સેન્સેક્સમાં 695 પોઈન્ટ્સનું ગાબડું, રોકાણકારોના બે લાખ કરોડ ધોવાયા

25 November, 2020 04:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સેન્સેક્સમાં 695 પોઈન્ટ્સનું ગાબડું, રોકાણકારોના બે લાખ કરોડ ધોવાયા

પ્રતીકાત્મક તસવીર

નોંધપાત્ર વેચવાલીને લીધે બીએસઈ-લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કૅપિટલાઈઝેશન (એમ-કૅપ) ધોવાયુ હતું. રોકાણકારોએ રૂ.2.2 લાખ કરોડ જેટલા ગુમાવ્યા હતા. બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું એમ-કૅપ ગઈ કાલના રૂ.174.82 લાખથી ઘટીને રૂ.172.6 લાખ કરોડ થયુ છે. વોલેટિલીટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ 10 ટકા વધીને 23.1ના સ્તરે બંધ રહ્યો હતો.

સેન્સેક્સ 694.92 પોઈન્ટ્સ (1.56 ટકા) ઘટીને 43,828.10ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 196.75 પોઈન્ટ્સ (1.51 ટકા) ઘટીને 12,858.40ના સ્તરે બંધ રહ્યો હતો.

બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 1.76 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.13 ટકા ઘટ્યો હતો. ક્ષેત્રવાર સૂચકાંકોમાં રિયલ્ટી, બૅન્કેક્સ, ટેલીકોમ બે ટકા અને બીએસઈ ઓઈલ એન્ડ ગૅસ ઈન્ડેક્સ 0.08 ટકા વધ્યો હતો.

સેન્સેક્સની 30માંથી 27 કંપનીઓના શૅરભાવ વધ્યા હતા અને ત્રણના ઘટ્યા હતા. નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં નિફ્ટી પીએસયુ બૅન્ક ઈન્ડેક્સને બાદ કરતા ઘટાડે બંધ રહ્યા હતા.

business news sensex nifty