદાશના ૧૮થી ૨૦ ટકા જેટલું જવાનો અંદાજ નીતિ આયોગના ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર અમિતાભ કાંતે શુક્રવારે જણાવ્યું હતું. 
વેપાર-ઉદ્યોગ સંગઠન સીઆઇઆઇના એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલી તેમણે કહ્યું હતું કે ગત ૧૮ મહિના ભારત માટે પડકારરૂપ બન્યા છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રને પણ અસર થઈ છે, પરંતુ હવે સારું એ છે કે રસીકરણને વેગ મળ્યો છે અને દરદીઓની સંખ્યા ધીરે-ધીરે ઘટી રહી છે. 
કાંતે વધુમાં કહ્યું હતું કે સેબીએ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ માટે મંજૂરી આપી દીધી છે. તેને લીધે આગામી વર્ષોમાં ૧.૨૫ લાખ કરોડ રૂપિયાની તક સર્જાશે. ૧૦૦ શહેરોને સ્માર્ટ સિટી બનાવવાની યોજનાને પગલે રિયલ એસ્ટેટ કંપનીઓને ઘણી મોટી તક મળશે. સરકારે ભરેલાં અનેક પગલાંને લીધે બિઝનેસ અને ઉદ્યોગોને ટેકો મળ્યો છે. દેશમાં વ્યાજદર એક દાયકામાં સૌથી વધારે નીચા હોવાથી ઘરનું વેચાણ વધી રહ્યું છે. 

નેધરલૅન્ડ્સને ૪૪માં આઉટ કરીને શ્રીલંકા વિજયી

ટી૨૦ વર્લ્ડ કપની છેલ્લી ક્વૉલિફાઇંગ મૅચમાં શ્રીલંકાએ ગઈ કાલે નેધરલૅન્ડ્સને ૪૪ રનમાં આઉટ કરીને (૭૭ બૉલ બાકી રાખીને) ૮ વિકેટે મૅચ જીતી લીધી હતી. ક્વૉલિફાઇંગ રાઉન્ડમાંથી ચાર દેશો શ્રીલંકા (૬ પૉઇન્ટ), નામિબિયા (૪ પૉઇન્ટ), બંગલા દેશ (૪ પૉઇન્ટ) સ્કૉટલૅન્ડ (૬ પૉઇન્ટ) સુપર-12માં પહોંચી ગયાં છે. ઓમાન, નેધરલૅન્ડ્સ, આયરલૅન્ડ તથા પપુઆ ન્યુ ગિની દેશ સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયા છે.
ગઈ કાલે નેધરલૅન્ડ્સની ઇનિંગ્સમાં લાહિરુ કુમારાએ એક ઓવરમાં છેલ્લી ત્રણ વિકેટ લીધી હતી. વાનિન્દુએ પણ ત્રણ તથા મહીશે બે શિકાર કર્યા હતા. શ્રીલંકાઅે આઠમી ઓવરમાં બે વિકેટના ભોગે ૪૫ રનનો ટાર્ગેટ મેળવી લીધો હતો.

વર્લ્ડ કપમાં પ્રવેશવાનો ઇતિહાસ રચનાર નામિબિયાના ખેલાડીઓ ગઈ કાલે જાણે ફાઇનલ જીતી ગયા હોય એવા અભૂતપૂર્વ ઉન્માદથી એકમેકને ભેટી પડ્યા હતા.  એ.એફ.પી.

business news